Abtak Media Google News

આવું આયોજન કરનાર રાજકોટ દેશમાં પ્રથમ: લોકોના સહકારથી શહેરમાં ૨ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક તા. ૨-ઓગસ્ટે પરિપૂર્ણ થશે: મેયર બીનાબેન આચાર્ય, કલેકટર રાહુલ ગુપ્તા  અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા આયોજનને આપતો આખરી ઓપ

સમગ્ર દેશમાં રાજકોટ શહેર એક નવી પહેલ કરવા આગળ ધપી રહયું છે. આ ક્ધસેપ્ટ છે અર્બન ફોરેસ્ટનો શહેરોમાં પ્રદૂષણની સમસ્યાનો એક મહત્વપૂર્ણ ઉકેલ છે ઘનિષ્ઠ વ્રુક્ષારોપણ, જોકે રાજકોટ શહેર તો તેનાથી પણ એક કદમ આગળ ધપીને “અર્બન ફોરેસ્ટ અર્થાત શહેરી વનનું નિર્માણ કરવાની દિશામાં એક અદભૂત પહેલ કરવા જઈ રહયું છે. આગામી તા. ૨-ઓગસ્ટે રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા આજી ડેમ સાઈટ ખાતે  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં આજી ડેમ સાઈટ ખાતે ૪૭ એકર જગ્યામાં અર્બન ફોરેસ્ટ ઉભું કરવાના હેતુ સાથે મોટા પાયે વૃક્ષારોપણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

Advertisement

આવા ઉમદા હેતુથી આજે મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને મળેલી ર્ક મહત્વપૂર્ણ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તા, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, બાગ બગીચા સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણી ઉપસ્થિત હતાં.

મેયર બીનાબેન આચાર્યએ આ બેઠકમાં ઉપસ્થિતોને સંબોધન કરતા એમ જણાવ્યું હતું કે, રાજકોટ એક એવું શહેર છે જે કોઈ પણ જાહેર પ્રસંગમાં એક પરિવાર બનીને ઉભું રહે છે. આગામી તા.૨-ઓગસ્ટે આજી ડેમ ખાતે ૪૭ એકરમાં ઘનિષ્ઠ વ્રુક્ષારોપણ કરવાનું મેગા આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ શહેરને “સૌની યોજના, એસટી બસ પોર્ટ, ન્યુ રેસકોર્સ, અટલ સરોવર અને સ્માર્ટ સિટી હેઠળના અનેકવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપનાર આપણા રાજ્યના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મ દિવસ પણ છે અને રાજકોટવાસીઓ આજી ડેમ સાઈટ ખાતે અર્બન ફોરેસ્ટ ઉભું કરી તેમને જન્મ દિનની એક અનન્ય ભેટ આપીએ અને તેમાં સમગ્ર રાજકોટ સામેલ થાય એવું આ આયોજન છે.

જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તાએ આ તકે એમ કહ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર આ આયોજનમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સથવારે વૃક્ષારોપણની સાથોસાથ વન મહોત્સવનું પણ આયોજન કરશે. સમગ્ર દેશમાં રાજકોટ એવું પ્રથમ શહેર બનશે જે અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવા જઈ રહયું હોય.

આ મીટીંગમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલું કે, રાજકોટના આજી ડેમ ખાતે તા.-ઓગસ્ટના રોજ કિશાન ગૌશાળાની બાજુમાં આશરે ૪૭ એકર જેટલી વિશાળ જમીનમાં માન. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે વૃક્ષારોપણ કરી “અર્બન ફોરેસ્ટના આયોજનનો પ્રારંભ કરવામાં આવનાર છે. શહેરમાં કુલ ૨ લાખ વૃક્ષો વાવવાનો અને ઉછેરવાનો લક્ષ્ય છે તેમાં શહેરના તમામ લોકો અને સામાજિક સંસ્થાના હોદ્દેદારોના સહકારથી ૧.૭૭ લાખ વ્રુક્ષો વવાઈ ચુક્યા છે અને આગામી તા.૨ ઓગસ્ટે ૨ લાખ વૃક્ષોનો લક્ષ્યાંક પરિપૂર્ણ થશે.આ આયોજનમાં આર્ટ ઓફ લીવીંગ, બ્રહ્માકુમારી સંસ્થા, સ્માર્ટ સિટી મિશન ટ્રસ્ટ, મારવાડી કોલેજ, રામકૃષ્ણ મિશન, બી.એ.પી.એસ., ગુરૂકુળ, આત્મીય કોલેજ, ગવર્નમેન્ટ પોલીટેકનીક, માહી મિલ્ક,  રેસકોર્ષ ક્રિકેટ એકેડમી, રેસકોર્ષ સ્વિમિંગ પુલ, સૌરાષ્ટ્ર વેપારી મંડળ,  રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, એન્જી.એસો., મનમંદિર ચેરિટેબલ ટ્રસ્ટ, મેમોરી ચેરીટેબલ ટ્રસ્ટ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, સદભાવના વૃદ્ધાશ્રમ, વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ,  દાઉદી વ્હોરા સમાજ, મેડિકલ ક્ષેત્રના સંગઠનો, સ્માર્ટ સોસાયટીઓ, સહિતના સંગઠનો સામેલ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.