Abtak Media Google News

આર.ટી.ઓ. તંત્ર દ્વારાવપરાયેલા વાહનો પર બીજી વખત વસુલાતા ટેકસ મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો

વાહન વ્યવહાર એટલે કે આર.ટી.ઓ. તંત્ર દ્વારા નવા વાહનોની નોંધણી કરતી સમયે લાઇફ ટાઇમ રોડ ટેકસ વસુલવામાં આવે છે. બાદમાં જયારે વપરાયેલું વાહન બીજાના નામે ટ્રાન્સફર કરવામાં આવે જયારે આર.ટી.ઓ. તંત્ર દ્વારા વાહન માલીકે ચુકવેલા લાઇફ ટાઇમ રોડ ટેકસનો ૧પ ટકા રકમ ટ્રાન્સફર ટેકસ વસુલવામાં આવે છે. પરંતુ સુરત આર.ટી.ઓ. કચેરીએ એક વાહનનો લાઇફ ટાઇમ ટેકસ ભરાઇ ગયા પછી વાહનની માલીકી ફરતા ફરી વખત લાઇફ ટાઇમ ટેકસ માંગ્યો હતો જેથી, જે સામે વાહન માલીકે ગુજરાત હાઇકોર્ટ દ્વાર ખટખટાવ્યા હતા. જેથી, હાઇકોર્ટ વાહન માલીકની તરફેણમાં ચૂકાદો આપીને વપરાયેલા વાહન પર ‘વન ટાઇમ ટેકસ’જે વસુલી શકાય તેમ સ્પષ્ટ કર્યુ છે.

ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ જે.બી. પારડીવાલા અને જસ્ટીસ બી.ડી. કારીયાની ખંડપીઠે આપેલા આ હુકમમાં સ્પષ્ટ કર્યુ છે કે એક વાહન પર લાઇફ ટાઇમ ટેકસ વસુલાઇ ગયો હોય તો આર.ટી.ઓ.  તંત્ર તેના પર ફરીથી લાઇફ ટાઇમ ટેકસ વસુલી શકે નહીં. આ કેસની વિગત જોઇએ તો સુરતના સતીષ નાયકા નામના વ્યકિતએ વર્ષ ૨૦૦૯માં  એચડીએફસી. બેંકમાંથી લોન પર કારની ખરીદી કરી હતી. નાયકા બેન્કના હપ્તા ભરવામાં અસમર્થન નીવડતા બેન્કે તેની કારને જપ્ત કરી હતી. જે બાદ બેન્કે આ કાર હરરાજી કરી હતી આ કારને ભાવેશ ધોળા નામના વ્યકિતએ બેન્ક પાસેથી હરરાજીમાંથી વેંચાતી લીધી હતી. જે બાદ, ધોલા પોતે ખરીદેલી કારની નોંધણી માટે સુરત આર.ટી.ઓ. કચેરીએ પહોચ્યા ત્યારે તેમની પાસેથી આર.ટી.ઓ. તંત્રએ બીજી વખત લાઇફ ટાઇમ ટેકસ માંગ્યો હતો.

આર.ટી.ઓ. અધિકારીઓએ એક જ વાહનનો બીજી વખત લાઇફ ટાઇમ ટેકસ માંગતી સમયે એવો દાવો કર્યો હતો કે નવા વાહન માલીકે વપરાયેલી કાર બેન્ક પાસેથી હરરાજીમાં લીધી છે. જેથી, તેમણે બીજી વખત લાઇફ ટાઇમ ટેકસ ભરવો જરુરી છે. જયાં સુધી તેઓ બીજી વખત લાઇફ ટાઇમ ટેકસ ન ભરે જયાં સુધી આ કાર તેમના નામે ચડાવવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી, આર.ટી.ઓ. તંત્રની બીજી વખત લાઇફ ટાઇમ ટેકસની માંગણીથી નારાજ અરજદાર વિજય ઘોલાએ ૨૦૧૧ માં ગુજરાતે હાઇકોર્ટમાં દાદ માંગી હતી. હાઇકોર્ટે વચગાળાના રસ્તા સ્વરુપે અરજદારને બીજી વખત લાઇફ ટાઇમ ટેકસ ચુકવવાનું જણાવીને આર.ટી.ઓ. તંત્રને આ કાર તેના નામે ચડાવવા આદેશ કર્યો હતો. જેથી, સુરત આર.ટી.ઓ. કચેરીએ બીજી વખત લાઇફ ટાઇમ ટેકસ વસુલીને નવા વાહન માલીક વિજય ઘોલાના નામે આ કાર ટ્રાન્સફર કરી હતી.

7537D2F3 3

દરમ્યાન રાજયના યુઝર્ડ કાર ડીલર્સ એસોસીએશને પણ અરજદાર ઘોલાના કેસમાં પક્ષકાર તરીકે જોડાઇને આર.ટી.આો. તંત્ર દ્વારા બીજી વખત ટેકસ વસુલવાની કાર્યવાહી નિયમો વિરુઘ્ધ હોવાનું ગણાવીને તેને રદ કરવા માંગ કરી હતી. જો કે વર્ષ ૨૦૧૭માં ગુજરાત હાઇકોર્ટ આ આર.ટી.ઓ. તંત્રની આ જોગવાઇને અટકાવવાનો ઇન્કાર કરતા જણાવ્યું હતું કે રાજય સરકાર વાહન માલીક પાસેથી લાઇફ

ટાઇમ ટેકસ સિવાયનો બીજો ટેકસ વસુલવાની કાયદેસરની યોગ્યતા ધરાવે છે.

તાજેતરમાં જસ્ટીમ પારડીવાલા અને કારીયાની ખંડપીઠે આ રીટનો ચૂકાદો આપતા સ્પષ્ટ કર્યુ છે. કે રાજય સરકારના વલણથી અમને ખાતરી નથી થતી કે અરજદાર ઘોલાએ વાહન બેન્ક હરાજી દ્વારા ખરીદ કર્યા બાદ બીજી વખત લાઇફ ટાઇમ ટેકસ ચુકવવા માટે જવાબદાર હોય.

હાઇકોર્ટે ગુજરાત મોટર વાહન કરવેરા અધિનિયમ અને સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ એકટ અંગે ચર્ચા કરતાં કહ્યું હતું કે આ અંગે કાયદાની કોઇ જોગવાઇ અમને ઘ્યાન દોરવામાં આવી નથી જેથી અમારો મત છે કે આર.ટી.ઓ. અધિકારીઓ અરજદારને ફરી એક વખત વન ટાઇન ટેકસ ભરવાનો આગ્રહ રાતે તે આ કિસ્સામાં યોગ્ય નથી તેમ ખંડપીઠે તેના ચૂકાદામાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.