Abtak Media Google News

6 કિલો ચરસનો જથ્થો દરિયાઈ માર્ગેથી ઘુસાડયાની શંકા

પોરબંદરના મોચા ખાતે એક શખ્સને દબોચી લઈ તપાસ કરતા એક વાડી માંથી દાટેલ સવા કિલો ચરસ તેમજ તપાસ કરતા દરિયા કિનારે જંગલ વિસ્તાર માંથી દાટેલ 4.75 કિલો ચરસ કબ્જે કર્યું હતું. જેમાં હાલ પોલીસે કુલ 6 કિલો ચરસ સાથે 4 શખ્સને ઝડપી લીધા છે અને દરિયાઇ માર્ગે ચરસની હેરફેર થતી હોવાની દિશામાં પોલીસે તપાસ આદરી છે.

વિગતો મુજબ પોરબંદરના એસઓજી ઇન્ચાર્જ પીઆઇ આર.કે. કાંબરિયાને મળેલ ચોક્કસ બાતમીના આધારે મોચા ગામે એસઓજી, એલસીબી ટીમ ત્રાટકી હતી અને આ ગામમાં રહેતા અરજન ગીરીના ઘરેથી તેને દબોચી લીધો હતો અને પુરછપરછ કરતા તેઓએ વાડીમાં ચરસ દાટેલ હોવાનું જણાવતા પોલીસે વાડી માંથી સવા કિલો ચરસ કબ્જે કર્યું હતું અને શખ્સની પુરછપરછ કરતા આ ચરસ આ ગામના ભરત ચાવડા આપી ગયો હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે તુરંત ભરત ચાવડાને પકડી તેની પુરછપરછ કરતા અન્ય ચરસનો જથ્થો દરિયા કિનારે જંગલ વિસ્તારમાં બાવળ નીચે સંતાડ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે સ્થળ પર પહોંચી 4.75 કિલો ચરસ કબ્જે કર્યું હતું તેમજ સંડોવાયેલ પ્રફુલ ચાવડા અને ભરત ચાવડા, માલદે ચાવડા સહિત 4 શખ્સને ઝડપી લઇ રૂ. 9 લાખનું ચરસ કબ્જે કર્યું છે. અને દરિયાઇ માર્ગેથી આ ચરસની હેરાફેરી થતી હોવાની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ચરસના તાર લંબાઈ તેવી શક્યતા રહેલ છે.

ઊલેખનીય છે કે,પોરબંદરના અને આસપાસના દરિયા કિનારેથી અગાઉ કોસ્ટગાર્ડ અને એટીએસ ટીમના સયુંકત ઓપરેશનમાં એકથી વધુ ઘટના માં કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડ્યા છે. આ ચરસ પ્રકરણમાં પણ દરિયા કિનારાનો ઉપયોગ થયો હોવાની સંભાવના નકારી શકાય નહિ. પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.