Abtak Media Google News

Table of Contents

કરદાતાઓ ઉપર કેન્દ્રનો પ્રેમ વરસ્યો: પાંચ લાખ સુધીની આવક ઉપર ટેકસ નહીં

કરદાતાઓ માટે રાહતનો પટારો ખોલી નાણા પ્રધાન નિર્મલા સિતારમને એક તિરે અનેક નિશાન સાધ્યા

ઈન્ફ્રાસ્ટ્રકચર, ઈન્વેસ્ટમેન્ટ, ઈનોવેશન, એજ્યુકેશન, હેલ્થ સહિતના મુદાને આવરી લેતુ ‘ફૂલ ભાણા’ જેવું બજેટ

નાણા પ્રધાન નિર્મલા સીતારમને આજે જાહેર કરેલા કેન્દ્રીય બજેટમાં કરદાતાઓને મસમોટી રાહત મળી છે. આજે બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી કરદાતાઓ પર રીતસરના વરસી પડયા હોય તેવો માહોલ સર્જોયો છે. હવેથી રૂા.૫ લાખ સુધીની આવક પર કોઈપણ પ્રકારનો કરવેરો લેવામાં આવશે નહીં. આ સાથે દેશમાં ઈન્ફાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ઈનોવેશન એજ્યુકેશન અને હેલ્થ સહિતના મુદ્દાને સરકાર દ્વારા બજેટમાં આવરી લેવામાં આવ્યા છે. આ તમામ ક્ષેત્રે કેન્દ્ર સરકાર દ્વારા  જડમુળી ફેરફાર કરવામાં આવે તે પ્રકારની જાહેરાતો થઈ છે.

આજરોજ નાણામંત્રી નિર્મલા સીતારમને પોતાના બજેટમાં ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, ઐતિહાસિક ધરોહરો માળે રૂા.૩૦૦૦ કરોડનું પેકેજ આપવામાં આવશે. આ ઉપરાંત મોટા શહેરોમાં સ્વચ્છ હવા માટે ૪૪૦૦ કરોડ ફાળવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં સુરક્ષાનો મુદ્દો મહત્વનો છે. પીએમ મોદીના નેતૃત્વમાં અમારી સરકાર ભ્રષ્ટાચાર મુકત રહી છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમનના ભાષણમાં કરદાતાઓ માટે અને રાહતનો વરસાદ થયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશમાં ટેકસના નામ પર ખોટા કલેકશન સાંખી લેવામાં આવશે નહીં. તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ કલ્ચર બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, દેશના ૧ લાખ ગ્રામ પંચાયતને ઓપ્ટીકલ ફાયબર સો જોડવામાં આવશે. ભારત નેટ યોજના હેઠળ ૬૦૦૦ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે સરકારી બેંકો માટે ૩.૫ લાખનું ફંડ, બેંક ડિપોઝીટ પર વિમા ગેરંટી ૧ લાખથી રૂા.૫ લાખ કરવી, ચાલુ વર્ષે રાજકોષીય ખાદ્ય જીડીપીના ૩.૮ ટકા રહેવાનું અનુમાન કરવું. ગીફટ સીટીમાં ઈન્ટરનેશનલ બુલીયન સેન્ટર ૧૦ લાખથી વધુની આબાદીવાળા શહેરોમાં શુદ્ધ હવા માટે ખાસ ભંડોળની જાહેરાત પણ કરી હતી.

