Abtak Media Google News

રાજયમાં આ વર્ષે એરંડાનું વાવેતર ૧૩.૭ ટકા જેટલું ઘટતા પાકમાં ૨૨ ટકા જેટલો ઘટાડો થવાની સંભાવના

કહેવત છે કે જયાં ખરાબો કે બિનઉપજાવ જમીન હોય ત્યાં કોઈ પણ પાક ઉગતો નથી પરંતુ એરંડો એવું વાવેતર છે કે જે કોઈ પણ જમીનમાં ઉગે છે તેના પરથી કહેવત પડી નઉજ્જડ ગામમાં એરંડો પ્રધાનપ પરંતુ એરંડાના ઉત્પાદન ઘટવાની શકયતાને લઈ જાણે ઉજ્જડ ગામમાં પણ એરંડાએ પ્રધાનપદ ગુમાવવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે નબળા વાતાવરણ અને મંદી જેવા માહોલને કારણે ૨૦૧૮-૧૯માં ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન ૨૨ ટકા સુધીનું ઘટે તેવી શકયતાઓ છે.ગુજરાત સરકારના એસ્ટીમેટ મુજબ એરંડાના કુલ ઉત્પાદનમાં ૧૦ ટકાનો ઘટાડો થતાં ૫.૩૪ લાખ હેકટર સુધીના ક્ષેત્રફળને અસર કરશે. ઈન્ડિયન એગ્રીબિઝનેસ સીસ્યમના અભ્યાસ મુજબ સામે આવ્યું કે આ વર્ષે એરંડાનું ઉત્પાદન ઘટવાનું કારણ નબળુ વાતાવરણ અને પુરતા પ્રમાણમાં વરસાદની અછત છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એરંડાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.ગત વર્ષે પ્રતિ હેકટર ૨૦૨૯ કિલો એરંડાનું ઉત્પાદન નોંધાયું જેની સામે આ વર્ષે માત્ર ૧૭૫૧ પ્રતિ કિલો પ્રતિ હેકટર પાક રહ્યો હતો જેથી સ્પષ્ટ કહી શકાય કે એરંડા ઉત્પાદનમાં ૧૩.૭ ટકાનો ઘટાડો રહ્યો જેથી આ વર્ષે પણ નબળા વરસાદને લઈ પાક ઘટવાની શકયતા છે. આ વર્ષે ઉત્પાદન ૧૧.૨૬ લાખ ટન ઘટાડો થવાની શકયતાએ ગુજરાતમાં તેની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. ગુજરાત એરંડા ઉત્પાદનમાં ભારતનું સૌથી મોટુ ઉત્પાદન ધરાવતું રાજય છે ત્યારે પાક ઘટાડાની શકયતા સાથે ઉજ્જડ ગામમાં પણ એરંડાએ પ્રધાનપદ ગુમાવ્યા જેવો ઘાટ સર્જાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.