Abtak Media Google News

દૂનિયામાં 250 જેટલી વેકિસન બની રહી છે, જેમાંથી 30 વેકિસન પર ભારતની નજર છે, આપણા દેશમાં પણ પાંચ વેકિસનની ટ્રાયલ ચાલું છે આખા વિશ્ર્વમાં સૌથી વધુ રિકવરી રેટ ભારતનો છે

ભારતીય વૈજ્ઞાનિકો તથા વિવિધ ફાર્મા કંપની કોરોનાની રસી શોધવા દિવસ-રાત એક કરી રહ્યા છે. આપણા વડાપ્રધાન મોદીજીનું મિશન પણ કોરોના વેકિસન છે. ગત શનિવારે અમદાવાદ-હૈદરાબાદ અને પુનાની વિઝીટ લઇ વૈજ્ઞાનિકોની પીઠ થાબડી છે. તહેવારો બાદ બીજા ફેઝમાં

કોવિડ-19 ના કેસો અચાનક વધતા સરકારે પણે રાત્રી કરફયુ લાદવી છે પણ હજી લોકો સમજતાનથી, રાત્રીના હજી લોકો બહાર લટાર મારતા જોવા મળે છે. એક વાત ન ભૂલવી જોઇએ આ વાયરસે આપણી ઉનાળો-શિયાળો, ચોમાસું એમ ત્રણ ઋતુ જોઇ લીધી છે. વાતાવરણની અસર થતી નથી તેથી દરેક નાગરીકે તકેદારી રાખીને બચવું એ જ રામબાણ ઇલાજ છે.

કોરોનાને નાથવાનો એક માત્ર ઇલાજ વેકિસન છે. આખા દેશમાં ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. વાયરસના સ્વરૂપમાં બદલાવ આવવાથી તેને કળી શકાતો નથી. પ્રથમ તબકકાથી આપણે ઘણું શીખી ગયા છીએ, જેને કારણે બીજા ફેઝમાં કેસની સંખ્યા વધી છતાં મોતની સંખ્યા ઘટી છે. હજી કોરોના આપણી આસપાસ જ છે તે ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તેને લાગી શકે છે. તેના ઇન્ફેકશન વાળી વ્યકિતના કોન્ટેકમાં આવતાં તમામ લોકો પરિવારો ઝપટમાં આવી શકે છે માટે સાવચેત રહેવું જરુરી છે.

હાલના વાતાવરણમાં બાળકો શાળા બંધ હોવાથી અને મોટા સિનિયરો તકેદારી સાથે ઘેર રહેતા હોવાથી બચી શકે છે. પરંતુ સ્ત્રીવર્ગ સાથે યુવા વર્ગ હજી હવામાં ફરે છે. એને સમજવું જોઇએ કે એકવાર ફેફસામાઁ ઇન્ફેકશન લાગી ગયા બાદ કોઇ તેને બચાવી ન શકે, હજી  બધા કોરોનાને હળવાશથી લે છે. વૈશ્ર્વિકસ્તરે દરરોજ નવીનવી ગાઇડ લાઇન બહાર પડે છે. ગઇકાલે જ વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ અનેક દેશોને કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યા બાદ સાવચેત રહેવા તાકિદ કરી છે. કેસ ભલે ઘટે, પણ સાવધાની ઘટવા ન દેતા એમ જણાવેલ છે.

આપણા દેશ સિવાય અન્ય દેશોની પ્રજા પણ સાવધાનીમાં લાપરવાહી રાખતા જોવા મળતા અમુક દેશોમાં ફરી લોકડાઉન કે રાસ્ત્રી કરફર્યુ લાદવામાં આવ્યા છે. સંગઠનને જણાવેલ છે મહામારીને કાબૂ કરવા માટે લીધેલા પગલાથી સંક્રમણમાં ઘટાડો થયો છે. પણ હરખાઇ જવાની જરુર નથી ઉલ્ટાનું વધુ તકેદારી રાખવાની જરુર છે. આપણે લોકોડાઉન કરીને વાયરસની સાયકલ તોડી પણ ફરી સંક્રમણ વધતા ફરી લોકડાઉનની નોબત ન આવે તે જોવાની સૌની જવાબદારી છે.

