Abtak Media Google News

જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક કલેકટર, પ્રાંત અધિકારીઓની આયોજન ઘડવા સંદર્ભે બેઠક મળી

રાજકોટ શહેર-જિલ્લાના ૯ હજારથી વધુ સ્ટેમ્પ ડયુટીના પડતર કેસનાં નિકાલ કરવા ઝુંબેશ ચલાવવામાં આવનાર છે જે સંદર્ભે આજે અધિક જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારીઓની જિલ્લા સેવા સદન ખાતે બેઠક મળી હતી.

રાજકોટ શહેર-જિલ્લામાં સ્ટેમ્પ ડયુટીના કેસો મોટી સંખ્યામાં પડતર હાલતમાં છે. આવા કેસોનો નિકાલ કરવાની જિલ્લા વહીવટી તંત્રએ તૈયારી હા ધરી છે જે સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડયાની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારીઓ સો બેઠક યોજવામાં આવી હતી. જેમાં અન્વેષણ અધિકારી, જૂનાગઢનાં નાયબ નિયામકની પણ હાજરી રહી હતી.

રાજકોટમાં ગ્રામ્ય કક્ષાએ ૮૩૩૩ અને શહેરી કક્ષાએ ૧૪૦૦ કેસો વર્ષ ૨૦૧૧ પૂર્વેથી  પેન્ડીંગ હાલતમાં છે. આ કેસોનો નિકાલ કરવા હાલ વહીવટી તંત્ર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૯માં વહીવટી તંત્રએ સ્ટેમ્પ ડયુટીમાંથી  રૂ .૯૩૦ લાખની આવક કરી હતી. હાલ વર્ષ ૨૦૧૧ પૂર્વેથી સ્ટેમ્પ ડયુટીના જે કેસ પેન્ડીંગ હાલતમાં છે તેનો નિકાલ કરવા ઝુંબેશ ચલાવવાનો નિર્ણય લેવાયો છે જે માટે સ્ટેમ્પ ડયુટીના કેસોમાં નોટિસો ફટકારવાની કાર્યવાહી શરૂ  કરવા તજવીજ હાથ  ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.