Abtak Media Google News

રક્તદાન કેમ્પ, ગરીબોને કપડા વિતરણ, ક્વિઝ-વકતવ્ય જેવા કાર્યક્રમો યોજાયા: ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનના પુત્ર શિવરાજ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

સમગ્ર ભારતના ૫૬૨ દેશી રજવાડાઓને એકત્ર કરી જેમને લોખંડી પુરુષ તથા સરદાર જેવા અનેક વિશેષણો મેળવ્યા છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી  ખોડલધામ વિદ્યાર્થી સમીતી-કેડીવીએસ દ્વારા રાજકોટ ખાતે સમગ્ર દિવસ દરમ્યાન વિશિષ્ટ આયોજન કરાયું હતું.

ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-કેડીવીએસના રાજકોટમાં માયાણી નગર સ્થિત કાર્યાલયે સરદારની પ્રતીમાને ફૂલહાર કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સરદાર પટેલના જીવન પર રાજકોટના ખ્યાતનામ ડો.જયેશ ડોબરીયા તા આરજે જય સાકરીયા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

તથા હાજર સૌ કોઈએ સરદાર સાહેબના જીવનના ઉતમ ગુણને જીવનમાં અનુસરવા માટે શપથ પણ ગ્રહણ કર્યા હતા.ઉપરાંત કેડીવીએસ દ્વારા “સરદારને જાણો નામે એક ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું . સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતીએ રક્તદાન કેમ્પ ૧૪૩ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.Quiz On Sardar Patelત્યારબાદ સરદાર પટેલના જીવન પર બનેલી ફિલ્મ “સરદાર-ધ આયર્ન મેન નિહાળવા માટે પણ ઓડિટોરીયમ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૫૦૦થી વધુ લોકોએ આ ફિલ્મને નિહાળી હતી.ત્યારબાદ સમગ્ર રાજકોટના જુદા-જુદા વિસ્તારમાં વસતા ગરીબ પરીવારોને અંદાજે ૧૧૦૦૦ જેટલા કપડાંનું વિતરણ ઉપરાંત ૧૪૩ી વધુ પરીવારોને ની:શુલ્ક ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું ખોડલધામ વિદ્યાર્થી સમીતી -કેડીવીએસના પદર્શક પીએસઆઈ સંજય પાદરીયાના સંયુક્ત માર્ગદર્શન હેઠળ કેડીવીએસ ટીમ દ્વારા કરાયું હતું ઉપરાંત આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનના પુત્ર શિવરાજ પટેલની વિશેષ ઉપસ્થીતી રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.