Abtak Media Google News

Table of Contents

શપ વિધિ પૂર્ણ તાં જ યેદિયુરપ્પાએ ખેડૂતોના દેવા માફ કરી બદલીનો ઘાણવો કાઢયો

આજે સુપ્રીમ કોર્ટ સમક્ષ ભાજપે ટેકેદારોનું લીસ્ટ આપવું પડશે

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પૂર્ણ વા છતાં હજુ હાઈ વોલ્ટેજ ડ્રામાં સમાપ્ત વાનું નામ ની લઈ રહ્યો રાજયપાલ વજુભાઈ વાળાએ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપી ૧૫ દિવસમાં બહુમત સાબિત કરવાની મુદત આપતા આ મામલે કોંગ્રેસ અને જે.ડી.એસ. દ્વારા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવતા આજે કર્ણાટકના નવનિયુક્ત મુખ્યમંત્રી બી.એચ.યેદિયુરપ્પાએ સુપ્રિમ કોર્ટ સમક્ષ કાગળ ઉપર બહુમતિ સાબિત કરવી પડશે. જો કે અનિશ્ર્ચિતતાના ભાવી વચ્ચે યેદિયુરપ્પાએ ત્રીજી વખત શપ ગ્રહણ કર્યા બાદ તુરંત જ ખેડૂતોમાં દેવા માફ કરવાની જાહેરાતકરી ચાર આઈપીએસ ઓફિસરોની બદલી કરી નાંખતા આશ્ચર્ય સર્જાયું છે.

કર્ણાટક વિધાનસભા પરિણામો બાદ એક પણ પક્ષને સ્પષ્ટ બહુમત ની મળ્યો અને ૧૦૪ સભ્યો સો ભાજપ સૌી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યા બાદ કોંગ્રેસ અને જેડીએસએ પણ જોડાણ કરી સરકાર રચવા તૈયારી શરૂ રી હતી. ત્યાં જ રાજયપાલ વજુભાઈ વાળાએ સૌી મોટા પક્ષ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપી ૧૫ દિવસમાં બહુમત સાબીત કરવા મુદત આપતા આ મામલે કોંગ્રેસ અને જેડીએસએ અડધી રાત્રે સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટે શપવિધિ પર રોક લગાવવાની માંગ ફગાવી હતી તેમજ સાો સા આજે યેદિયુરપ્પા સરકારને પોતાની સો કેટલા ટેકેદારો છે તેનું લીસ્ટ આપવા ફરમાન કર્યું છે આ જોતા આજે મુખ્યમંત્રી તરીકે ત્રીજીવાર શપગ્રહણ કરનાર બી.એસ.યેદીયુરપ્પાએ કાગળ ઉપર પોતાની બહુમતિ સાબીત કરવી પડશે.

Advertisement

સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ એ.કે.સીરી, એસ.એ.બોબડે અને અશોક ભૂષણની સંયુકત બેંચે મોડી રાત્રે સુનાવણી હાથ ધરતા વહેલી સવાર સુધી બંને પક્ષને ધારદાર દલીલો ચાલુ રહી હતી. જો કે, સુપ્રિમ કોર્ટ દ્વારા આજે ભાજપના મુખ્યમંત્રી યેદિયુરપ્પાને કાગળ ઉપર બહુમત સાબીત કરવા ફરમાન કર્યું છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ અને જેડીએસના વકીલ અભિષેક મનુ સંઘવીએ ધારદાર દલીલો કરી ભાજપ દ્વારા ધારાસભ્યોની ખરીદ-વેંચાણની પણ આશંકા દર્શાવતા સુપ્રિમ કોર્ટ પણ આ મુદ્દાને ગંભીર ગણી ભાજપને તાકીદે ટેકેદારોનું લીસ્ટ સુપ્રત કરવા ફરમાન કર્યું છે.

