Abtak Media Google News

પોરબંદરના છાયા ચોકીના ચાર રસ્તાથી લઇ ખીજડી પ્લોટ સુધીના રસ્તાનું ખાતમુર્હુત આજે આરોગ્ય મંત્રી અને પોરબંદર જિલ્લા પ્રભારી કિશોર કાનાણીના હસ્તે કરવામાં આવ્યું હતું રૂપિયા 12115291 ના ખર્ચે બનાવવામાં આવતો આ રોડ આશરે ત્રણ મહિનામાં તૈયાર થઇ જશે તેમ પાલિકાના ચીફ ઓફિસર આર જે હુદડે જણાવ્યું હતું

પોરબંદર માં છાયા ચોકી વિસ્તારથી ખીજડી પ્લોટ સુધીનો રસ્તો લાંબા સમયથી ભૂગર્ભ ગટરના કામ ચાલતા હોવાથી બિસમાર હાલતમાં હતો જયારે આજે સીસી રોડના ખાતે મુહૂર્તથી નાગરિકોમાં ખુશી છવાઈ હતી આ પ્રસંગે પોરબંદરના ધારા સભ્ય બાબુ ભાઈ બોખીરીયા ,છાયા નગરપાલિકાના જીવાભાઈ કોડીયાતર અને પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ભારતી બેન મોદી ,ચીફ ઓફિસર રુદ્રેસ હુદડ સહીત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.