Abtak Media Google News

એ સમયે વિશ્ર્વમાં પોલીઓની મહામારી દિનપ્રતિ દિન ફેલાતી જતી હતી. પોલીઓના કેસની સંખ્યા લાખોનો આંકડો વટાવી ગઇ હતી. આમાં મોટા ભાગે બાળકો પોલીઓના ઉપદ્રવમાં ઝડપાઇને કાંતો મૃત્યુ પામતા અથવા તો જે જીવી જતાં એ જીવનભર માટે શારીરિક રીતે વિકલાંગ બની જતાં હતાં.

Knowledge Corner Logo 4 4

આવા સંજોગોમાં એક અમેરિકન વૈજ્ઞાનિક ડો. જોનાસ સોકે પોલીઓ નાબુદી મોની રસી શોધી કાઢવાનું બીડું ઝડપ્યું. એણે આ રસી બનાવવા માટે ૧૯૪૭માં રીસર્ચ કામ શરી કરી દીધું અને આઠ વર્ષ સતત રાત દિન મન મુકીને રીસર્ચ અન પ્રયોગો કરીને ૧૯પપ માં આ ક્ષેત્રે પૂર્ણ સફળતા મેળવી જગતમાં એક મિરેકલ વર્કર તરીકેનું બિરૂદ મેળવ્યુ.

પોલીઓનું અંગ્રેજીમાં આખું નામ Poliomyelitis છે. આ એક એવી જાતનો વાયરસ છે જે ખાસ કરીને પ વર્ષથી નીચેના બાળકોને વધુ અસર કરતો હોય છે. એટલા માટે એને બાળક લકવો (Infantile Paralysis) કહેવામાં આવે છે. પોલીયોનો વાયરસ મો વાટે શરીરમાં દાખલ થાય છે અને હોજરીમાં જઇને લોહીમાંઅનેક ગણો વિસ્તાર પામીને શરીરની નસોના માળખા ઉપર હુમલો કરી શરીરના અંગોને શીથીલ અને નકામા બનાવી દે છે. આ વાયરસના ચેપનો ભોગ બનેલ બસોમાંથી એક બાળક જિંદગીભર પોલીઓનો શિકાર બની રહેતો હોય છે. એમાંથી ૫-૧૦ટકા બાળકો આ રોગમાં આ વાયરસથી શ્ર્વાસોશ્ર્વાસ તંત્ર નબળું પડી જતા મૃત્યુ પામે છે. આ વાયરસમાં બાળકને તાવ આવે માથાનો દુખાવો અને ઘણાને ઉલટીઓ થતીહોય છે.

જુદા જુદા પ્રયોગથી આ સાબિત થયું છે કે પોલીઓ માટે પોલીઓની રસી એ જ એક માત્ર અકસીર ઉપાય છે. એના સિવાય પોલીઓ બીજી કોઇ એલોપથી કે આયુર્વેદિક દવા કે અન્ય ઉપાયથી મટી ન શકે એવો ભયંકર વાયરસ છે. આ રસીનો જયારથી ઉપયોગ શરુ થયો ત્યાર પછી આજે વિશ્ર્વમાંથી નજીવા કેસો સિવાય પોલીઓ લગભગ નાબુદ થઇ ગયો છે એમ કહીએ તો ખોટું નથી.

પોલીઓ (બાળ લકવા) ની આ ચમત્કારીક રસીની શોધ ૧૯૫૪માં આ અમેરિકન વૈજ્ઞાનિક ડો. જોનાસ સોકએ કરી એ પહેલા એમણે પ્રાણીઓ- વાંદરાઓ ઉપર આ રસીના સફળતાપૂર્વક પ્રયોગો કર્યા હતા. એમાં સફળતા મળ્યા પછી માણસને આપવા માટેની રસી એમની લેબમાં એમણે વિકસાવી. શરુઆતમાં આ રસી લેવા કોઇ તૈયાર ન હતું એટલે એનું પહેલું ઇન્જેકશન પોતે લીધું અને પોતાના કુટુંબીજનો ને આપીને એની અજમાયશ કરી જોઇ હતી. એમની ઉપર આ રસીની કોઇ આડ અસર ન જણાતા એમણે તા.૧રમી એપ્રિલ ૧૯૫૫ના રોજ વિશ્ર્વમાં સંપૂર્ણ ખાતરીપૂર્વક જાહેર કર્યુ કે આ રસી લેવાથી ભવિષ્યમાં કોઇને પણ પોલીઓના ભયાનક વાયરસનો ભોગ બનવું નહી પડે.

આ રીતે ડો. જોનાસ સોકે વિશ્ર્વને પોલીયોની રસીની ભેટ ધરીને માનવ જાત ઉપર એક મોટો ઉપકાર કર્યો છે. ડો. શોકની વિશિષ્ઠતા એ હતી કે એમણે પોતે તનતોડ મહેનત કરીને શોધેલી આ અકસીર રસીના માટે કોઇ પેટન્ટ ન લીધા કે જેથી વિશ્ર્વભરમાં કોઇપણ દવા બનાવનારી કંપનીસરકારી નિયમોને આધીન રહીને એનું ઉત્પાદન છૂટથી કરી શકે. એમણે ઇચ્છયું હોત તો આ શોધમાંથી કરોડો ડોલર કમાઇ શકયા હોત પરંતુ આ માનવતાવાદી અમેરિક વૈજ્ઞાનિક એની શોધમાંથી એક ડોલરની પણ કમાણીની આશા રાખી નહી. એમને તો માત્ર પોલીઓ થતો રોકવા માટે વિશ્ર્વમાં મહત્તમ બાળકો આ રસી લે એમાં જ રસ હતો.

  • ડો. સોકે ૧૯૬૩માં શહેર સાન ડિયેગોમાં આવીને

આ સંસ્થાની મેડીકલ અને સાયન્ટીફીક રીચર્સ માટેનું મોટું જાણીતું કેન્દ્ર બની ગયું છે. ઘણા ઉગતા વૈજ્ઞાનિકો આ સંસ્થામાંથી પ્રાપ્ત કરેલ જ્ઞાનનો ઉપયોગ કરીને વિજ્ઞાનના ક્ષેત્રે અગત્યનું કાર્ય કરી રહ્યા છે. Salk Institute for Biological Studies, San Diegoવિશ્ર્વને પોલીઓમાંથી સંપૂર્ણ મુકિત અપાનવાર આ અમેરિકન વૈજ્ઞાનિક ડો. જોનાસ સોક અને એની અજોડ શોધને સલામ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.