ભરોસો છે. અમારૂ લક્ષ્ય લોકોની સેવા કરવાનું છે. આ દેશની આકાંક્ષાનું બજેટ છે. મોદી સરકાર વધુમાં વધુ રોજગારી આપવાનો સંકલ્પ લઈને બેઠી છે. તમામ ઈચ્છા પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, જીએસટી એ એક ઐતિહાસિક પગલું છે. જીએસટીના કારણે ઈન્સ્પેકટર રાજ ખત્મ થયું છે અને મોંઘવારી પર કાબુ મેળવવા સરકાર સફળ રહી છે તેવો દાવો નાણા પ્રધાન નિર્મલા સીતારમને કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ટેકસ સીસ્ટમમાં નવા ૬૦ લાખ કરદાતા જોડાયા છે. બીજી તરફ બેંકોની સ્થિતિ પણ વધુ મજબૂત બની છે. થોડા સમયગાળામાં બેંકોના એનપીએમાં પણ ઘટાડો થયો છે. સરકારી યોજનાઓથી ગ્રામીણ લોકોને ફાયદો થયો છે. ૨૭ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. સરકારના દેવામાં ઘટાડો થયો છે. બીજી તરફ સરકારે સામાજિક સુરક્ષાને વધુ પ્રાધાન્ય આપવાનું શરૂ કર્યું છે. આ સો જ નાણા પ્રધાન નિર્મલા સીતારમને હેલ્થને લગતી મહત્વની ઈન્દ્રધનુષ યોજનાને વિસ્તારવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું ક, ઈન્દ્રધનુષ યોજના હેઠળ ૧૨ નવી બીમારીઓને ઉમેરવામાં આવશે. આ ઉપરાંત પીએમ જન આરોગ્ય યોજનાને વધુને વધુ લોકો સુધી પહોંચાડવામાં આવશે. આયુષ્યમાન યોજના હેઠળ વધુ ૧૧૨ નવી હોસ્પિટલો બનાવવામાં આવશે અને ૨૦૨૫ સુધીમાં ટીબી રોગની નાબૂદીનો લક્ષ્યાંક પુરો કરવામાં આવશે.

વધુમાં જણાવ્યું હતું કે, જળ જીવન મિશન અંતર્ગત લોકોના ઘેર-ઘેર પાણી પહોંચાડવામાં આવશે. આ માટે રૂા.૩.૬ લાખ કરોડની ફાળવણી પણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. ૧૦ લાખથી વધુ આબાદીવાળા શહેરોની સરકાર દ્વારા જળ જીવન યોજનાનો લાભ મળશે. આ સાથે સ્વચ્છ ભારત માટે રૂા.૧૨૩૦૦ કરોડની ફાળવણી પણ કરકાર દ્વારા કરવામાં આવી હતી. સરકારે બજેટ દરમિયાન કબુલ કર્યું હતું કે, શિક્ષણમાં ઓછુ ભંડોળ ફાળવવામાં આવી રહ્યું છે. શિક્ષણમાં મોટા રોકાણની જરૂરીયાત છે. નવી શિક્ષણ નીતિનું વહેલી તકે એલાન કરવામાં આવશે. ગુણવત્તાયુકત શિક્ષણ માટે ડિગ્રી લેવલની ઓનલાઈન સ્કીમ શરૂ થશે. તબીબી ક્ષેત્રે ડોકટરની કમી દૂર કરવા દરેક જિલ્લાની હોસ્પિટલની સાથે મેડિકલ કોલેજ પણ બનાવવામાં આવશે.

કોર્પોરેટ ટેકસ ૧૫ ટકાના સ્તર પર લાવવા નિર્ણય

વર્ષ ૨૦૨૦-૨૧નું આ બજેટ કરવેરા મુદ્દે ખુબજ મહત્વનું સાબીત થયું છે. એક તરફ વ્યક્તિગત આવકવેરાના સ્લેબમાં જડમુળી ફેરફાર કરવામાં આવ્યો છે. બીજી તરફ કોર્પોરેટ ટેકસને પણ ૧૫ ટકાના દર સુધી લાવવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા બજેટના માધ્યમથી લેવામાં આવ્યો છે. નવા નિર્ણયના પરિણામે ભારતના કોર્પોરેટ દર વિશ્વના અન્ય લઘુતમ દરમાં સામેલ થઈ ચૂકયું છે. આ સાથે જ આવકવેરા વ્યવસને સરળ બનાવવાની હિમાયત પણ બજેટ દરમિયાન થઈ છે.

Screenshot 1 2

જૂના ટેકસ સ્લેબ લાગુ રહેશે, નવો વિકલ્પ પસંદ કરશો તો ડિડકશન ઓછુ મળશે

બજેટમાં સૌથી મહત્વનો નિર્ણય આવકવેરાના ટેકસ સ્લેબમાં ફેરફાર કરવાનો સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. નવા ટેકસ સ્લેબના કારણે લાખો કરદાતાઓએ રાહતનો શ્વાસ લીધો છે. અલબત જૂનો ટેકસ સ્લેબની અમલવારી પણ સરકાર ચાલુ રાખશે અને નવો ટેકસ સ્લેબનો લાભ લેવાનો વિકલ્પ પસંદ કરનારને ડિડકશન ઓછા મળશે. એક રીતે નવા ટેકસ સ્લેબને પસંદ કરનાર કરદાતાને કોણીએ ગોળ ચોંટાડવાનો પેંતરો સરકાર દ્વારા થયો છે. નવા ટેકસ દરી ૧૫ લાખી વાર્ષિક આવકવાળા લોકોને રૂા.૭૮૦૦૦નો ફાયદો થશે. નવી વ્યવસમાં ૭૦ પ્રકારના ડિડકશન ખતમ કરવામાં આવ્યા છે. કરદાતા ઈચ્છે તો જૂનો ટેકસ સ્લેબ પસંદ કરી શકે છે.

