Abtak Media Google News

કસ્ટમ એકસાઈઝ, ઈન્કમ ટેકસ અને રેલવે સહિતના વિભાગોમાં થશે ભરતી

કેન્દ્ર સરકારે તેના બજેટમાં ૨.૮૦ લાખના વધારાના કર્મચારીઓની ભરતીનો નિર્ણય લીધો છે. જેમાં જે અંતર્ગત સરકારે આવકવેરા વિભાગમાં થતી કાળાનાણાને અટકાવવા માટે કર્મચારીઓનો વધારો કરીને ૪૬૦૦૦ માંથી ૮૦૦૦૦ કરવામાં આવશે. આથી સરકાર આવકવેરા વિભાગમાં વર્ષ ૨૦૧૮ સુધીમાં ૮૦,૦૦૦ કર્મચારીઓની ભરતી કરશે. આથી કાળાનાણાના દુષણ પર લગામ લાગશે.

આ ઉપરાંત સરકારે કસ્ટમ, એકસાઈઝ તેમજ સર્વિસ ટેકસમાં ચાલતી પઘ્ધતિમાં સુધારો કરવા માટે ૪૧૦૦૦ નવા કર્મચારીઓની ભરતીનો નિર્ણય લીધો છે. જયારે હાલમાં કસ્ટમ અને એકસાઈઝમાં ૫૦,૬૦૦ કર્મચારીઓ છે જે વધીને ૯૧,૭૦૦ થશે. આ ઉપરાંત સરકારે જણાવ્યું છે કે આ ભરતીઓમાં રેલવે માટેની ભરતી નહી થાય કારણકે સંરક્ષણ વિભાગ પછી મોટા પ્રમાણમાં કર્મચારીએ રેલવે સાથે જોડાયેલા છે.

અવકાશી વિભાગ, અણુ વિભાગ, દુરદર્શન વિભાગ, ઈન્ફોર્મેશન વિભાગોએ તેના વિભાગને વધારા તેમજ કર્મચારીઓની જ‚ર જણાય છે. આ માટે ચર્ચા-વિચારણાઓ કરી છે. જયારે સરકારે ૨૦૧૬ના વર્ષ દરમિયાન ૧.૮૮ લાખ કર્મચારીઓની ભરતી કરી હતી પરંતુ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, કસ્ટમ તેમજ સેન્ટ્રલ એકસાઈઝના વિભાગોમાં નવી ભરતી કરવામાં અસફળ રહી હતી. જયારે ૨૦૧૫માં ઓછામાં ઓછા ૨૧૦૦૦ કર્મચારીઓ હતા પરંતુ હવે નવા કર્મચારીઓની જ‚ર જણાય છે.

નરેન્દ્ર મોદીની ઈચ્છા વિદેશી મંત્રાલય માટેના કર્મચારીઓ વધારવાની છે. જેમાં ૨૦૦૦ ભરતી કરવાનો નિર્ણય લીધો હતો. જે વર્ષ ૨૦૧૬ સુધીમાં ૯૨૯૪ હતી.જયારે વર્ષ ૨૦૧૮ સુધીમાં વધીને ૧૧૪૦૩ થશે. આ ઉપરાંત ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં પણ ૪૦૧૨થી વધીને ૬૨૫૮ નવા કર્મચારી ૨૦૧૮ સુધીમાં જોડાશે. આ ઉપરાંત કેબિનેટ સેક્રેટરીમાં પણ ૯૨૧ થી ૧૨૧૮ સુધીના કર્મચારીઓની ભરતી આવતા વર્ષ સુધીમાં કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.