Abtak Media Google News

સેન્ટ્રલ ઝોનમાં ૯૮૩૯, ઈસ્ટમાં ૭૦૯૬ અને વેસ્ટમાં ૨૭૦૦ મિલકતો લીંકઅપ વિહોણી

મહાપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા ગત નાણાકીય વર્ષમાં મિલકત વેરામાં કાર્પેટ એરીયા આધારીત પઘ્ધતિની અમલવારી કર્યાનાં દોઢ વર્ષ પછી પણ હજી શહેરમાં ૧૯,૬૩૫ મિલકતોનું લીંકઅપ બાકી છે જેનાં કારણે આ મિલકતનાં ધારકો વેરાવળતર અને વ્યાજમાફી જેવી યોજનાથી વંચિત રહ્યા છે. સૌથી વધુ વોર્ડ નં.૩માં ૩૦૬૫ મિલકતોનું લીંકઅપ બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે. ટેકસ બ્રાંચનાં સુત્રો હજી એવી ડંફાશો હાંકી રહ્યા છે કે આ મિલકતોનું લીંકઅપની કામગીરી ખુબ ઝડપથી પતાવી દેવાશે.

Advertisement

વોર્ડ વાઈઝ જોવામાં આવે તો સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નં.૩માં ૩૦૬૫, વોર્ડ નં.૭માં ૨૭૫૮, વોર્ડ નં.૧૩માં ૨૩૧૧, વોર્ડ નં.૧૪માં ૧૨૩ અને વોર્ડ નં.૧૭માં ૧૫૮૮, ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૪માં ૧૬૫૨, વોર્ડ નં.૫માં ૭૯, વોર્ડ નં.૬માં ૧૬૭૬, વોર્ડ નં.૧૫માં ૧૮૩૨, વોર્ડ નં.૧૬માં ૭૮૧ અને વોર્ડ નં.૧૮માં ૮૭૬ જયારે વેસ્ટ ઝોનમાં આવતાં વોર્ડ નં.૧માં ૧૦૫૫, વોર્ડ નં.૮માં ૯૫૫, વોર્ડ નં.૯માં માત્ર એક, વોર્ડ નં.૧૦માં ૯૨, વોર્ડ નં.૧૧માં ૮૪ અને વોર્ડ નં.૧૨માં ૫૧૩ સહિત કુલ ૧૯,૬૩૫ મિલકતોનું લીંકઅપ હજી બાકી છે. ગત વર્ષે આ સંખ્યા ૧.૨૦ લાખ જેવી હતી જેનાં કારણે આ લોકો વ્યાજમાફી કે વેરા વળતર યોજનાનો લાભ લઈ શકયા ન હતા. છેલ્લા દોઢ વર્ષમાં ૧ લાખ જેટલી મિલકતોનું લીંકઅપ કરી દેવામાં આવ્યું છે છતાં હજી ૧૯,૬૩૫ મિલકતો આજની તારીખે લીંકઅપવિહોણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.