Abtak Media Google News

સતત સાતમા વર્ષે આયોજન: રપ૦૦ થી વધુ ખેલૈયાઓ બોલાવશે રાસની રમઝટ: આયોજકો ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે

શહેર ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા બાય બાય નવરાત્રી સ્પંદન રાસોત્સવ-૨૦૧૯ નું અમીન માર્ગ કોનર ૧પ૦ ફુટ રીંગ રોડ જેડબલ્યુ શો-રુમની સામે, ખાતે તા. ૯-૧૦ ને બુધવારના સાંજના ૭.૩૦ થી ૧૦.૩૦ દરમ્યાન રાખવામાં આવેલ છે.

છેલ્લા છ વર્ષેથી સમસ્ય કોળી સમાજ માટે સમાજના યુવાન ભાઇઓ દ્વારા ખુબ જ સફળ અને સુંદર સ્પંદન રાસોત્સવ નું આયોજન કરવામાં આવેલ જેની સફળતા બાદ આ વર્ષે ફરીથી સમાજના ભાઇઓ બહેનો માટે એક દિવસીય દાંડીયારાસનું આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટ ખાતે અમીન માર્ગ કોર્નર, ૧૫૦ ફુટ રીંગ રોડ જેડબલ્યુ શો-રુમની સામે રાજકોટના વિશાળ પટાંગણમાં સુપ્રસિઘ્ધ ગાયકો શબ્બીરભાઇ દેખૈયા, કિશોરભાઇ પંચાસરા, કૃણાલભાઇ ગોસ્વામી, હર્ષાબેન ગઢવી,  બંસરી મ્યુઝીકલ ગ્રુપ સાથે એક લાખ વોટની અદ્યતન સાઉન્ડ સીસ્ટીમ તથા ચાર હજાર ખેલૈયાઓ રમી શકે તેવા વિશાળ ગ્રાઉન્ડમાં રાસની રમઝટ બોલાવશે.

આ આયોજનને સફળ બનાવવા માટે આયોજક હરેશભાઇ પરસોંડા- એડવોકેટ, ભરતભાઇ પંચાસરા, દિપકભાઇ માનસુરીયા, આશિષભાઇ ડાભી, જીતુભાઇ વઢરકિયા, વિજયભાઇ મેથાણીયા, દેવાભાઇ કોરડીયા, ચેતનભાઇ મારસુણીયા, નિલેશભાઇ ડેડાણીયા, ભરતભાઇ બાળોન્દ્રા તેમજ સ્પંદન રાસોત્સવ સમીતીના તમામ કાર્યકર ભાઇઓ છેલ્લા ત્રણ માસથી સખત મહેનત કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ કુંવરજીભાઇ બાવળીયા, દેવજીભાઇ ફતેપરા, ડો. મહેન્દ્રભાઇ મુંજપરા, પરસોતમભાઇ સાબરીયા, દિનેશભાઇ મકવાણા, વિરજીભાઇ સનુરા, દિલીપભાઇ ત્રિવેદી, બાબુભાઇ ઉધરેજા, નટુભાઇ કુંવરીયા, મનસુખભાઇ મેથાણીયા, ગોરધનભાઇ જાખેલીયા, ધર્મેશભાઇ જંજવાડીયા, છોટુભાઇ પરસોંડા સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વધુમાં વધુ સમાજના લોકો રાસોત્સવમાં જોડાઇ તે માટે આયોજકો ‘અબતક’ના આંગણે પધાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.