Abtak Media Google News

ગાંધીધામ, ડીસા અને વડોદરામાં પણ દરોડા પડ્યા : દેશમાં કુલ 15 સ્થળોએ CBI ત્રાટક્યું 

સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેકવિધ વિકાસ લક્ષી નિર્ણય લેવામાં આવેલા છે તેમાં સરકારે ખેડૂતો માટે ખાતરની નિકાસ અને તેના પર મળતી સબસિડીમાં રીતે મળી રહી છે કે કેમ તે અંગે પણ અનેકવિધ રીતે તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ આ  મુદ્દે ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સામે આવતા અને તે પણ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ના ભાઈ દ્વારા કરવામાં આવતા હોવાની જાણ થતાં જ સીબીઆઇની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઈની ટીમ દ્વારા જોધપુર સ્થિત ઘર સહિત ત્રણ રાજ્યોમાં 17 સ્થળો પર દરોડા પાડયા હતા. એટલુંજ નહીં 14 લોકો વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.

સીબીઆઈએ એફઆઈઆરમાં અગ્રસેન ગેહલોત સહિત 15 વ્યક્તિઓ અને કંપનીઓને આરોપી બનાવ્યા છે. સીબીઆઈના 60થી વધુ અધિકારીઓએ આ કેસમાં ગુજરાત, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં 17થી વધુ સ્થળો પર દરોડા પાડયા હતા. પાસ નો રેલો ગુજરાતના ડીસા,  ગાંધીધામ અને વડોદરા ખાતે પણ પહોંચ્યો હતો

સીબીઆઈએ કહ્યું કે, અગ્રસેન ગેહલોત ઉપરાંત એફઆઈઆરમાં દયાલ વોહરા, અમૃતલાલ બાંદી, બ્રિજેશ જયરામ નાથ, નિતિન કુમાર શાહ, સુનિલ શર્મા અને પ્રવીણ સરાફનો સમાવેશ થાય છે. સીબીઆઈએ કહ્યોં કે, આ કેસ પોટાશ મ્યુરેટ (એમઓપી)ની આયાતમાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે.  આશરે 80 ટકા સબસિડી ખેડૂતોમાં વહેંચવાની હતી હજુ તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો.

અગ્રસેન ગેહલોત સહિત અન્ય 15 લોકો પર આરોપ છે કે વર્ષ 2007-09 વચ્ચે ખેડૂતો માટે મંગાવાયેલા પોટાશ મ્યુરેટની દક્ષિણ પૂર્વ એશિયન દેશો, સાઉદી અરબ અને અન્ય બજારોમાં ’ઔદ્યોગિક સોલ્ટ’ના રૂપમાં નિકાસ કરી હતી. સીબીઆઈએ આરોપ મૂક્યો છે કે ખાતર પર સરકારી સબસિડી પણ સંબંધિત કંપનીઓ વચ્ચે નકલી લેવડ-દેવડના માધ્યમથી આરોપીઓને જ મળી હતી. આ તકે હજુ પણ અનેક વિવિધ નામો સામે આપવાની ચર્ચા થઈ રહી છે.

જય દ્વારા છે કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમાં એ વાતની સ્પષ્ટતા થઇ રહી છે કે ખેડૂતોને સરકાર દ્વારા અપાતી રસી ટકા સબસિડી આપવાની હતી પરંતુ હજુ સુધી તે સબસિડીનો એક હિસ્સો પણ જે ખેડૂતોને મળ્યો નથી અને બારોબાર જ આ અંગે ગેરરીતિ આચરવામાં આવેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.