Abtak Media Google News

ચીન બ્રિકસ સંમેલનમાં રશિયા અને ભારતના સહકાર માટે દરખાસ્ત મુકશે

પશ્ર્ચિમના દેશોની જેમ સાયબર સુરક્ષા મજબૂત બનાવવા બ્રિકસના દેશો સજાગ થયા છે. ચીને આ મુદ્દે આગળ આવી ભારત અને રશિયાનો સા માંગ્યો છે. સાયબર સર્વોપરિતા ઉભી કરવા ચીન બ્રિકસ દેશોનો સહકાર ઈચ્છે છે.

આ સર્વોપરિતાથી પશ્ર્ચિમના દેશોનો હા બ્રિકસના દેશો ઉપર રહેશે નહીં.

આવતા વર્ષે ચીનમાં બ્રિકસ સંમેલન થવાનું છે. સાયબર સુરક્ષા મામલે ચીન ભારત અને રશિયા સમક્ષ દરખાસ્ત મુકે તેવી પુરેપુરી સંભાવના છે. આ મામલે ચીનના વિદેશ મંત્રીના કો-ઓર્ડીનેટર લોંગ જુ એ જણાવ્યું હતું કે, આ વખતે અમે બ્રિકસના યજમાન છીએ. અમે ભારત અને રશિયા સહિત બ્રિકસના દેશો સો કામ કરવાની તૈયારી કરી છે. ચીન ઈન્ટરનેટ ઉપર લોખંડી પડદો રાખે છે. ઈન્ટરનેટ સર્વોપરિતાના માધ્યમી ચીન લોકોનો અવાજ દબાવવાની મહેચ્છા ધરાવતું હોવાની પણ શંકા છે. આ ઉપરાંત ભારતની આઈટી ઈન્ડસ્ટ્રીઝ પશ્ર્ચિમી દેશો સો સંકળાયેલી હોવાથી ચીન ભારતનો સાથ ઈચ્છી રહ્યું છે.

ચીન ગુગલ, ફેસબુક કે ટવીટરની જગ્યાએ પોતાની સાઈટસ ચલાવે છે. જે વિશ્ર્વની સૌથી ઝડપી કનેકટીવીટી ધરાવતી સાઈટ છે. હવે ચીનની સાયબર સુરક્ષા અંગે ચિંતા છે. જેથી તે બ્રિકસના દેશોનો સાથ ઈચ્છે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.