Abtak Media Google News

૩ હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઝુમશે: તમામ વય જુથના ખેલૈયાઓને લાખેણા ઈનામો આપી પ્રોત્સાહિત કરાશે

સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તા.૨૧ ઓકટોબરને રવિવારના રોજ બાલભવન ખાતે સાંજે ૬ વાગ્યે બાયબાય નવરાત્રી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું સંપૂર્ણ સંચાલન સમાજની મહિલા પાંખ દ્વારા કરવામાં આવશે બાલભવનના વિશાળ ગ્રાઉન્ડમાં ૩૦૦૦થી વધુ ખેલૈયાઓ ઝુમી શકશે. દરેક વર્ગના લોકોને માટે અનલીમીટેડ ફુડ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

અબતક સાથેની મુલાકાતમાં સમાજના અગ્રણીઓએ કહ્યું હતુ કે સમસ્ત બ્રહ્મસમાજની બહેનો અને માતાઓ માટે સુરક્ષીત વાતાવરણમાં સુંદર અયોજન કરવું તે માટે અમારી સમગ્ર ટીમનો પ્રયત્ન રહેશે. આથી સમાજના યુવક, યુવતીઓ અને સાથે વડીલો પણ ઉત્સાહથી ભાગ લઈ આપણી એકતા દ્વારા સંસ્કૃતિનું જતન કરીએ તેવી અમારી નમ્ર અપીલ છે.

આયોજનમાં જ્ઞાતિના તમામ તળગોળનો પૂરતો સાથ અને સહકાર હરહંમેશ સમસ્ત બ્રહ્મસમાજને મળતો રહ્યો છે.

બાયબાય નવરાત્રી રાસોત્સવનાં આ આયોજનમાં વિવિધ કેટેગરીમાં પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ વગેરે જેવા બહોળી સંખ્યામાં ઈનામો આપી જ્ઞાતિજનોનાં કૌશલ્યને બિરદાવવામાં આવશે.

આ સમગ્ર આયોજન સ્ત્રી સશકિતકરણના ભાગરૂપે સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટની મહિલા પાંખ દ્વારા કરવામાં આવેલ છે. આ તકે મહિલા પાંખના નિલમબેન ભટ્ટ, સુરભીબેન આચાર્ય, ધાત્રીબેન ભટ્ટ, રીટાબેન લખલાણી, તૃપ્તીબેન વ્યાસ, ભાવનાબેન જોશી, રીટાબેન જોશી, ધારાબેન ઠકકર વગેરે બહેનોની સમગ્ર ટીમ તેમજ કશ્યપભાઈ શુકલ, દર્શિતભાઈ જાની, જર્નાદનભાઈ આચાર્ય જહેમતઉઠાવી રહ્યા છે.

આ માટેના પાસ બ્રાહ્મણ બોર્ડીંગ રજપૂતપરા મેઈનરોડ, રાજકોટ ખાતેથી મેળવી શકશો. વધુ માહિતી માટે જનાર્દનભાઈ આચાર્ય ૯૪૦૮૧ ૦૨૮૩૧ તેમજ દિપકભાઈ પંડયા ૯૮૨૫૨ ૯૩૬૫૮, ઉપર સંપર્ક સાધવાનું જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.