Abtak Media Google News

ગીરીરાજ હોસ્પિટલના સ્પાઈન સર્જન ડો.અંકુર પાંચાણીએ કરોડરજજુને લગતી વિવિધ સમસ્યાના ઉકેલ આપ્યા

અબતક હેલ્થ-વેલ્થ અંતર્ગત ગીરીરાજ હોસ્પિટલના બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન ડો.અંકુર પાંચાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્પાઈનમાં થતા રોગો તથા સ્પાઈનનું જતન કંઈ રીતે કરવું તેના પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

પ્રશ્ર્ન:- સ્પાઈન શું છે ?

જવાબ:- સ્પાઈન શરીરનું ખુબ જ મહત્વનું અંગ છે. સામાન્ય રીતે આપણા શરીરને આકાર, સપોર્ટ અને નેચરલ બેલેન્સ આપતું હોય છે. સામાન્ય રીતે મણકા અને ગાદિના સમુહને સ્પાઈન કહેવામાં આવે છે. સ્પાઈનનું કામ વ્યકિતને ઉભા રહેવા માટે, બેસવા માટે, ચાલવા માટેનું હોય છે. આપણા શરીરમાં આપણે વજન ઉપાડીએ તે સ્પાઈન પર આધારીત હોય છે. કરોડરજજુને સલામતી સ્પાઈન આપતું હોય છે. કારણકે કરોડરજુ આપણે ચાલવા માટે ખુબ જ જરૂરી છે અને કરોડરજુની સલામતી સ્પાઈન પર આધારીત છે. માટે સ્પાઈનની કાળજી કરવી ખુબ જ જરૂરી છે. જો કરોડરજુ ડેમેજ થાય તો શરીર ચાલે નહીં.

પ્રશ્ર્ન:- મહિલાઓમાં સાયટિકાની અસરો વધારે જોવા મળે છે તેનું કારણ શું ?

જવાબ:- સાયટિકાએ સ્પાઈન સાથે સંકળાયેલ નથી. સાયટિકા એટલે સિયાટિક નવ. સિયાટિક નવ પર જયારે પ્રેસર થતું હોય છે ત્યારે તેને સાયટિકા કહેવામાં આવે છે. મહિલાઓમાં જયારે પ્રેગનેન્સીનો સમય હોય છે ત્યારે ગર્ભાશયની કોથળી એકસપાન્ડ થાય ત્યારે એ કોથળી એકસપાન્ડ થાય ત્યારે એ કોથળી સિયાટિક નવ ઉપર કમ્પ્રેશન કરે છે ત્યારે જે દર્દ થાય તેને સાયટિકા કહેવામાં આવે છે તો ગર્ભાવસ્થામાં આ વસ્તુ જોવા મળે છે. આ ઉપરાંત ૪૦ થી ૪૫ વર્ષની ઉંમરની મહિલાઓમાં પણ સાયટિકા જોવા મળે છે જેનું કારણ હાર્મોનલ ચેન્જીસ છે. આ ઉપરાંત અમુક ઉંમર બાદ મણકામાં પોલાણ, કેલ્શિયમની કમીના કારણે નસ પર દબાણ થતું હોય છે.

પ્રશ્ર્ન:- સ્પાઈનની તંદુરસ્તી માટે કેવો ખોરાક લેવો જોઈએ ?

જવાબ:- જેમ-જેમ ઉંમર વધતી હોય છે તેમ કેલ્શીયમ અને વિટામીન ડીની ઉણપ જોવા મળતી હોય છે તેથી રૂટિન લાઈફમાં કેલ્શીયમ અને વિટામીન ટી વાળો ખોરાક લેવો જોઈએ જેના લીધે હાડકાને મજબુત રાખી શકાય. માત્ર સ્પાઈન માટે નહીં પરંતુ શરીરના તમામ હાડકા માટે કેલ્શીયમ અને વિટામીન ડી ખુબ જ જરૂરી છે.

પ્રશ્ર્ન:- હાલમાં સ્પાઈનને લઈ કેવી કેવી સમસ્યાઓ જોવા મળે છે ?

જવાબ:- હાલમાં સ્પાઈનને લઈ ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. એક તો ઉંમર પ્રમાણે ગાદિનું ઘસાણ મણકાનું ઘસાણના કારણે નસ પર દબાણ થતુ હોય છે તો આને ડિજનરેટીવ સ્પાઈન ડીસીઝ કહેવાય. આપણા રાષ્ટ્રમાં ટીબીની બિમારી પણ સામાન્ય છે તો ટીબી સ્પાઈન પણ ખુબ જ સામાન્ય છે. આ ઉપરાંત સ્પાઈન કે સ્પાઈમલ કોડનું ટયુમર હોય તો તે ઘસારો કરી સ્પાઈનને નુકસાન પહોંચાડે છે. શરીરમાં સાંધા છે તેમ સ્પાઈનમાં પણ સાંધા છે. તો સાંધાને લઈને કમરનો દુખાવો ડોકનો દુખાવો થતો હોય છે. આમ ઉપર મુજબના સામાન્ય સ્પાઈનને યતા રોગો છે. જે સામાન્ય લોકોમાં જોવા મળતા હોય છે.

