Abtak Media Google News

રાજકોટ સહિત દેશ વીદેશમાં આજે મધર્સ ડે ની ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ માતાના નામ પર કલંક લગાવતો એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જેમાં નિષ્ઠુર જનેતાએ માત્ર ત્રણ દિવસના નવજાત શિશુને સિવિલ હોસ્પિટલમાં તરછોડી દીધું હતું.

આ અંગેની મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રિના સિવિલ હોસ્પિટલના કે.ટી. ચિલ્ડ્રન વોર્ડમાં આવેલા અનામી પારણામાં ત્રણ દિવસનું નવજાત શિશુ મળી આવ્યું હતું આ માસુમ બાળકને કોઈ તર છોડીને જતું રહ્યું હોવાથી તબીબે માસુમ બાળકને એનઆઇસીયુ વોર્ડમાં દાખલ કરી તેની સારવાર શરૂ કરી હતી અને રીટ્રોગેટ એમએલસી કરાવી પોલીસમાં જાણ કરી હતી.

આજરોજ એક તરફ ઠેર ઠેર મધર્સ ડે ની ઉજવણી ચાલી રહી છે. તો બીજી તરફ કોઈ નિષ્ઠુર જનેતા પોતાના કાળજા સમાન બાળકને સિવિલમાં તરછોડીને જતું રહેતા તેના પર ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે. પ્રનગર પોલીસ મથકના સ્ટાફે આ અંગે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.