Abtak Media Google News

કેબલમાં ફોલ્ટ શોધતી વેળાએ ૨૫૦ એમએમની એસીપ્રેશર પાઈપલાઈનમાં ભંગાણ બાદ જીએસપીસીની લાઈન પણ તુટતા વિસ્તારમાં ગેસ પુરવઠો બંધ: અફડા-તફડી જેવો માહોલ

શહેરના વોર્ડ નં.૭માં આશાપુરા મેઈન રોડ પર ચૌહાણ પાનની બાજુમાં પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં આજે સવારે ટેલીકોમ કંપની બીએસએનએલે કેબલ ફોલ્ટ શોધતી વેળાએ કોર્પોરેશનની ૨૫૦ એમએમ એસીપ્રેશર પાઈપલાઈનમાં ભંગાણ સર્જી દીધું હતું. પાણીની પાઈપલાઈન તુટયા બાદ જીએસપીસીની લાઈનમાં ભંગાણ સર્જાતા આ વિસ્તારમાં ગેસ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. ગેસ લીકેજના કારણે સમગ્ર વિસ્તારમાં અફડા તફડી જેવો માહોલ સર્જાયો હતો. પાઈપલાઈન તુટવાના કારણે વિતરણ વ્યવસ્થા પર કોઈ અસર પડી ન હોવાનું મહાપાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.

Img 20190408 Wa0024

આ અંગે કોર્પોરેશનના વોર્ડ નં.૭ના વોર્ડ એન્જીનીયર પટેલીયાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે સવારે શહેરના આશાપુરા મેઈન રોડ પર ચૌહાણ પાનની બાજુમાં પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં બીએસએનએલ દ્વારા કેબલ ફોલ્ટ શોધવા માટે રોડ પર ખોદકામ કરવામાં આવ્યું હતું. જેના કારણે મહાપાલિકાની ૨૫૦ એમએમની એસી પ્રેશર પાઈપલાઈનના ડેટા ઢીલા પડી જવાના કારણે પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હતું. પાણીની લાઈન તુટયા બાદ બાજુમાં આવેલી જીએસપીસીની ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. તાત્કાલિક ધોરણે બંનેનું રીપેરીંગ કામ શ‚ કરી દેવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ગેસ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રહલાદ પ્લોટ સહિતના વિસ્તારોમાં ગેસ લીકેજ થવાના કારણે લોકોને ભારે અફડા તફડી મચી જવા પામી હતી. ગેસ પુરવઠો બંધ થવાના કારણે અનેક લોકોના ચુલા બપોરે સળગયા ન હતા. આશાપુરા મેઈન રોડ પર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયા બાદ મહાપાલિકા દ્વારા અન્ય પાઈપ લાઈન મારફત વિતરણ કરી દેવામાં આવ્યું હોય પાઈપલાઈનમાં ભંગાણ થતાં વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા પર કોઈ અસર પડી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.