પ્રશ્ર્ન:-સ્પાઈનને લગતા રોગો માટેની સર્જરી કંઈ કંઈ ?

જવાબ:- સૌપ્રથમ આપણે આપણી બેસવાની મુદ્રા, ચાલવાની મુદ્રા સુધારવી જોઈએ જેથી સ્પાઈનમાં પ્રશ્ર્નો જ ન ઉદભવે. આમ છતાં જો કોઈને સ્પાઈન ડિસીસ થાય તો તેનું નિરાકરણ છે. આ સર્જરીના બે ઉપાયો છે. ક્ધઝરવેટિવ મેનેજમેન્ટ અને સર્જીકલ મેનેજમેન્ટ. કન્ઝરવેટીવ એટલે દવા પી જે રોગ મટાવી શકાય અથવા તો કસરત પણ આનો જ ભાગ છે. અમુક સમયે કન્ઝરવેટિવ મેનેજમેન્ટ નિષ્ફળ થતું હોય છે. ગાદિ એકદમ બહાર આવી જાય. સર્જિકલ ઓપ્સન પસંદ કરવુ પડતું હોય છે. સર્જરી પણ ઘણા પ્રકારની હોય છે. જેમ કે ઓપન સ્પાઈન સર્જરી, મીનીમલ ઈનવેજીવ સ્પાઈન સર્જરી અને હાલમાં એડવાન્ડ એન્ડો સ્કોપીક સ્પાઈન સર્જરી છે.

પ્રશ્ર્ન: તણાવ અને ઉંમર સ્પાઈનને અસર કરે છે ?

જવાબ:- ખાસ તો હાલનું બેઠાળુ જીવન થઈ ગયું છે તો બેઠાળુ જીવન ટાળી હરતુ ફરતું રહેવું જોઈએ. જેથી સ્પાઈન ડિસીસ અટકાવી શકાય. આ ઉપરાંત સ્ટ્રેસથી બચવા અને સ્પાઈનની જાળવણી માટે દરરોજ યોગાસન કરવા જોઈએ.

પ્રશ્ર્ન:- સ્પાઈનને લગતા પ્રશ્ર્નો ઉદભવે જ નહીં તેના માટેના પ્રિવેન્શન શું ?

જવાબ:- ખાસ તો સંતુલિત આહાર ઉપરાંત બેસવાની મુદ્રા, ચાલવાની મુદ્રા, ઉભા રહેવાની મુદ્રા વ્યવસ્થિત રાખવી જોઈએ અને બેક સ્ટ્રેન્થની કસરત નિયમિતપણે કરતી રહેવી જોઈએ. વિટામીન અને કેલ્શીયમ પણ શરીર માટે ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત વજનવાળુ કામ પણ સંભાળીને કરવું જોઈએ.

એન્ડોસ્કોપીક સ્પાઈન સર્જરી

એન્ડોસ્કોપીક સ્પાઈન સર્જરી અત્યારની લેટેસ્ટ સર્જરી છે. જે એન્ડોસ્કોપ (દુરબીન) વડે થતી હોય છે. આ સર્જરીમાં નાનો એવો કાપો મુકી સર્જરી કરવામાં આવે છે. આ સર્જરીમાં ટયુબ્યુલર રિટ્રેડર અને ડાયલેટર્સનો ઉપયોગ થતો હોય છે. આ સર્જરી પણ ઓછા કાપાથી સરળતાથી ગાદી પરનું દબાણ હટાવી દેવામાં આવે છે. ઉપરાંત સૌથી મહત્વની વસ્તુ એ છે કે સર્જરી દરમિયાન એનેશયેશિયા આપવાનું હોય છે ત્યારે એન્ડોસ્કોપીક સ્પાઈન સર્જરીમાં લોકલ એનેશપેશિયા આપવામાં આવે છે. સવિશેષ બ્લડ લોશ પણ મીનીમમ થતું હોય છે. આ સર્જરીના ફાયદો એ છે કે ઓપરેશનનો સમય ઘટી જાય છે. આજુબાજુની માસ પેસીઓને નુકસાન થતું નથી. હોસ્પિટલમાં રોકાણ ઘટી જાય છે. ઉપરાંત પ્રેઈન મેનેજમેન્ટ માટેની દવાઓ પણ લેવી પડતી નથી અને ટાંકા પણ લેવા પડતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.