Abtak Media Google News

લાઈફ સંસ્થા ના સયુંકત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ: ૫૭ રક્તની બોટલો એકત્રિત

વૈશ્વિક મહામારી સમય દરમિયાન હાલ લોકો અત્યંત ભયભીત થઇ ચુક્યા છે. આ તકે લોકો રક્તદાન કરવામાં પણ સંકોચ અનુભવતા હોઈ છે , ત્યારે વર્લ્ડ બ્લડ ડોનર ડે નિમિતે રાજકોટ ની અનેકવિધ સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે યંગ એન્ટરપપ્રિનિયર રાજકોટ દ્વારા લાઈફ બિલ્ડીંગ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કુલ ૫૭ રક્તની બોટલ એકત્રિત કરાયી હતી

Advertisement

વરસાદી માહોલ વચ્ચે પણ લોકો રાકતદાન કરવા આવી પહોંચ્યા હતા, અને રક્તદાનનું મહત્વ પણ સમજાવ્યું હતું. આ તકે યંગ એન્ટરપપ્રિનિયર રાજકોટના નૈમીભાઈ ખખરએ અબતક સાથે વાતચીત કરી જણાવ્યું હતું કે આજના સમયમાં લોકો રક્તદાન કરવા માં ડરે છે .પરંતુ રક્તદાન થી કોઈજ પ્રકારની બીમારી આવતી નથી ઉલટું અન્યનું જીવન પણ બચાવમાં આવે છે. વધુમાં તેવો એ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે આ પ્રકારના હજુ ઘણા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે જેમાં લોકોએ ઉત્સાહ ભેર ભાગ લેવો જોઈએ.

બીજી તરફ નમ્રતાબેન ભટ્ટ એ પણ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે , યંગ એન્ટરપપ્રિનિયર રાજકોટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે સરાહનીય છે. લોકોને ઘણી આસ હોઈ છે, ત્યારે આ કેમ્પ જરૂરિયાત મંદો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. હાલ આ સમયમાં લોકોએ સ્વયંસિસ્ત જારવી અત્યંત જરૂરી છે. યંગ એન્ટરપપ્રિનિયર રાજકોટ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં યુવા વ્યક્તિ છેલ્લા ૨૦ વર્ષથી રક્તદાન કરી રહ્યા છે . જે સમાજ પ્રત્યેની એક જવાબદારી પણ છે. આ કાર્યક્રમને સફર બનાવા યંગ એન્ટરપપ્રિનિયર રાજકોટના સભ્યો એ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.