Abtak Media Google News

ઘરમાં સમાન વેર-વિખેરના કારણે ચોરીના ઇરાદે હત્યા કરાયાનું અનુમાન પરંતુ કોઇ કિંમતી વસ્તુ ચોરાઇ નથી

ઘરમાં ખાટલા પર સુતા હતા ત્યારે અજાણ્યા હત્યારાઓએ ઢીમ ઢાળી દીધું: એસ.પી., ડીવાયએસપી સહિતનો કાફલો ગામે દોડી ગયો

એક સાથે બે અર્થી ઉઠતા નાના એવા પિંગળી ગામમાં અરેરાટી સાથે શોક

તળાજાના અંતરિયાળ પિંગળી ગામે ડબલ મર્ડર ની ઘટના બની છે.હત્યારાંઓએ પોતાના ડેલાબંધ મકાનની ઓસરી મા સુતેલા આધેડવય ના દંપતી ની હત્યા કરી છે.દંપતી ના ત્રણેય પુત્રો પરણીત છે. જે અલગ અલગ ગામમા નોકરી ધંધા અર્થે સ્થાયી થયા છે.પતિ પત્ની બંને એકલાજ અહીં રહેતા હતા.હત્યા નું પ્રાથમિક તારણ ચોરી લૂંટ માનવામાં આવે છે.બનાવ ને લઇ જિલ્લા પોલીસ વડા અને વિવિધ ટિમો દોડી આવી ને હત્યાનું કારણ અને ક્રૂરતા પૂર્વક બેવડી હત્યા ને અંજામ આપી ફરાર થઇ જનારા હત્યારાને શોધવા અલગ અલગ થિયરી દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.

તળાજાના પિંગળી ગામે મોટાભાગની વસ્તી કારડીયા રાજપૂત સમાજ ની છે.કારડિયા રાજપૂત સમાજના  શિવાભાઈ મોતીભાઈ રાઠોડ ઉ.વ 58 અને તેના પત્ની વસંતબેન ઉ.વ 53 બંને પોતાના ડેલાબંધ મકાનમાં એકલાજ રહે છે.આ બંને પતિ પત્ની ઓસરી માં બાજુ બાજુ માં ખાટલાઓ રાખી ને સુતા હતા. એજ ખાટલાઓમા અતિ ખૂનસ વાપરી ને હથિયારો મારી હત્યા કરવામાં આવી છે. જેમાં વસંતબેન જાગી ગયા હોય અને બેઠા થવા ગયા હોય ને હત્યારાએ તેઓની ઉપર પણ ઘાતકી રીતે પ્રહારો કર્યા હતા.

આ હત્યા પરમદિવસની રાત્રીના 12 વાગ્યા બાદ થઈ હોવાનું તારણ છે.સ્થળ ઉપર લોહી થીજી ને કાળું ધાબુ થઈ ગયેલ.બોડી માંથી દુર્ગન્ધ ફેલાવા લાગી હતી.આજ બપોરે આશરે અગિયારેક વાગ્યે બેવડી હત્યા ની જાણ થઈ હતી.મૃતક દંપતી ને ત્રણ દીકરાઓ છે.

સંજયભાઈ પાલીતાણા લુવારવા ખાતે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે.બીજા વિજયભાઈ અમરેલી જેલ પોલીસ છે.ત્રીજા યુવરાજભાઈ સુરત ખાતે હીરાના વ્યવસાયમાં છે.ત્રણેય નોકરી ધંધા અર્થે બહાર ગામ સ્થાયી થયા છે.દંપતી અહીં એકલાજ રહેતા હતા ને ખેતી કરતા હતા.

હત્યારાઓએ ઘાતકી પૂર્વક જ્યાં હત્યા ને અંજામ આપ્યો ત્યાં બાજુનો એકરૂમ ખુલ્લો હતો.તેમાનો કબાટ અને બેગ ફેંદેલા હતા.એ જોતાં પ્રાથમીક દ્રષ્ટિએ અહીં સૌમાં એકજ ચર્ચા હતીકે ચોરી લૂંટ ના ઇરાદે બેવડી હત્યા ને અંજામ આપવામાં આવ્યો છે.પરંતુ પોલીસ એ જણાવ્યું હતુંકે ઘરમાથી કોઈ કિંમતી વસ્તુ નથી ગઈ.મહિલા એ પહેરેલ સોનાની બંગડીઓ પણ સલામત છે. આથી આ ઘટના લૂંટ ના ઇરાદા કરતા અન્ય પણ ઈરાદો હોવાના અનુમાન સાથે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવ ને લઇ અજાણ્યા હત્યારા વિરુદ્ધ મૃતક ના મોટા દિકરા સંજય શિવાભાઈ રાઠોડ એ તળાજા પોલીસ ને ફરિયાદ નોંધાવી છે.

જિલ્લા પોલીસ વડા ડો.રાજેન્દ્ર પટેલ, ડીવાયએસપી જયદીપસિંહ સરવૈયા, એલ.સી.બી ,ડોગ અને એફ.એસ.એલ.ટિમો દોડી આવી હતી.અલગ અલગ ટુકડીઓ બનાવી ને ગુન્હા નો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.