Abtak Media Google News

ચોટીલાના પીપરાળી ગામમાં લીંબોડીની આડમાં થયેલું ગાંજાનું વાવેતર સુરેન્દ્રનગર એસઓજીએ પકડી પાડયું હતું. ૧૨૯ કિલો ગાંજા સાથે વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર ની એસ.ઓ.જી ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પીપરાળી ગામની સીમમાં પેટ્રોલિંગ દરમિયાન રાતના સમયે ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીપરાળી ગામ ની સીમ ના ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું પેટ્રોલીંગ દરમ્યાન જાણવા મળતા તાત્કાલિક પીપરાળી ગામ ની સીમ માં પહોંચી ખેતરોમાં તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી.પીપરાળી ગામ ના રહેવાસી અને પીપરાળી ગામમાં ખેતી કરતા ગોરધનભાઈ ના ખેતરમાં લીંબુના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનો ઘટક ફોટ થયોે હતો. એસ.ઓ.જી ની ટીમ તાત્કાલિક ગોરધનભાઈ અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે. આ વાવેતર તૈયાર થવામાં હોવાનું પણ ખેડૂતે જણાવ્યું હતું.

પીપરાળી ગામ થી આશરે ત્રણ કિલોમીટર આવેલી સીમમાં રાત્રી દરમિયાન આ કામગીરી કરાઇ હતી.

તૈયાર માલ લણાય એ પહેલા પોલીસ ત્રાટકી

ખેતરમા ઉગાડેલા ગાંજાનું વાવેતર વાઢવા મજૂરો બોલાવવામાં આવ્યા હતા અને તૈયાર માલ લણવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે વહેલી સવારે મળતી વિગત અનુસાર ૧૨૯ કિલો ગાંજો તૈયાર થયેલી હાલતમાં સુરેન્દ્રનગર એસ.ઓ.જી ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની ની કુલ કિંમત ૧૦.૩૨ લાખ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પહાડી વિસ્તારોમાં નશાકારક પદાર્થના વાવેતર ઝડપાવાનો સિલસિલો

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકા ની આજુ બાજુના ગ્રામ્ય અને પહાડી વિસ્તારોમાં નશાકારક પદાર્થ નું વાવેતર ઝડપાવાનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો છે છેલ્લા છ માસમાં ત્રીજી વખત સુરેન્દ્રનગર એસ.ઓ.જી અને લીમડી ડીવાયએસપી દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી નશાકારક પદાર્થ નું વાવેતર કરનાર ઈસમોની અટકાયત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.