Abtak Media Google News

જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની

કાર્યક્રમમાં કર્નલ તુષાર જોશી, કેપ્ટન જયદેવ જોશી સહિતના આર્મીમેન તથા શહેરના તમામ એનસીસી કેડેટ્સ હાજર રહ્યા

આજે મારવાડી યુનિવર્સિટી ખાતે કારગીલ વિજય દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કર્નલ તુષાર જોશીએ કારગીલની સમગ્ર સ્થિતિનું વર્ણન કર્યું હતુ તથા પાકિસ્તાનની ફોજ પર હિન્દુસ્તાની ફોજની વિજયગાથા જણાવી હતી. કાર્યક્રમમાં કર્નલ તુષાર જોશીએ તમામ એનસીસી કેડેટ્સ તથા મારવાડી યુનિ.ના યુવા વિદ્યાર્થીઓને ભારતીય સેનામાં જોડાવાની અપીલ કરી હતી તથા હાઉ વોઝ ધ જોશ પૂછીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે કેપ્ટન જયદેવ જોશીએ ભારતીય સેનાની મહત્વતા તથા ભારતીય સેનાના દરેક જવાનની મહત્વતા વર્ણવી હતી. તથા ભારતીય સેનાની કલ્પનાના ભારતના સપનાને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી.

Advertisement
Celebration-Of-Kargil-Vijay-Utsav-At-Marwari-University
celebration-of-kargil-vijay-utsav-at-marwari-university

ઉપરાંત આ તકે ભારતીય સેનામાં જોડાવાની સંપૂર્ણ વિગતો પણ આ કાર્યક્રમમાં વર્ણવાઈ હતી. કાર્યક્રમમાં કારગિલ દરમિયાન શહીદી વ્હોરનાર તમામ શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરતા તેમની વીરતાને યાદ કરાઈ હતી. કાર્યક્રમમાં મારવાડી યુનિ.ના વિદ્યાર્થીઓ દ્વારા કારર્ગીલની તમામ કહાની એક કૃતિના માધ્યમથી રજૂ કરાઈ હતી. તથા ખાસ કારગિલ દિવસની ઉજવણી માટે મોરબીથી આવેલા ક્રિશ્ર્ના રૂપાલા તથા બન્સી રૂપાલા દ્વારા કલાસિકલ ડાન્સના માધ્યમથી કારગિલ યુધ્ધ દરમિયાન વીર જવાનોએ કરેલા પરાક્રમોની વિરગાથાનું વર્ણન કરાયું હતુ. આ તકે રાજકોટ ખાતેથી ટયોટોરિયલ આર્મીમાં જોડાનાર બ્રિજેશ ચોટલિયા તથા કપિલનું સન્માન પણ કરાયું હતુ. વધુમાં આ કાર્યક્રમ પ્રસંગે દરેક વિદ્યાર્થીઓએ દેશના સન્માન માટે કઈ પણ કરી ગુજરવા માટેના શપથ લીધા હતા.

નવયુવાનોને ભારતીય સેનામાં જોડાવા મારી અપીલ: કર્નલ તુષાર જોશી

Celebration-Of-Kargil-Vijay-Utsav-At-Marwari-University
celebration-of-kargil-vijay-utsav-at-marwari-university

આત તકે કર્નલ તુષાર જોશીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે આજે ભારતીય સેનાના જવાનોની શૌર્ય ગાથા વર્ણવતું કારગિલ દિવસની આજે મારવાડી યુનિ. ખાતે ઉજવણી કરાઈ છે. આ તકે હું તમામ સેનાના જવાનોને સલામ કરૂ છું તથા ભારતના નવયુવાનોને ભાર્તીય સેનામાં જોડાવાની અપીલ કરૂ છું.

આજે ભારતીય સેનાની શૌર્ય ગાથા રજૂ કરવાનો દિવસ: કેપ્ટન જયદેવ જોશી

Celebration-Of-Kargil-Vijay-Utsav-At-Marwari-University
celebration-of-kargil-vijay-utsav-at-marwari-university

કેપ્ટન જયદેવ જોશીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે આજે સમગ્ર ભારતીયો માટે ગૌરવવંતો દિવસ છે. આજે ભારતીય સેનાની શૌર્યગાથા રજૂ કરતો દિવસ છે જેની ઉજવણી કરાઈ છે. ઉપરાંત તેમણે અબતકના માધ્યમથી નવયુવાનોને ભારતીય સેનામાં જોડાવાની અપીલ કરી હતી.

વિદ્યાર્થીઓ ભારતીય સેના પ્રત્યે જાગૃત થઈ જોડાઈ તે માટે મારવાડી યુનિ. સતત પ્રયત્નશીલ: ચારમીન જરસાણીયા

Celebration-Of-Kargil-Vijay-Utsav-At-Marwari-University
celebration-of-kargil-vijay-utsav-at-marwari-university

પ્રોગામીંગ ઓફીસર ચારમીન જરસાણીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આજે કારગિલ વિજયોત્સવ મારવાડી યુનિ. ખાતે રાષ્ટ્રીય સેવા સ્ક્રીમના વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવ્યો છે. જેમાં સમગ્ર રાજકોટના એનસીસીના આશરે એક હજાર જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો છે. તથા તેમણે અહીથી ભારતીય સેનામાં એનસીસીનાં માધ્યમથી કઈ રીતે જોડાવું તેની માહિતી આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતુ કે વિદ્યાર્થીઓ ભારતીય સેના પ્રત્યે જાગૃત થઈ સેનામાં જોડાય તે માટે મારવાડી યુનિ. સતત પ્રયત્નશીલ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.