Abtak Media Google News

રિ-ડેવલપમેન્ટ કામ પૂર્ણતાને આરે, નવા વર્ષે જંકશન નવા રંગરૂપ ધારણ કરશે: સિનિ. ડીસીએમ શ્રીવાસ્તવ

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન રાજકોટ રેલવે વરીષ્ઠ મંડળ વાણીજય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯માં રાજકોટ રેલવે મંડળ દ્વારા યાત્રીઓને અવનવી સુવિધાઓ આપવામાં આવીછે. દેશના વડાપ્રધાન દ્વારા જામનગર-ભાવનગર વચ્ચે હમસફર એકસપ્રેસ ટ્રેનનું લોકાર્પણ તેમજ રાજકોટ-કાનાલુસ જંકશનનું ભૂમિ પુજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ઓખા-દેહરાદુન એકસપ્રેસ ટ્રેન ભાટીયા ખાતે સ્ટોપે જ આપવામાં આવ્યું તેમજ જામનગર ઇન્ટરસીટી એકસપ્રેસનું જામનગરમાં સ્ટોપે જ આપવામાં આવ્યું.

ઉપરાંત રાજકોટ રેલવે સ્ટેશનના રી-ડેવલોપમેન્ટનું કામ પણ શરુ કરવામાં આવ્યું છે. જે ટુંક સમયમાં પૂર્ણ કરી લેવાશે. તેમ જ હાપા જંકશન ખાતે એકસીલેટર લીફટ તેમજ પ્લેટફોર્મ નંબર-૧ ને ર૪ કોચની ક્ષમતાવાળુ બનાવવામાં આવી રહ્યું છે. તેમજ ઓખા પ્લેટફોમ નંબર-૧ ને પણ ર૪ કોચનું બનાવાય રહ્યું છે. રાજકોટ ખાતે લગાડવામાં આવેલો વિશાળ ઘ્વજ જેવો જ ઘ્વજ મોરબી, દ્વારકા અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે લગાડવામાં આવશે. યાત્રીઓની સુરક્ષા માટે સુરેન્દ્રનગર થાન અને વાંકાનેર ખાતે કવરસેટ આપવામાં આવ્યા છે.

7537D2F3 25

કોચ ગાડી સિસ્ટમની શરુઆત રાજકોટ પ્લેટ ફોર્મ નંબર-૩ તેમજ ભકિતનગર સ્ટેશન અને થાન સ્ટેશને ખાતે કાર્યની શરુઆત કરવામાં આવી છે.જે માર્ચ ૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. મોટા પ્રોજેકટો પૈકી એક થ્રીવે ઇલેકટ્રીસીટીનું કામ પુરજોશ પર ચાલી રહ્યું છે. જે જોતા લાગી રહ્યું છે. કે વર્ષ ૨૦૨૦-૨૦૨૧ સુધીમાં આ કામ પૂર્ણ થઇ જશે જેનાથી નથી ટ્રેનો તેમજ તેમની ગતિમાં નોંધપાત્ર વધારો થશે આ ડીસીએમ શ્રીવાસ્તવ ઉપરાંત ઘણી નવી સુવિધાઓ આપવા માટે તંત્ર તૈયારી બનાવી રહ્યું છે. જે પૈકી દ્વારકા ખાતે એસી મીટીંગ હોલ કેન્દ્ર સરકારના નવા પ્રોજેકટ અંતર્ગત એસી લોન્જ યાત્રીકો માટે માર્ચ-૨૦૨૦ સુધીમાં બનાવાશે. તેમજ જામનગર ખાતે વર્ટીકલ ગાર્ડનનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

રાજકોટની ઉપલબ્ધીઓ વિશે જણાવતા તેણણે કહ્યું હતું કે રાજકોટના તમામ રેલવે સ્ટેશન ખાતે ફી વાય ફાય ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યું છે. તે ઉપરાંત રેલવેુ રાજકોટ ડીવીઝનને ઇન્સ્ટીટયુશન ફોર એર્ન્જી સેવીંગ ક્ષેત્રે એવોર્ડ મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.