Abtak Media Google News

આગામી મે માસમાં લેવાનારી સીએની પરીક્ષા મોકુફ રહ્યાના સોશ્યલ મીડયિામાં વાઇરલ થઇ રહેલા સંદેશો સામે ઇન્સ્ટીટયુટની સ્પષ્ટતા

વિશ્ર્વભરમાં  હાહાકાર મચાવનારો કોરોના વાઇરસ હવે ભારતમાં પણ ફેલાઇ રહ્યાો છે. જેને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા અગમચેતીના ભાગરૂપે દેશભરમાં ર૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે આ લોકડાઉનના પગલે મોટાભાગની રાજય સરકારો દ્વારા જેમના રાજયમાં વિવિધ પરિક્ષાઓ રદ કરી નાખી છે કેન્દ્ર સરકાર દ્વારા જેઇઇ મેઇન્સ સહિતની પરિક્ષા પણ મોકુફ રાખવામાં આવી છે  ત્યારે સી.એ.ની આગામી મે માસમાં યોજાનારી પરિક્ષા મુલત્વી રાખવામાં આવી હોવાના સમાચારો દેશભરના સોશિયલ મીડિયામાં ઝડપભેર વાઇરલ થઇ રહ્યા છે. જેને લઇને પરિક્ષાર્થીઓમાં ગેરસમજ ના ફેલાય તે માટે આ પરિક્ષા લેનારી ઇન્સ્ટીટયુટે આ સમાચારોને ખોટા ગણાવીને હાલમાં સીએની પરિક્ષા મોકુફ રાખવાનો નિર્ણય કરાયો નથી તેમ સ્પષ્ટતા કરી હતી.

દેશમાં સી.એ. ની પરિક્ષા ધ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટસ ઓફ ઇન્ડીયા દ્વારા દર વર્ષે લેવામાં આવે છે આ પરીક્ષામાં દેશભરમાં લાખો પરિક્ષાર્થીઓ બેસે છે જેમાંથી માત્ર હજારો પરિક્ષાર્થીઓ જ સફળતા મેળવી શકે છે. આવી અતિ અધરી ગણાતી પરિક્ષામાં સફળતા માટે પરિક્ષાર્થીઓ વર્ષભેર ભારે મહેનત કરી છે. તાજેતરમાં લોકડાઉનના પગલે દેશભરમાં વિવિધ પરિક્ષાઓ રદ કે મુલત્વી રાખવામાં આવી રહી છે જેના પગલે અમુક લોકોએ આગામી મે માસમાં યોજાનારી સી.એ. ની પરિક્ષા મુલત્વી રાખવામાં આવ્યાની વિગતો સોશ્યલ મીડિયામાં વાઇરલ કરી હતી જેના પગલે દેશભરમાંથી આ પરિક્ષા આપનારા પરિક્ષાર્થીઓમાં નવા ટાઇમ ટેબલ માટે ઇન્સ્ટીટયુટમાં પુછપચ્છ નો મારો ચાલ્યો હતો.

જેથી, ઇન્સ્ટીટયુટ દ્વારા પરિક્ષાર્થીઓમાં ગેરસમજ વધારે ન ફેલાય તે માટે સ્પષ્ટતા કરી હતી કે હાલમાં ઇન્સ્ટીટયુટ દ્વારા સીએની પરિક્ષા

મુલત્વી રાખવા અંગેનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી જે સમાચારો સોશ્યલ મિડિયામાં ફેલાઇ રહ્યા છે તે સમાચારો ખોટા હોવાનું જણાવ્યું હતું આઇસીએઆઇએ સી.એ. ના અનેક પરિક્ષાર્થીઓની ટવીટર પર સતત પુછપરછના પગલે આ સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે કે સી.એ. ના પરિક્ષાર્થીઓને ઇન્સ્ટીટયુટ દ્વારા આ અંગે કોઇ નિર્ણય લેવાશે તો વિધિવત રીતે જાણ કરવામાં આવશે. સોશ્યલ મીડીયામાં ચાલતા આવા ખોટા સમાચારોથી પરિક્ષાર્થીઓએ પ્રેશવવું નહિં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.