Abtak Media Google News

6 ફેબુઆરીએ દેશભરના રાજય, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ચકકાજામ કરવાની ખેડૂત સંગઠનોની ચીમકી

બજેટની કૃષિ સંલગ્ન જાહેરાતો પર હકારાત્મક વિચારી આંદોલન સમેટવાની કૃષિમંત્રી તોમરની ખેડૂતોને ફરી અપીલ

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કુલ બજેટમાં કૃષિનો હિસ્સો ઘટતા આંદોલનકારીઓના સરકાર પર આકરા પ્રહાર

નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 70 દિવસથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યો છે. નવું કૃષિ બીલ પાછું ઠેલાય એ માંગ સાથે અડગ છે તો બીજી બાજુ નવા ખેતકાયદા પાછા ઠેલવવાનું સરકારના હાથમાં પણ ન રહેતા મડાગાંઠ યથાવત છે. 26મીએ ગણતંત્રના દીને જ દિલ્હીમાં ટેકટર રેલીમાં ત્રિરંગાનું અપમાન અને મોટી હિંસા ભડકતા અંધાધૂંધી સર્જાઇ હતી ત્યારે હવે, આગામી 6 ફેબુઆરીઓ બપોરના 12 વાગ્યાથી લઇ 3 વાગ્યા સુધી દેશભરમાં “ચકકાજામ” કરવાની જાહેરાત કરી છે. ગઇકાલે રજુ થયેલા કેન્દ્રિય બજેટમાં ખેડૂતોને ઘણી જાહેરાતો કરવામાં આવી છે. હિતલથી અને આ થકી પરોક્ષપણે ખેડૂતોને રીઝવવાનો પ્રયાસ કરાયો છે. પરંતુ તેમ છતાં આંદોલનકારીઓ આ જોગવાઇ નહી પણ નવા કૃષિ સુધારા પાછા ખેંચો તે જ માંગ સાથે અડગ રહ્યા છે અને બજેટની જોગવાઇઓને અવગણી ‘ચકકાજામ’ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.

ગઇકાલે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે બજેટ સેશનબાદ ખેડૂતલક્ષી જોગવાઇઓને ગણાવતા સરકાર પ્રત્યે હકારાત્મક રૂખ રાખી આંદોલન સમેટવા અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતુ કે, બજેટમાં કરવામાં આવેલી કૃષિ જાહેરાતો પરથીએ સાબિત થાય છે કે, સરકાર પણ એપીએનસીની તરફેણમાં છે. ટેકાના ભાવ ચાલુ જ રહેશે. અમારી સરકાર ખેડૂત વિરોધી નથી. નવા કૃષિ કાયદાથી ખેડૂતોનો ઉદ્દાર થશે. કેન્દ્રિય બજેટમાં એપીએમસીને આધુનિક કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. જેનાથી ખેત સુવિધાનું માળખું વધુ મજબુત અને અત્યાધુનિક બનશે. વર્ષ 2013-14ની સરખામણીએ એમએસપીના ભાવ સતત વધ્યા છે. ઉલ્લેખનીય છે કે કૃષિ ક્ષેત્ર માટે વર્ષ 2020-21ના બજેટમાં 1.54 લાખ કરોડ ફાળવાયા હતા જે મદદ અંશે ઘટાડો વર્ષ 2021-22ના બજેટમાં 1.48 લાખ કરોડ કરાયા છે.

આ વખતેના બજેટમાં કૃષિનો સરેરાશ હિસ્સો ઘટતા આંદોલન કારીઓએ આ મુદ્દો પણ ન છોડી સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. સંયુકત કિસાન મોરચા, જય કિશાન આંદોલન સહિતના સંગઠનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી બજેટને લઇ નારાજગી વ્યત કરી હતી. ખેડૂત નેતા યોગેનુ યાદવે જણાવ્યું કે, ગત વર્ષે કુલ બજેટના 5.1 ટકા હિસ્સો ઘટાડી 4.3 ટકા કરી દેવાયો છે. બજેટની જોગવાઇઓથી અમને કોઇ લાભ થવાનો નથી. જયા સુધી કૃષિ કાયદા પાછા નહી ઠેલાય ત્યાં સુધી હરીશું નહી તેમ જણાવી 6 ફેબુઆરીએ દેશભરના રાજય અને રાષ્ટ્રીય મોર્નોપર ચકકાજામ કરવાની જાહેરાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.