Abtak Media Google News

યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમ:તસ્યે નમ:તસ્યે નમ:તસ્યે નમો નમ:

માઁઇ ભક્તો માઁ નું પૂજન અર્ચન ઉપવાસ અને એકટાણા કરી અનુભવે છે ધન્યતા

કચ્છ માતાના મઢે પદયાત્રીઓ સહિતના ભાવિકો શ્રદ્ધાળુઓ મળશે

માનવ મહેરામણ

ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ સોમવારે રાત્રે 11:50 થી શરૂ થાય તેથી ચૈત્ર નવરાત્રિ મંગળવારથી પ્રારંભ

100+] Durga Mata Hd Wallpapers | Wallpapers.com

જગત જનની જોગમાયા રાજ રાજેશ્ર્વરી પરાશક્તિ મહામાયા માં જગદંબા ના નવલા નોરતા અને એ પણ ચૈત્રી નોરતા.ભારતીય હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી જ શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્વ છે. અને એમાં પણ નવરાત્રી જેવો અવસર હોય ત્યારે તો શક્તિ ઉપાસકો અચૂક માતાજીની આરાધના, ઉપાસના અને જપ-તપ કરતા હોય છે. પ્રાચીન સમયમાં પણ ઋષિ મુનીઓ નવરાત્રીમાં શક્તિ ઉપાસના કરતા અને નવરાત્રીમાં વ્રત, જપ, તપ અને ઉપવાસ કરતા. આજે પણ નવરાત્રીમાં ઘણી જગ્યાએ નવરાત્રીના નવ દિવસ દરમિયાન યજ્ઞો થાય છે.ચૈત્રી નવરાત્રી સાધના અને ઉપાસના માટેની નવરાત્રી છે. આ નવરાત્રીમાં ગરબા ગાવાના નથી હોતા પરંતુ માં અંબાની ભક્તિમાં મનને સ્થિર કરવાનું હોય છે. ચૈત્રી નવરાત્રીમાં 9 દિવસ દરમિયાન જો પદ્ધતી અનુસાર શક્તિની ભક્તિ કરવામાં આવે તો ભક્તને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે.

ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચનનો મહિમા

Okha Haran By Mahakavi Premanand | Read Gujarati Best Novels And Download Pdf | Matrubharti

ફાગણ પછી આવતો મહિનો એટલે ચૈત્ર માસ. ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચનનો મહિમા રહેલો છે. વર્ષ 2024માં ચૈત્ર માસ 9 એપ્રિલથી શરૂ થાય છે. ચૈત્ર મહિનામાં આવતા નોરતામાં મહિલાઓ વ્રત રાખે છે.  અમુક જગ્યાએ હજુ પણ ચૈત્ર મહિનામાં ઓખાહરણ ખાસ વાંચવામાં આવે છે. કહેવાય છે કે, ઓખાહરણ વાંચનથી ઘણા લાભ થાય છે. ચાલો જાણીએ કે, ચૈત્ર મહિનામાં ઓખાહરણ વાંચનની શું માન્યતા રહેલી છે. કવિ પ્રેમચંદ દ્વારા ઓખાહરણની શરૂઆત કરવામાં આવી હતી. 93 કડવામાં આ કથા લખવામાં આવી છે. ચૈત્ર માસમાં મહિલાઓ અલોણા વ્રત રાખે છે. ઓખાહરણ વાંચવાથી નકારાત્મક પરિબળો દૂર થાય છે અને શુભફળ પ્રાપ્ત થાય છે. મહિલાઓ પોતાના પતિની લાંબી આયુષ્ય માટે વ્રત રાખે છે.

નવરાત્રિ ઘટસ્થાપના મુહૂર્ત

Maa Durga: What Is The Significance Of The 10 Weapons Of Maa Durga?

હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 11:50 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે 9 એપ્રિલના રોજ રાત્રે 8:30 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. તેથી ચૈત્ર નવરાત્રિ 9 મી એપ્રિલ 2024 થી શરૂ થઈ રહી છે, જે 18 મી એપ્રિલે સમાપ્ત થશે. અને ચૈત્ર નવરાત્રી ઘટસ્થાપના મુહૂર્ત ઘટસ્થાપન મુહૂર્ત – 9 એપ્રિલના રોજ સવારે 6:11 થી 10:23 સુધી અભિજીત મુહૂર્ત અને તારીખ બપોરે 12:03 થી 12:54 વાગ્યા સુધી નું છે

ચૈત્રી નવરાત્રીમાં માઁ દુર્ગા ઘોડા પર સવાર થઈ આવશે

ચૈત્ર નવરાત્રી 2024 – મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવશે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિના દિવસે મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવનાર છે. તમને જણાવી દઈએ કે, માતાના વાહનની પસંદગી દિવસના હિસાબે કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રી મંગળવારથી શરૂ થઈ રહી છે. તેથી જ માતા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવી રહી છે. ઘોડા પર સવારી કરવી એટલે સત્તામાં પરિવર્તન, આનાથી ભક્તોને તેમના જીવનમાં આવનારી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળશે.

