Abtak Media Google News

સોશ્યલ મિડીયામાં મુકેલી પોસ્ટના આધારે પોલીસે મહિલા પગલુ ભરે તે પહેલા કર્યું કાઉન્સેલીંગ

 

મોરબીનાં સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં સી ટીમ કાર્યરત હોય. તાજેતરમાં જ સી ટીમ દ્વારા એક મહિલાનો જીવ બચાવવામાં આવ્યો હતો. ફેસબુકમાં આત્મહત્યા બાબતેની પોસ્ટ કરનાર મહિલાનાં ઘરનું એડ્રેસ મેળવી મહિલાની મુલાકાત લઈ તેને આ પગલું ભરવાથી રોકી તેને જરૂરી માર્ગદર્શન આપી અને તેને હિંમતભેર આગળનું જીવન જીવવા હિમ્મત પુરી પાડી હતી.

મળતી માહિતી અનુસાર,  ક મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.એ.દેકાવાડીયાને સોશ્યલ મિડીયાના માધ્યમથી એક મેસેજ મળ્યો હતો. જેમાં એક મહિલાએ આત્મહત્યાનું પગલુ ભરવા જણાવેલ હતું, તેમજ મેસેજમાંથી તે મહિલાના મોબાઇલ નંબર મેળવી તે મહિલાનું સરનામું મેળવી તાત્કાલીક મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સી ટીમ તથા એલઆઇબી શાખાના કામ કરતા સભ્યોને સુચના કરી અને મહિલાને શોધી જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા સમજ કરવા સુચના કરતા તાત્કાલીક મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે મહિલાનું ઘર શોધી અને મહિલાને રૂબરૂ મળી હતી.

તે મહિલા લાંબા સમયથી બિમાર છે જેનાથી તે કંટાળી ગઈ હોવાથી ફેસબુકમાં આત્મહત્યા બાબતેની પોસ્ટ કરેલ હતી. જોકે બાદમાં તે પોસ્ટ ડીલીટ કરી નાખેલ હતી.ત્યારે મોરબી સીટી બી ડીવી પોલીસના કાઉન્સીલીંગ બાદ મહિલાએ તેના પરીવારના સભ્યોની હાજરીમાં આવુ પગલુ નહીં ભરે તેમ અને હિંમતભેર આગળનું જીવન જીવવાની ખાતરી આપેલ હતી.

આમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસની સી ટીમની સમય સુચકતાના લીધે એક માનવ જીવન બચાવવામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સી ટીમને સફળતા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.