Abtak Media Google News

ચાંદીનો વેપાર કરતાં કિરીટભાઇ શાહ જે વડોદરાના નિજમપુરા વિસ્તારનાં રહેવાસી છે. જનક જ્વેલર્સ નામની દુકાનથી સોના-ચાંદી નો વેપાર કરે છે. બુધવારના દિવસે બપોરનાં સમયે નિધી જ્વેલર્સમાં સંદીપ ગાંધીને 10 કિલો ચાંદીના બે થેલા લઇ ચાંદીના દાગીના બતાવવા ગયા હતા.

Advertisement

બપોરે કોમ્પલેક્ષની બહાર તેઓ તેનાં એક્ટિવા પાર્ક કરતા હતાં, ત્યારે એક શખ્સે તેમને હાથ ઉંચો કરી બોલાવ્યો. જો કે પોતે ઓળખતા ના હોવાથી તેઓ આ શખ્સ પાસે ગયા ન હતા અને નિધી જ્વેલર્સમાં જતા રહ્યા. નિધી જ્વેલર્સે 500 ગ્રામ સાંકળા રાખ્યા હતા. અડધો કલાક બાદ તેઓ એક્ટિવા પાસે પરત ફર્યા ત્યારે તેમનું એક્ટિવાનાં ટાયરોમાં પંચર થયેલું જોવા મળ્યું હતું. જેથી હેતલ શાહે નિધી જ્વેલર્સના સંદીપભાઇને ફોન કરી પોતાના થેલા દુકાનમાં રાખવા જણાવ્યું હતું.

Classic Silver Jewelryજેથી નિધી જ્વાલર્સમાંથી મુકેશ પટેલ આવ્યા તેમજ હેતલ શાહ પાસેથી થેલા લઇને દુકાનમાં પરત આવ્યાં હતા. ત્યારે અગાઉ ઇશારો કરનારો શખ્સ મુકેશ પટેલનાં ખભા પર રહેલો થેલો આંચકી દોડતો રસ્તા પર આવ્યો અને અગાઉથી જ ત્યાં ઉભા રહેલા અન્ય શખ્સની બાઇક પર બેસી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનામાં અંદાજીત 4 કિલો ચાંદીની લૂંટ થઇ હતી.

ફરિયાદી હેતલ શાહે જણાવ્યુ હતું કે, લુટારૂ હાથમાંથી ચાર કિલો ચાંદી ભરેલો થેલો આંચકી લૂંટીને ભાગી ગયા હતાં. આ મામલે મેં નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.