Abtak Media Google News

હોસ્પિટલમાં ડોકટર, નર્સ અને અન્ય સ્ટાફ સાથે કિંમતી સમય પસાર કરી સ્વથ અને સુખી જીવન માટે આપ્યા આશિર્વાદ

કેથોલિક સીરો મલબર ધરમ સભાના ધાર્મિક વડા અને ધર્મગુરુ કાર્ડિનલ બિશપ જર્યોજ આલનચેરી ક્રાઇસ્ટ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. બિશપ જોશ ચિટુપરમબિલ અને બિશપ ગ્રેગરી પણ તેમની સાથે હોસ્પિટલમાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં હાજર તમામ સ્ટાફ, ડોકટરો, નર્સો અને બીજા બધાને મળ્યા  તેમણે દર્દીઓ સાથે થોડો કિંમતો સમય પસાર કર્યો અને તેમને સ્વસ્થ અને સુખી જીવન માટે આશીર્વાદ આપ્યા. તેમણે કહ્યું કે તેઓ હોસ્પિટલની પ્રગતિથી ખુબ જ ખુશ છે. તેમણે જણાવ્યું હતું કે ક્રાઇસ્ટ હોસ્પિટલ સમાજ અને સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો માટે જે સેવા આપી રહી છે તેનાથી તે ખરેખર પ્રભાવિત છે. તેમણે લોકોના કલ્યાણ માટે કાર્યરત રહેવા માટે હોસ્પિટલને વિશેષ આશીર્વાદ આપ્યા હતા. ક્રાઇસ્ટ હોસ્પિટલના ડિરેકટર ફાધર જોમોન થોમ્મના કહે છે કે અમે ખુબ જ ખુશ અને નસીબદાર છીએ કે તેમણે ક્રાઇસ્ટ હોસ્પિટલની મુલાકાત લીધી હતો. તેઓ કહે છે કે ક્રાઇસ્ટ હોસ્પિટલ હંમેશા તેમના સર્વોચ્ચ માર્ગદર્શન હેઠળ લોકોની સેવા કરશે.

Dsc4467 E1573564140780 Dsc4469 E1573564180247 Dsc4480 E1573564220409

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.