આકારણીમાં ફેસલેસ ‘મૂંઝવણો’ દૂર કરવા સીબીડીટીએ માર્ગદર્શિકા જાહેર !!!

લિટીગેસન સહિતના પ્રશ્ર્નોેનું આવશે નિરાકરણ, પારદર્શકતામાં થશે વધારો

આવકવેરા વિભાગની પ્રથમ પ્રાથમિકતા તે છે કે તેના કરતાઓને કોઈ પણ પ્રકારની હાલાકી કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ત્યારે આ વાતને ધ્યાને લઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા અનેકવિધ યોજનાઓને અમલી બનાવવામાં આવતી હોય છે ત્યારે બોર્ડ ડે ફેસલેસ એસસેસમેન્ટ ને લાગુ કર્યું હતું.

જેથી કરદાતાઓ નું આવન જાવન કચેરીમાં ઓછું થાય. વિભાગ પ્રત્યેનો જે હાવ હતો તેમાં પણ ઘટાડો જોવામાં આવે. પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે, ફેશલેશ એસેસમેન્ટમાં ઘર દાતાઓને ઘણી તકલીફ અને મૂંઝવણનો સામનો કરવો પડી રહ્યો છે અને લીટીગેશનના પ્રશ્નો પણ ખૂબ વધુ ઊભા થઈ રહ્યા છે જે ન થાય તેના માટે સીબીડીટી એ એક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે જે કરદાતાઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.

ફેસલેસ એસેસમેન્ટ સ્કીમનો મુખ્ય હેતુ એ હતો કે જે કરદાતાઓને દર્શકતા અંગેનો અભાવ જોવા મળતો હતો તે હવે જોવા નહીં મળે અને લીટીગેશનના પણ પ્રશ્નો સંપૂર્ણ રીતે હલ થશે. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જે બદલાવવામાં આવ્યો છે તેમાં તેમના દ્વારા કરદાતાઓની સાથે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ મંત્રણા કરવામાં આવી હતી અને ત્યારબાદ જ નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી.

બોર્ડ દ્વારા તે બદલાવ લાવવામાં આવ્યો છે તેનાથી ઘણા ખરા ફાયદા પણ જોવા મળશે અને લાભ કરતાં તાઓને ખૂબ સારી રીતે મળી શકશે. એટલું જ નહીં એસેસમેન્ટમાં જે સમય લાગતો હતો તેમાં પણ હવે ઘટાડો થશે અને તેમનો કેસ ક્યાં તબક્કામાં પહોંચ્યો છે તે અંગે પણ માહિતી કરદાતા મેળવી શકશે.

ફેશલેશ એસેસ્મેન્ટ જયારથી અમલી બન્યું હતું તે સમયથી જ કોઈકને કોઈક પ્રશ્ર્નો કરદાતાઓને ઉદભવિત થતા હતા જેમાં સૌથી મોટો પ્રશ્ર્ન લીટીગેશન અને ફિઝીકલ હિયરીંગનો હતો.

  • આવક કે નુકસાન  નક્કી કરતા પહેલા કરદાતાઓને ખુલાસાની તક આપવા આવશે
  • યુનિટ હેડની સમતી બાદ જ કરદાતાઓને નોટિસ પાઠવવામાં આવશે અને તેઓને તેનો જવાબ 15 દિવસમાં આપવા માટે સહુલત પણ અપાશે.
  • કરદાતાઓની અરજી મળ્યા બાદ બે થી ત્રણ દિવસમાં જ તેમનું પર્સનલ હીયરિંગ કરવા માટે બોર્ડએ તાકીદ કરી છે.
  • દરેક કેસની સમયમર્યાદા અને દરેક તાબકાની માહિતી કરદાતાઓને અપાશે
  • દરેક કેસની સમયમર્યાદા અને દરેક તાબકાની માહિતી કરદાતાઓને અપાશે
  • ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન શક્ય ન હોય તો જ ફિઝિકલ વેરિફિકેશન માટે કરદાતાઓને કહેવામાં આવશે.
  • શો કોઝ નોટિસ જે કરદાતાઓને આપવામાં આવે છે તે સંપૂર્ણ વિગત સાથે અપાશે. જેથી કોઈ પણ પ્રકારે તેઓને તકલીફ ઊભી ન થાય
  • ફિલ્ડ અધિકારીઓએ કરદાતાઓના કેસની આકરણી કરવા માટે હવે ફરજીયાત નોટિસ તેમના સંપર્ક સ્થળે પહોંચાડવાની રહેશે, સાથો સાથ ટેક્સ્ટ મેસેજ પણ કરવાનો રહેશે.