Abtak Media Google News

ઈ-કોમર્સ વેબસાઇટ્સ માં સેલ શરૂ થય ગયા છે. સૌથી પહેલા ફ્લીપકાર્ટ માં બીગ બિલિયન ડે શરૂ થયો છે અને કાલ થી એમેજોન નો સેલ શરૂ થવાનો છે. સેલ માં તો સ્માર્ટ ફોન થી માંડી ને કપડા અને ઇલેક્ટ્રોનીક્સ ના સામાન માં છૂટ મળી રહી છે. પરંતુ આપણે જાણીશું બેસ્ટ સ્માર્ટ ફોન બચત વિશે.

આ સેલ 4 દિવસો સુધી ચાલુ રહેશે. ફ્લીપકાર્ટ જુના નવા બન્ને સ્માર્ટ ફોન માં છૂટ આપશે અને સાથે એક્ષચેન્જ ઓફર પણ આપશે. ફ્લીપકાર્ટ ઓપ્પો, વિવો, સેમસંગ, લાવા અને સોની ના સ્માર્ટ ફોન માં પણ એક્ષચેન્જ ઓફર આપે છે. સ્માર્ટ ફોન નો સેલ 12 વાગા થી શરૂ થશે જેમાં ઘણી સારી ડીલ્સ છે.

-Iphone 7, 7 plus અને iphone 6 અને iphone 6S

Iphone માં પણ મોટું ડિસ્કાઉન્ટ દેવા માં આવિ રહ્યું છે. કેમકે iphone X અને iphone 8 લોન્ચ થય ગયો છે. એટલે આ સેલ માં જુના આઈફોન માં ડિસ્કાઉન્ટ મળે છે.

-Galaxy S7

સેમસંગ નો પેલાનો ફ્લેગશીપ Galaxy S7 એક સ્માર્ટ ફોન છે. તેની ઓરીજીનલ કીમત 46૦૦૦ રૂપિયા હતી પણ ફ્લીપકાર્ટ ના સેલ માં આ લગભગ અડધી કીમત માં મળે છે. એક સ્માર્ટ ફોન માં 16 હજાર રૂપિયા નું ડિસ્કાઉન્ટ મળે છે અને આ 29,990 રૂપિયા માં ઉપલબ્ધ છે. અને કોઈ પણ ફોન એક્ષચેન્જ કરવાથી એક્ષટ્રા ૩,૦૦૦ રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે.

-Huawei P9

હુવાઈ ના હાઈ એન્ડ સ્માર્ટ ફોન પી9 માં પણ મોટી બચત મળી રહી છે. આ ફોન ની અસલી કીમત 40 હજાર હતી પરંતુ આ ફોન પર 25૦૦૦ ની છૂટ મળી રહી છે.

-Lenovo K8 Plus

Lenovo ના સારા માં સારા ફોન માંથી Lenovo K8 Plus એક છે. આ સ્માર્ટ ફોન ના ૩જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ માં પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

– Xiaomi Redmi 4A, Mi A1 નું વેચાણ

શાઓમી ના આ સ્માર્ટ ફોન માં આ સેગમેન્ટ ના હિસાબ થી આ સારા માં સારો છે. અને ભારત માં ઘણો પોપ્યુલર પણ છે. ફ્લીપકાર્ટ સેલ માં આને ફ્લેશ સેલ થી વેચવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.