Abtak Media Google News

છેલ્લા ૧૦ વર્ષમાં ૧૦૦ વખત પ્લેટલેટ આપી પ્રો.હાર્દિક દોશીએ માનવતા પ્રસરાવી

આજે નવી ટેક્નોલોજી છતાં ઘણા લોકો રક્તદાન સંદર્ભે ગેરસમજણનો ભોગ બનીને રક્તદાન કરવાનું ટાળતા હોય છે પણ રાજકોટમાં કેટલાક એવા જાગૃત યુવાનો છે જે રક્તદાન અને પ્લેટલેટ ડોનેટ કરવામાં હંમેશા ઉત્સુક હોય છે. રાજકોટની દર્શન ઇન્સ્ટિટ્યૂટના કોમ્પ્યુટર એન્જીનીયરીંગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર હાર્દિક દોશીએ તાજેતરમાં પ્લેટલેટ ડોનેશનમાં સદી નોંધાવી રેકોર્ડ બનાવ્યો છે.

હાર્દિક દોશીએ સૌપ્રથમ ૨૦૦૩માં પ્લેટલેટ ડોનેટ કર્યા હતા અને તાજેતરમાં પ્લેટલેટ ડોનેશનમાં સદી પૂર્ણ કરી છે. હાર્દિક દોશી કહે છે કે, મારા જન્મદિવસે મેં પહેલી વાર રક્તદાન કર્યું હતું. આ પછી મે-૨૦૧૦ના રોજ જયારે મેં ૨૫મુ રક્તદાન કર્યું ત્યારે લાઈફ બ્લડ સેન્ટરના સંચાલકોએ મને પ્લેટલેટ ડોનેટ કરવા સલાહ આપી હતી. તેઓએ મને પ્લેટલેટનું મહત્વ સમજાવ્યું હતું અને મેં તુરંત આ માટે સહમતી આપી હતી.

પ્લેટલેટ ખાસ કરીને રક્ત સબંધી ડિસઓર્ડર અને તેમાં પણ ડેન્ગ્યુ અને કેન્સરમાં ખાસ ઉપયોગી થાય છે. હાર્દિક દોશીએ ઓગસ્ટ ૨૦૧૦માં પ્રથમવાર પ્લેટલેટ ડોનેટ કર્યા હતા અને આ સેવાકીય પ્રવૃત્તિ નિરંતર ચાલુ રહી હતી અને તાજેતરમાં તેમણે ૧૦૦મી વાર પ્લેટલેટ ડોનેશન આપ્યું હતું. લાઈફ બ્લડ સેન્ટરના મેડિકલ ઓફિસર અને અન્યો તેમને સેન્ચુરીયન પ્લેટલેટ ડોનર તરીકે જ ઓળખે છે. હાર્દિક દોશી માને છે કે, રક્તદાન કરવા માટે કોઈ કિમંત ચૂકવવી પડતી નથી અને રક્તદાન કર્યા પછી હું સમાજે આપેલું સમાજને કાઇંક પાછું વાળું છું તેવી લાગણી અનુભવું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.