નવરાત્રિની પૌરાણીક કથા

Durga Maa Images Free Download | Maa Image, Durga Maa, Durga

ચૈત્રી નવરાત્રી સાથે એક પૌરાણીક કથા જોડાયેલી છે. આ પૌરાણિક કથા અનુસાર દુષીબેગો નામના એક રાજાને સિંહે ફાડી ખાધા હતા. તે રાજાની જગ્યાએ તેમના પુત્ર સુદર્શનને ગાદી પર બેસાડવાના હતા. જો કે કોસાલાની આ ગાદી પર ઉજ્જૈન અને અલીંગાના રાજાની પણ નજર હતી. સુદર્શનને ગાદી મળે તેના વિરોધમાં અંદર-અંદર લડાઈ થઈ. લડાઈના કારણે સુદર્શન જંગલમાં ભાગી જાય છે. ત્યાં જંગલમાં એક ઋષિના ત્યાં તે ‘ક્લીમ’ મંત્ર શીખ્યો. આ મંત્રથી એક રાજાએ તેની ક્ધયા પરણાવી અને પછી આ સસરા જમાઈએ ભેગા મળીને કોસાલાની પોતાની ગાદી પાછી મેળવી હતી.

4 1 6

સુદર્શનને પિતાનુ રાજ્ય અને રાજગાદી મળ્યા બાદ તેઓ માં અંબાની ભક્તિમાં લીન રહેવા લાગ્યા. રાજાને ચૈત્રી નવરાત્રી કરતા જોઈને પ્રજાને પણ માં અંબામાં શ્રદ્ધા જાગી. રાજા સુદર્શને જણાવ્યું કે મને જંગલમાં જીવતો રાખનાર, રાજ-પાટ પાછા અપાવનાર અને સમૃદ્ધિભર્યું જીવન આપનાર માં દુર્ગા છે. આ બધી જ માં દુર્ગાની કૃપા છે. અને ત્યારથી જ ચૈત્રી નવરાત્રીમાં માં અંબાના ઉપવાસની પરંપરા શરૂ થઈ હતી.  ચૈત્રી નવરાત્રીમાં મોટી સંખ્યામાં માતાજીના ભક્તો માતાજીની ઉપાસના-પૂજન-અર્ચના કરે છે.\

Maa Durga: जानिए आखिर शेर कैसे बना मां दुर्गा की सवारी? - Maa Durga'S Ride Lion Know The Legend

કહેવાય છે કે સુદર્શને માં અંબાજીની આરાધના કરી એટલે માતાજીએ સુદર્શનને દર્શન આપ્યા હતા અને ચમત્કારીક શસ્ત્ર આપ્યું હતું. આ શસ્ત્ર દ્વારા સુદર્શન નામના આ રાજાએ યુદ્ધ કર્યું હતું અને રાજપાટ પાછા મેળવ્યા હતા. આ રાજપાટ એવા લોકોના હાથમાં હતા જે લોકો ખુબ જ શક્તિશાળી હતા એટલે તેને પાછા મેળવવા સરળ નહોતા. પરંતુ સાક્ષાત માં જગદંબા જેની સાથે હોય તેને કોઈપણ પ્રકારની મોટી તાકાતો હરાવી શકતી નથી. સુદર્શન રાજાએ પ્રજા સમક્ષ માં અંબાજીએ આપેલા શસ્ત્રને ઉંચુ કરીને બતાવ્યું અને કહ્યું કે માતાજીએ આપેલા આ જ શસ્ત્રએ મને મારા બાપ-દાદાની ગાદી પાછી અપાવી છે.

નવરાત્રિનું ધાર્મિક મહત્વ

दुर्गा माँ के साधक और उपासक का कोई कुछ नहीं बिगाड़ सकता News In Hindi

ચૈત્ર નવરાત્રિ નવસંવત્સરની પ્રથમ નવરાત્રિ ગણાય છે. આથી આ નવરાત્રીનું ધાર્મિક મહત્વ છે. બ્રહ્મ પુરાણ અનુસાર નવરાત્રિના પહેલા દિવસે આદિશક્તિ પ્રગટ થઈ હતી. અને એવું માનવામાં આવે છે કે દેવીના આદેશથી ભગવાન બ્રહ્માએ ચૈત્ર શુક્લ પક્ષ પ્રતિપદાના રોજ વિશ્વની રચનાની શરૂઆત કરી હતી. મત્સ્ય પુરાણ અનુસાર ચૈત્ર નવરાત્રીના ત્રીજા દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો. આ પછી શ્રી વિષ્ણુએ ચૈત્ર નવરાત્રિમાં જ ભગવાન રામ તરીકે તેમનો સાતમો અવતાર લીધો હતો. આથી ચૈત્રી નવરાત્રીનું મહત્વ આપોઆપ વધી જાય છે.

નવરાત્રિમાં મા દુર્ગા ના 9 સ્વરૂપોની પૂજા આરાધના

Durga Maa By Sharma Picture Publications 20 X 28, 47% Off

હિંદુ ધર્મમાં નવરાત્રીને ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે, પછી તે ગુપ્ત નવરાત્રિ હોય, શારદીય નવરાત્રિ હોય કે ચૈત્ર નવરાત્રી હોય. આ નવ દિવસોમાં માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિની શરૂઆત પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજાથી થાય છે અને પછી બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજો ચંદ્રઘંટા, ચોથો કુષ્માંડા, પાંચમો સ્કંદમાતા, છઠ્ઠો કાત્યાયની, સાતમો કાલરાત્રી, આઠમો મા મહાગૌરી અને નવમો દિવસમા સિદ્ધિદાત્રીને સમર્પિત થાય છે

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.