Abtak Media Google News

રાજકોટમાં તપોવન સ્કૂલની બાજુમાં આવેલ એવરેસ્ટ હાઉસમાં એવરેસ્ટ સિક્યુરીટી નામની કંપની માણાવદર પંથકના મેર પિતા-પુત્ર સાથે તેના સગા ભાઈ અને ભાભીએ શરૂ કરી પિતા પુત્રના 50% ના 5,000 શેર જે દંપતીએ ખોટી સાયનો કરી ખીતા દસ્તાવેજો ઉભા કરી અને બોગસ શેર ટ્રાન્સફર ફોર્મ બનાવી પિતા-પુત્રના 5000 શેર આરોપીઓએ ચાઉ કરી જતા દંપતિ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

બનાવ અંગે માણાવદરના કોઠડી ગામે રહેતાં કેશવભાઈ દેવશીભાઈ મૂલીયાસિયા (ઉ.વ.57) એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેના નાના ભાઈ સાજન દેવશી મૂલીયાસિયા અને તેના પતિની વર્ષા સાજન મૂલીયાસિયાના નામ આપ્યા હતાં.જેમાં તેમને જણાવ્યું હતું કે, તેઓએ તેમના ભાઈ સાજન સાથે મળી વર્ષ 2003-04 માં એવરેસ્ટ હાઉસ ખાતે એવરેસ્ટ સિક્યુરીટી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી હતી.

દંપતીએ ખોટી સહી કરાવી ફરિયાદી પિતા-પૂત્રનો હિસ્સો ડુબાડી દઈ વિશ્વાસધાત કરતા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો

તપોવન સ્કૂલની બાજુમાં એવરેસ્ટ હાઉસમાં ડિજિટલ સિક્યુરીટી નામની કંપની શરૂ કર્યા બાદ દંપતીએ રંગ દેખાડ્યો

બાદમાં વર્ષ 2020 માં ફરિયાદીએ તેના પુત્રને આ કંપનીમાં ડાયરેક્ટર બનાવેલ હતો. તેમજ આ જ કંપનીમાં આરોપી સાજને તેની પત્ની વર્ષાને પણ કંપનીમાં ડાયરેક્ટર બનાવી હતી.જેમાં બંને ડાયરેક્ટરો પાસે કંપનીના 50% એટલે કે પાંચ પાંચ હજાર શેર નામે કરવામાં આવ્યા હતા.પરંતુ આરોપી સાજન અને તેની પત્ની વર્ષાએ સાથે મળી પૂર્વ આયોજિત કાવતરુ રચી એવરેસ્ટ સિક્યુરીટી કંપનીમાંથી ફરિયાદીના પુત્રનું ડાયરેક્ટર પદેથી રાજીનામામાં અપાવી ખોટી સહી કરાવી ખોટા દસ્તાવેજ બનાવી તેના મારફત બોગસ શેર ટ્રાન્સફર ફોર્મ બનાવી ફરિયાદીના 5000 શેર આરોપી વર્ષા મૂલીયાસિયાના નામે કરી લીધા હતા .

જેથી આ વિશેની માહિતી કેશવભાઈ મૂલીયાસિયાને કંપનીની વેબસાઈટ ચેક કરતા તેમાં તેના નામના શેર ન હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેને આ બાબતે દંપતિ સાથે વાત કરી હતી પરંતુ તેઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. જેથી  તેમને  રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમના ભાઈ ભાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે મામલે તાલુકા પોલીસ દ્વારા દંપતી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.જ્યારે આ વિશેની તપાસ પીએસઆઇ પી. પી.ચાવડાએ દ્વારા હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ફરિયાદીએ જણાવ્યું હતું કે તેના શેરની ફેસ વેલ્યુ રૂ.10 છે જેથી જો આ શેરની કિંમત આપવામાં આવે તો 5000 શેરના 50 હજાર રૂપિયા ગણવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.