Abtak Media Google News

ફિઝીયોથેરાપીસ્ટ ડો. ગુનિત મોંગા ભાર્ગવા, આરસીઆરજી ગ્રેટર ગ્રુપના પ્રમુખ પૂર્વેશભાઈ કોટેચા અને સેક્રેટરી કુણાલ મહેતા સાથે ‘ભાંગરા યોગ’ના ક્ધસેપ્ટ અંગે ચાય પે ચર્ચા

હાલની જીવન શૈલી પ્રમાણે ખોરાક સાથે કસરતનું પણ એટલું જ મહત્વ આંકી શકાય કસરતનાં ઘણા ખરા પ્રકારો છે. જેમાનો એક પ્રકાર છે ‘યોગા’ યોગા વધારેમાં વધારે લોકો અપનાવી રહ્યા છષ. તેનું એક કારણ એ પણ છે કે બધી જ ઉંમરનાં લોકો આ કસરત કરી નિરોગી જીવન જીવી શકે છે. યોગા વિશે વધારે જાણકારી આપવા ‘ડો. ગુનિત મોંગા ભાર્ગવા’ અને સાથે ‘આર.સી.આર. જી.ગ્રેટર’ ગ્રુપના પ્રેસિડેન્ટ પૂર્વેશભાઈ કોટેચા અને સેક્રેટરી કુણાલ મહેતા ‘અબતક’ના મહેમાન બન્યા હતા.

ડો.ગુનિત યોગા ફેડરેશન ઓફ ઈન્ડિયાના એવોર્ડ વિનર છે. તેઓ એક સારા ઓથરની સાથે મોટીવેશનલ ટ્રેનર તરીકે પણ કાર્યરત છે. અત્યાર સુધીમાં ડો. ગુનીતે ત્રણ બુકસ પણ પ્રકાશિત કરી છે.

બાય પ્રોફેશન ડો.ગુનિત ફિઝીયોથેરાપીસ્ટ છે. એક ડોકટરના જીવનમાં શોખ કેળવવા માટે ખૂબજ ઓછો ટાઈમ બચતો હોય છે. પણ ડો. ગુનિત ને પૂછતા તેમણે જણાવ્યું કે આજકાલ લોકો કસરતથી બહુ જલ્દી કંટાળી જાય છે. તો એક ડોકટર તરીકે હું એવું કાંઈક અલગ કરૂ કે કસરત પ્રત્યે લોકોની રૂચી વધારી શકાય.

યોગાના પ્રકારો કેટલા?

યોગા વિશેની વધારે જાણકારી આપતા ડો. ગુનિતે જણાવ્યું કે યોગા હવે એક સામાન્ય પધ્ધતિથી જ નહૈ પણ બહુ બધા ઈનોવેશન સાથે થાય છે. અત્યારે ગરબા, યોગા, વોટર યોગા અને બધાથી સ્પેશ્યલ ભાંગરા યોગા લોકોમાં ખૂબ જ પ્રિય થઈ રહ્યા છે.

ભાંગરા યોગા શું છે?

ભાંગરા યોગા વિશે વધારે માહિતી આપતા ડો. ગુનિતે જણવ્યું કે ‘ફીટનેસ સાથે ફન’ લોકો સુધી પહોચે એ એમનો મુખ્ય હેતુ છે. આ કારણસર જ તેમને ભાંગરા યોગા ને લોકો સમક્ષ પહોચાડવાનો નિર્ણય કર્યો હતો. ભાંગરા યોગા એ એક ડાન્સનો જ પ્રકાર છે. જેમાં યોગાને ધ્યાનમાં રાખીને ભાંગરા સ્ટેપ્સ મ્યુઝીક સાથે શિખવવામાં આવે છે.

વજન ઘટાડવા માંગતા લોકો માટે કેવી રીતે ઉપયોગી?

ભાંગરા યોગા વિશે વધારે જણાવતાં ડો. ગુનિતે કહ્યું કે એક કલાકમાં એક હજાર કેલોરીઝ ભાંગરા યોગા દ્વારા આસાનીથી બર્ન કરી શકાય છે. વધુમાં જણાવતાં તેઓએ કહ્યું હતુ કે આજકાલ મહિલાઓમાં પાતળા દેખશવાની ઘેલછામાં ભોજન પ્રત્યે અણગમાનો અભિગમ તદન ખોટો છે. ભોજનનો ત્યાગ કરવાનાં બદલે યોગ્ય પ્રકારે કસરત કરીને વજન ઓછુ કરવું જોઈએ તેઓએ કહ્યું હતુ કે ખોટી પધ્ધતિથી ખોરાક ન લેવાથી જયારે વજન ઓછુ થશે ત્યારે ચહેરો તદન ફીકો લાગશે અને શરીર પણ સતત થાકનો અનુભવ કરશે. તો ભરપેટે ભોજન લેવું સાથે ચોકકસ પ્રકારે કસરત કરવી જેનાથી શરીરની સુંદરતા જાળવી શકાય.

શું અપૂરતું જ્ઞાન આ પ્રકારના યોગને થતા ફાયદા કરતા ગેરકાયદામાં ફેરવી શકે?

ડો.ગુનિતે ખાસ સૂચના દ્વારા જણાવાયું કે જયાં સુધી ચોકકસ પણે માર્ગદર્શન ન હોયં ત્યાં સુધી નિરિક્ષકની દેખરેખ વગર આપ્રકારના યોગાસનો કરવા ન જોઈએ નહીતો સાંધશના દુખાવા, ઢાકણી ખસી જવી વગેરે જેવી તકલીફો થઈ શકે છે. ડો.ગુનિતે જણાવ્યું કે એકવાર પૂરતું માર્ગદર્શન મેળવી લીધા પછી ઘરે રહીને તમારી જાતે પણ આ પ્રકારનાં યોગા કરી શકાય છે.

