Abtak Media Google News

સર્વોદય સેક્ધડરી સ્કૂલનીઐતિહાસિક સિધ્ધિ સીએ ફાઈનલમાં વિદ્યાર્થીનો એઆઈઆર -39 રેન્ક

‘ભાર વગરનું ભણતર’એ સૂત્રને સાર્થક કરી શિક્ષણ સાથે કેળવણીને આપવા કટિબધ્ધ સર્વોદય સ્કૂલે ફરી ઐતિહાસીક કહી શકાય એવી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. અતિકઠીન ગણાતી સી.એ. ફાઈનલ 2020-21ની પરીક્ષામાં પંચાસરા કેવીને અતિમહેનત માગી લે તેવી સીએની પરીક્ષા પાસ કરી જવલંત સફળતા મેળવી છે. આ પરીક્ષા કુલ 19284 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 2790 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉતિર્ણ થયા છે. તેમજ અમારી શાળાના વિદ્યાર્થી પંચાસરા કેવીને એઆઈઆર 39 રેન્ક મેળવી શાળા પરિવાર તથા માતા પિતાનું ગૌરવ વધાર્યું છે.

ત્યારે સંસ્થાના સંસ્થાપક ભરતભાઈ ગાજીપરા, આચાર્યા ગીતાબેન ગાજીપરા, ટ્રસ્ટી અક્ષભાઈ ગાજીપરાએ તથા વિભાગીય વડા નિતેષભાઈ જાદવ સહિત શાળા પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.