૧લી એપ્રિલ ૨૦૨૦થી જીએસટીનું નવુ ફોર્મ આવશે જે પ્રક્રિયા વધુ સરળ બનાવશે; નિર્મલા સીતારામન

જીએસટી મારફતે લોકોએ પ્રતી માસ ૪ ટકાની બચત કરી

બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારામન જણાવ્યુંં હતુ કે, સરકાર મોંઘવારી નિયંત્રિત કરવામાં સફળ રહી છે, જીએસટીનાં કારણે લોકોએ પ્રતી માસ ૪ ટકાની બચત કરી છે. વધુમાં જાહેરાત કરતા નાણામંત્રી એ જણાવ્યું હતુ કે, ૧ લી એપ્રીલ ૨૦૨૦થી જીએસટીનું નવું ફોર્મ આવશે, જેથી પ્રક્રિયા વધુ સરળ બનશે. તેઓએ જણાવ્યું હતુ કે, બે વર્ષમાં ૬૦ લાખ નવા કરદાતાઓ જોડાયા છે. જયારે ૪૦ કરોડના ઈન્કમટેક્ષ રીટર્ન પણ ફાઈલ થયા છે. તેઓએ કહ્યું હતુ કે ભારત વિશ્વની પાંચમી મોટી અર્થ વ્યવસ્થા છે. જીએસટી અમલી બનતા ટ્રકોની અવર જવરમાં ૪૦ ટકાનો વધારો નોંધાયો છે.

તેઓએ સ્વર્ગસ્થ ભૂતપૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનો આભાર વ્યકત કર્યો હતો. અને કહ્યું હતુ કે તેઓએ જીએસટી લાગૂ કરી માળખાગત સુવિધા સરળ બનાવી હતી. લોકો ધીરેધીરે જીએસટીને આવકારી રહ્યા છે. અને જીએસટી હવે દેશને એકજૂઠ કરશે તેમાં નવાઈ નહિ અંતમાં તેઓએ કહ્યું હતુ કે આ બજેટ લઘુમતીઓ, મહિલાઓ અને એસસી, એસટીનાં લોકો માટે તેમની અપેક્ષા પૂરી કરવા વાળુ બજેટ છે.

એલઆઈસીમાંથી પોતાનો હિસ્સો વેંચશે સરકાર

એલઆઈસીમાંથી પોતાનો હિસ્સો વેંચવાની તૈયારી સરકારે દ્વારા થઈ છે. આ સાથે જ સ્ટોક એકસચેન્જના માધ્યમથી આઈડીબીઆઈ બેંકની વધારાની પુંજી સ્ટોક એકસચેન્જના માધ્યમથી વેંચવામાં આવશે. એકંદરે નવો આઈપીઓ લાવવામાં આવશે. એલઆઈસીનો આઈપીઓ પણ લાવવામાં આવશે. અલબત એલઆઈસીમાંથી કેટલા ટકા હિસ્સો સરકાર વેંચવા જઈ રહી છે તે અંગે ચોખવટ કરવામાં આવી નથી. એલઆઈસીની જેમ અગાઉ એર ઈન્ડિયા, બીપીસીએલ અને કોનકોર સહિતની સરકારી કંપનીમાંથી પણ પોતાનો હિસ્સો વેંચવાની તૈયારી સરકારે દાખવી હતી.

રાજકોષિય ખાદ્ય ૩.૫ ટકા રહેશે

સરકારે ૧૫માં વિત આયોગની દરખાસ્તોને મંજૂરી આપી છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના વ્યયના સંશોધનનું અનુમાન ૨૬.૧૯ લાખ કરોડનું છે. ૨૦૨૦-૨૧માં રાજકોષિય ખાદ્ય ૩.૫ ટકા રાખવાનું અનુમાન કેન્દ્ર સરકાર દ્વારા રખાયું છે. જો કે, હજુ આ માત્ર અનુમાન છે. સમય જતાં વાસ્તવિક આંકડા સામે આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.