આર.સી.આર.જી. ગ્રેટર ગ્રુપનો સંદેશો

આર.સી.આર.જી. ગ્રુપનાં પ્રેસીડેન્ટ પૂર્વેશભાઈ કોટેચા અને સેક્રેટરી કુણાલભાઈ મહેતાએ જણાવ્યું હતુ કે અમારા ગ્રુપ દ્વારા દરેકનાં ઘરમાં સ્વાસ્થ્યને લગતી જાગૃતતા ફેલાવી શકીએ એ જ અમારા ગ્રુપનો મુખ્ય હેતુ છે. વધુમાં જણાવતાં તેઓએ કહ્યું હતુ કે માસીક ધર્મ દરમ્યાન સ્ત્રીઓ ને થતી સમસ્યાઓ માટે અત્યારે એક પ્રોજેકટ હાથ ધરાયો છે. જે બહુ જલ્દી અમે લોકો સમક્ષ રજૂઆત કરવાના છીએ.

આવી રીતે એક ખૂબજ રસપ્રદ ચર્ચા કરી અબતકનાં માધ્યમથીદરેકનાં ઘરમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા ફેલાઈ એવી આશા ડો. ગુનિત મોંગા અને પૂર્વેશભાઈ કોટેચા તથા કુણાલભાઈ મહેતાએ વ્યકત કરી હતી.

ભાંગરા યોગા: ફિટનેસ સાથે ફનનો નવતર પ્રયોગ

રોટરી કલબ ઓફ ગ્રેટર ગ્રુપ દ્વારા અનેરૂ આયોજન

Vlcsnap 2020 02 17 11H11M49S46

રાજકોટમાં આરસીઆરજી ગ્રેટર ગ્રુપ દ્વારા ભાંગરા યોગાનું આયોજન કરવામાં આવ્યું હતુ જે યોગાનો એક નવા જ અનુભવ બની રહ્યો ડો. ગુનિત મોગા ભાર્ગવા જે બાય પ્રોફેશનલ ફિઝીશિયન છે અને ‘નેશનલી અકેલઈમડ્ યોગા ટ્રેનર યોગા સ્પોર્ટસ ફેડરેશન ઓફ ઈન્ડિયા’ના એવોર્ડ વિજેતા પણ રહી ચૂકયા છે.

આજના યુગમાં કસરતનું ખૂબજ મહત્વ છે. કસરતમાં યોગાને લોકો ખૂબજ પસંદ કરી રહ્યા છે. રાજકોટ ‘આરસીઆરજી ગ્રેટર ગ્રુપ’ થકી ડો. ગુનિત મોંગા ભાર્ગવા પાસેથી રાજકોટના લોકોને ‘ભાંગરા -યોગ’ શિખવા મળ્યા. ગરા યોગા એ એક અલગ પ્રકારનાં યોગા છે. જેમાં ફીટનેશ સાથે ફર્ન પણ મળે છે. ભાંગરા યોગાને રાજકોટનાં લોકોએ ખૂબજ ઉત્સાહ પૂર્વક આવકાર્યું હતુ.

ડો. ગુનીત મોંગાએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, યોગને ઘણા લોકો કંટાળાજનક માનતા હોય છે. જયારે યુવાનોમા પણ આને લયને એટલી બધો ઉત્સાહ હોતો નથી. જયા સુધી કયાંક નવીન ન મળે યોગમાં તો લોકો આને લય ઉત્સાહી નહી થાય તે હેતુથી મેં યોગમાં નવીન શરૂઆત કરી છે. ભાંગરા યોગની શરૂઆત કરી છે.આમાં અમે નવા આસનો પણ ઉમેર્યા છે.સાથે લોકોને યોગ સાથે આનંદ કરી શકે એવી રીતે અમે આ ભાંગરા યોગનું નવીન નજરાણુ શરૂ કર્યું છે. માત્ર ભાંગરા યોગ જ નહિ અમે ગરબા યોગ, રાજસ્થાની ફલોક યોગથી પણ યોગા કરી છે. આવા નવા ઈનોવેશનથી અમે લોકોને યોગા તરફ વાળી રહ્યા છીએ. આની સાથે અમે ટ્રેડિશનલ યોગ પણ ચાલુ રાખવાનું કર્યંુ છે. યોગના વિવિધ પ્રકારથી આપણા શરીરમાં ખૂબજ મોટી માત્રામાં કેલેરી તેમજ ચરબીને ઓગાળી શકી છીએ. ભાંગરા યોગમાં જો ૧ કલાક નિયમિત કરવામાં આવે તો તેને ૧૦૦૦ કેલેરી શરીરમાંથી ઓગાળી શકી છીએ. યોગ કરવા માટે તમે કોઈ પણ સાત જગ્યા પર જય શકો છો ત્યારે ભાંગરા યોગ કરવા માટે કોઈ પણ નિષ્ણાંતનું યોગ્ય માર્ગદર્શન લેવું જરૂરી છે. જેથી તમારા શરીરમાં કોઈ અન્ય ઈજા ન થાય આવનારા દિવસોમાં અમે હજી યોગમાં કયાક અલગ અને નવીન લયને આવ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.