હાલ આ મહામારીમાં છેલ્લા આંકડા મુજબ 6 કરોડને 1પ લાખને સંક્રમણ થયું છે. તે પૈકી 14.4 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. આજે વિશ્ર્વમાં 61,585,652 લોકો હજુ સંક્રમીત છે. મારે હવે જયાં સુધી રસી ન આવે ત્યાં સુધી તકેદારીમાં હેન્ડવોશ, સામાજીક અંતરને માસ્ક આ ત્રણ જ હથિયાર કોરોના સામે લડવા માટે આપણી પાસે છે એ ભૂલવું ન જોઇએ.

કોરોના વેકિસન હજી પણ ટ્રાયલબેઇઝ પર જ છે, હજી સ્વયંસેવકો ઉપર અખતરા થઇ રહ્યા છે. વિશ્ર્વ તમામ વેકિસનની વાત કરી એ તો 90 ટકા જેટલી સફળ રહી છે. આ કોરોના વિરોધી રસી શરીરમાં કેવા ઇન્ફેકશનો કે આડ અસર ઉભી કરે છે તે જોઇ રહ્યા છે. આપણે ર6 નવેમ્બર 2020 થી ટ્રાયલ શરુ કરી છે આગામી  વર્ષે એટલે 2021ના બીજા માસે આવવાની શકયતા છે. દુનિયામાં 250 જેટલીસ વેકિસન બની રહી છે. જેમાંથી 30 વેકિસન ઉપર ભારતની નજર છે. આપણાં દેશમાં પણ પાંચ વેકિસન ટ્રાયલ ચાલી રહી છે. માર્ચ-2021માં આવવાની શકયતા જોવાય રહી છે. આખા વિશ્ર્વની વાત જોઇએ તો સૌથી વધુ રિકવરી રેટ ભારતનો છે.

ભારતમાંં 90 લાખથી વધુ કેસોમાંથી 85 લાખ દર્દોઓ સાજા થઇ ગયા છે. હાલના અંદાજ મુજબ વેકિસનની કિંમત 1850 થી 2750 રૂયિપા રહેશે.

અન્ય દેશોની જેમ ભારતમાં પણ કોરોના વેકિસન મફત અપાશે. તો જ આપણે કોરોના ને નાથી શકીશું, ધારો કે કોરોના વેકિસન આવી ગયા પછી પણ કેટલો સમય માણસને બચાવી શકે તે સૌથી અગત્યની બાબત છે. એનિટ બોડી કોકટેલ એક વર્ષ સુધી કોરોના સંક્રમણથવા દેતું નથી એવો દાવો છે. આપણ આશા રાખીએ કે જે રસી આવે તે જીવનભર હોય અને આપણને કોરોનાથી મુકિત આપે તે જરૂરી છે.

બન્ને લોકો માસ્ક વગરના હોય ત્યારે 90 ટકા ખતરો વધે છે. એક પહેરે તો 30 ટકા ઘટી જાય છે. સામાજીક અંતર સાથે બન્ને માસ્ક પહેરેલા હોય તો ચેપ લાગતો જ નથી માટે આપણે આ નિયમ પાળવો જ પડશે, તમારું જીવન બચાવોને સાથે બીજાનું પણ બચાવો, નવી ગાઇડ લાઇન પ્રમાણે રેપિડ એન્ટિજન નેગેટીવ હોય તેવા સિમ્પ્ટોમેટીક દર્દીઓને આર.ટી. પી.સી. આર. ટેસ્ટ અવશ્ય કરાવવો જોઇએ જો આ બન્ને ટેસ્ટ નેગેટીવ આવે તો સ્વાઇન ફલુનો ટેસ્ટ કરાવવો જરુરી બને છે. માસ્ક પણ સારી કવોલીટી ના પહેરવા જરુરી છે. ચુન્નીનો છેડો કે રૂમાલ આડો રાખવાથી બચી નથી શકાતું એ વાત દરેકે જાણવા જેવી છે.

આપણાં દેશમાં સૌથી યુવા વર્ગ છે જો આ વર્ગ સક્રિય રીતે જાગૃત થશે અને બીજાને જાગૃત કરશે તો આપણને કોરોના વિરોધી લડાઇમાં સારા પરિણામો મળશે, મોઢા અને નાક વડે વાયરસ શરીરમાં દાખલ થતો હોવાથી માસ્ક બેસ્ટ કામ બચાવનું કરે છે. પોષ્ટિ આહાર સાથે હુંફાળુ પાણી પીવાની ટેવ રાખો, રોગ પ્રતિકારક શકિત પાવરફૂલ હોય તો બહુ વાંધો નથી આવતો

‘જન જાન જાગે…. કોરોના ભાગે”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.