Abtak Media Google News

 

ખ્યાતનામ લોક ગાયક આભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસે રમઝટ બોલાવી

પિનાકી મેધાણીને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મહાતીર્થ પાલીતાણા ખાતે જિનશાસનના ગૌરવ સમા, બાલદીક્ષિતા, પરમ વાત્સલ્યમયી, શાસનસેવિકા પૂ.સા.વર્યા વાચંયમા જ. મ.સા. (બેન મ.સા.) ના પ્રવર્તિની પદ પ્રદાન મહામહોત્સવનું ભવ્ય આયોજન થયું હતું. પાર્શ્ર્ચનાથ  પદ્માવતી સમારાધક, શ્રી લબ્ધિ વિક્રમ ગુરુકૃપા  પ્રાપ્ત અનેક પ્રાચીન તીર્થોઘ્ધારક – પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્દ વિજય રાજયશસૂરીશ્ર્વરજી મ.સાને પ્રવર્તિની પદ પ્રદાન કર્યુ હતું.

આ પાવન પ્રસંગની પૂર્વ સંઘ્યાએ જિનભકિતના ગીતો દ્વારા અદભુત ભકિત કસુંબલ લોકડાયરાનું ભવ્ય આયોજન કરાયું હતું. ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ અને રૂષભ આહીરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણી રચિત સંપાદિત ગીતો લોકગીતો ભજનોની રમઝટ બોલાવી હતી. જૈન કુળમાં જન્મેલા ઝવેરચંદ મેધાણીએ ૧ર વર્ષની ઉમંરે જૈન પાઠશાળામાં જૈન સ્તવનની રચના કરી હતી. નાનપણની રચના કરી હતી. નાનપણથી જ રાષ્ટ્રીય ભાવના ધરાવતાં પૂ.બેન મ.સા.એ શાળામાં ઝવેરચંદ મેધાણીને પ્રત્યક્ષ ગાતા સાંભળ્યા હતા. આથી ભકિત-રાષ્ટ્ર ભકિતના અનોખા સમન્વય સમા આ કસુંબલ લોકડાયરાનું સવિશેષ મહત્વ રહ્યું.

કાર્યક્રમનો આરંભ મહામંત્ર નવકારમંત્રની સંગીતમય રજુઆતથી થયો. અભેસિંહ રાઠોડ અને રૂષભ આહીરે દુહા-છંદની રમઝટ બોલાવી અભેસિંહભાઇએ મોર બની થનગાટ કરે. ચારણ-ક્ધયા દરીયો ડોલે છે. માઝમ રાતનો જેવા લોકપ્રિય મેધાણી-ગીતોની ઝમકદાર રજુઆતથી સહુને ડોલાવી દીધા. અભેસિંહ રાઠોડ દ્વારા ઝવેરચંદ મેધાણી સંશોધિત-સંપાદિત કથાગીતો માછલી વિયાણી કાંઇ દરિયાને બેટ (શ્રવણ) અને સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી (બાળુડો જોગી)ની હ્રદયસ્પર્શી રજુઆતથી અનેકની આંખો આંસુભીની થઇ ગઇ યુવા ભજનીક લોકગાયક રૂષભ આહીરે ઝવેરચંદ મેધાણીની અંતિમ કૃતિ સોરઠી સંતવાણીમાં પ્રાચીન ભજનો ગુરુ તારો પાર ન પાયો, વાગે ભડાકા ભારી ભજનના, વીજળીને ચમકારે, ધૂણી રે ધખાવી ભાવવાહી રીતે રજૂ કર્યા. અભેસિંહ રાઠોડ અને રાધાબેન ના રઢિયાળી રાતના પ્રાચીન લોકગીતો રાસ ગરબાની રજુઆત પર અહમદનગર (મહારાષ્ટ્ર) થી આવેલ ધર્મચક્ર સિમંધરસ્વામી ભકિત મંડળના નરેશભાઇ શાહ અને ૧૦ સાથીઓ દોરીથી અનોખી ભકિત રાસની રમઝટની રમઝટ બોલાવીને સહુની દાદ મેળવી આજે પણ લોકમુખે રમતું અતિ લોકપ્રિય મેધાણી-ગીત કસુંબીનો રંગ રજુ કરીને કાર્યક્રમને વિરામ અપાયો. વાદ્ય-વૃંદ હિતેષ પરમાર (તબલા) ગૌતમ પરમાર (ઢોલક) હેમુ પરમાર (બેન્જો) જગદીશ વાઘેલા (મંજીરા) એ બખુબી સાથ આપ્યો હતો. આદેશ્ર્વરદાદાની સામુહિક આરતી પણ ઉ૫સ્થિત સહુ ભાવિકો દ્વારા થઇ હતી.જૈન કુળમાં જન્મેલા ગુજરાતના સાહિત્ય-સંસ્કૃતિ- પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પિનાકી મેધાણીને અભિનંદન પાઠવ્યા છે. તેઓ લાગણીભેર લખે છે કે ધર્મ, સંસ્કૃતિ અને સાહિત્ય માનવ જીવનના એવા પાસા છે કે જે માનવની સમજ, ડહાપણ અને તેની અભિવ્યકિત થકી વ્યકિત અને સાથોસાથ સમગ્ર સમાજનું ચારિત્ર નિર્માણ કરીને માનવ ચેતનાનું ઉઘ્વીકરણ સાધે છે પાલીતાણા ખાતે જૈન સાઘ્વીજી પૂ. બેન મ.સા. નાં પ્રવર્તિની પદ પ્રદાનનાં આઘ્યામિક મહામહોત્સવમાં આદરણીય મેધાણીજીના ગીતો લોકગીતો ભજનોની રસછોળના આ કાર્યક્રમનું વિશેષ આયોજન સોનામાં સુઁગધ ભળ્યા બરોબર લેખાશે.કસુંબલ લોકડાયરાનું ભવ્ય આયોજન જૈનાચાર્ય પૂ. રાજયસૂરીશ્ર્વરજી મ.સા. અને જૈન સાઘ્વીજી પૂ. બેન મ.સા.ના આશિષ અને પ્રેરણાથી થયું હતું. યુવા જૈન મુનિ. પૂ. યશેશયશ મ.સા.નું સતત લાગણીભયુૃ માગદર્શન રહ્યું હતું. સંયોજન ઝવેરચંદ મેધાણીના પૌત્ર પિનાકી નાનકભાઇ મેધાણી અને ઝવેરચંદ મેધાણી સ્મૃતિ સંસ્થાનનું હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીની સ્મૃતિની જીવંત રાખવા અને એમના જીવન કાર્ય અને કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃતિઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન મૂલ્યોનું સંસ્કાર સિંચન થાય તે માટે પિનાકી મેધાણી અને ઝવેરચંદ મેધાણસ સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ છે. મહામહોત્સવનું સમસ્ત આયોજન અખીલ ભારતીય પ્રવર્તિની પદ પ્રદાન સમારોહ સમીતી તથા ચંદ્ર-સંધયશા સ્મૃતિ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.