હવે જોવું એ રહ્યું કે, છેલ્લા બે દિવસી કર્ણાટકમાં ચાલતા હાઈ વોલ્ટેજ ડ્રામામાં ભાજપની યેદિયુરપ્પા સરકાર કાગળ ઉપર બહુમત સાબિત કરી શકે છે કે અગાઉની જેમ શાસન મોરચો સંભાળવામાં નિષ્ફળ જાય છે.

દેશભરમાં કોંગ્રેસના  લોકશાહી બચાવો ધરણા

કર્ણાટકમાં ૧૦૪ સભ્યોના સંખ્યાબળ સો ભાજપે વગર બહુમતિએ સરકાર રચી નાખતા કોંગ્રેસે આ ઘટનાને લોકશાહિની હત્યા ગણાવી આજે સમગ્ર દેશમાં લોકશાહી બચાવોના સૂત્ર સો ધરણા યોજવામાં આવી રહ્યાં છે.

પ્રાપ્ત વિગતો મુજબ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ લોકશાહીના ઈતિહાસમાં કયારેય ન જોવા મળ્યું હોય તેવી પરિસ્થિતીમાં રાજયપાલ વજુભાઈ વાળાએ કોંગ્રેસ, જેડીએસના બહુમત ગઠબંધનને બદલે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપતા આ મામલે સુપ્રિમ કોર્ટમાં અડધી રાત્રે કાનૂની જંગ જામ્યો હતો. જેમાં સુપ્રિમે પણ સરકાર રચવા સામે સ્ટે આપવાની માંગ ફગાવી દેતા કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવોના સૂત્રો સાથે ભાજપ અને રાજયપાલના નિર્ણયના વિરોધમાં સમગ્ર દેશમાં ધરણા યોજવામાં આવ્યા છે.

શપથ લીધા પહેલા પક્ષાંતર ધારો લાગુ ન પડે

કર્ણાટકમાં સરકાર રચવાને લઈ સુપ્રિમ કોર્ટમાં અડધી રાત્રે જામેલા કાનૂની જંગમાં કોંગ્રેસ અને જેડીએસ તરફી સુપ્રિમ કોર્ટ સમક્ષ દલીલ કરતા જણાવ્યું હતું કે, ભાજપ પોતાની બહુમત સાબીત કરવા માટે ધારાસભ્યોને ખરીદી રહ્યું છે. આવા કિસ્સામાં જો અન્ય પક્ષના ધારાસભ્યો પક્ષાંતર કરી ભાજપને ટેકો આપે તો કાયદા મુજબ તેને પક્ષાંતર ધારો લાગુ પડે છે તો સામાપક્ષે પક્ષાંતર ધારા હેઠળ યેલા સંશોધનોને આધારરૂપે રજૂ કરી બે તૃતિયાંસ સભ્યોની બહુમતિથી સામૂહિક રીતે પક્ષાંતર કરવામાં આવે તો પક્ષાંતર ધારો લાગુ પડતો ન હોવાનો બચાવ કરવામાં આવ્યો હતો. દરમિયાન સુપ્રિમ કોર્ટે પણ શપગ્રહણ પૂર્વે જ કોઈ ચૂંટાયેલો ધારાસભ્ય પક્ષાંતર કરે તો પક્ષાંતર ધારો લાગુ ન પડતો હોવાનો નિર્દેશ આપ્યો હતો.

કર્ણાટકમાં હાલમાં ચાલી રહેલા બહુમત સાબિત કરવાના ડ્રામામાં ભાજપ અને કોંગ્રેસે પોત-પોતાના સભ્યોને અલગ અલગ જગ્યાએ મોકલી આપ્યા છે ત્યારે આજે સુપ્રિમ કોર્ટમાં ભાજપ દ્વારા પોતાની બહુમતિ સાબીત કરવા ટેકેદારોનું લીસ્ટ સુપ્રત કરવામાં આવનાર હોય. ભાજપના દિગ્ગજો આ તોડજોડના રાજકારણમાં કોંગ્રેસના સભ્યોને તોડશે કે જેડીએસના સભ્યોને તે તરફ સૌની મીટ મંડાઈ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.