Abtak Media Google News

G7(Group of Seven)અતિથિ દેશોની બીજી બેઠક મંગળવારે સમાપ્ત થઈ. ભારત તરફથી આમાં G7 શેરપા (દૂત) તરીકે સુરેશ પ્રભુએ ભાગ લીધો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ મંગળવારે આ માહિતી આપી. બાગચીએ કહ્યું કે,બ્રિટનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આરોગ્ય ક્ષેત્રે વૈશ્વિક સમુદાયનો સહકાર અને નવેમ્બરમાં યોજાનારો સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન સંમેલનની પ્રસ્તાવિત ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

બ્રિટન આ વર્ષે ઓસ્ટ્રેલિયા,દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકા સહિત ભારતને પણ G7 સમ્મેલનમાં મહેમાન અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે.

G7 ગ્રુપએ વિશ્વની સાત સૌથી વિકસિત અર્થતંત્રોનો જૂથ છે. જેમાં બ્રિટન ઉપરાંત કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકા શામેલ છે. શરૂઆતમાં તે છ દેશોનું જૂથ હતું, જેની પ્રથમ મુલાકાત 1975 માં થઈ હતી. કેનેડા પણ તેમાં 1976 માં જોડાયો હતો.

G7 દેશોના મંત્રી અને અમલદારો દર વર્ષે મળતા હોય છે, પરસ્પર હિતને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરે છે. દરેક દેશનો સદસ્ય વારાફરતી આ જૂથની અધ્યક્ષતા કરે છે. આ સાથે તે બે દિવસીય વાર્ષિક સમિટનું પણ આયોજન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.