Abtak Media Google News
  • ત્રણ લાખથી વધુ ભક્તોએ દર્શનનો અને પ્રસાદનો લીધો લાહવો
  • સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ચૈત્રીય પૂનમના દિવસે ભક્તોના ઘોડાપૂર ઉમટીયા હતા.

ચોટીલા ડુંગર તળેટીના રોડ ચૈત્રીય પૂનમના આગલા દિવસથી 24 કલાક સુધી પગપાળા સંઘો અને યાત્રાળુઓ થી ધમધમતો હોય છે કાલે ચૈત્રીય મંદિરના દ્વાર રાત્રે 1:30 થી દર્શન માટે ખોલવા માં રાખવામાં આવ્યા હતા હતા અને બે વાગ્યે માતાજીની આરતી કરાય કરવામાં આવી હતી હાઈવે પોલીસ ચોકીથી તળેટી સુધીના રોડ પગપાળા સંઘ દ્વારા કંકુ અને ગુલાલ તેમજ ગુલાબને ફુલ વર્ષા કરવામાં આવી હતી પગપાળા આવતા સંઘો દ્વારા તેમજ ભક્તો દ્વારા માતાજીને ધજા ચડાવવામાં આવી હતી આ ઉપરાંત ચૈત્રી પૂનમે ભોજનાલયમાં ભક્તોને લાપસી ,શાક ,રોટલી તેમજ દાળ, ભાતનો ભોજન પ્રસાદ પીરસાયો હતો ચોટીલા પોલીસ દ્વારા પણ ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તેમજ યાત્રાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે હાઇવે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો

Advertisement

ચોટીલા યાત્રાધામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ લાખથી વધુ યાત્રાળીએ યાત્રાળુઓ માતાજીના દર્શને આવ્યા હતા.

પોલીસ પરિવાર દ્વારા પદયાત્રીઓને છાસનું વિતરણ

Chaitriya Poonam Devotees Flock To Chotila
Chaitriya Poonam devotees flock to Chotila

ચામુડા રોડ પોલીસ ચોકીએ ઠંડી છાસનું પરબે હજારોને કોઠે ટાઢક કરાવી

મે આઈ હેલ્પ યુ, પોલીસની સેવાનું આ સુત્ર માત્ર સુરક્ષા અને  કાયદો વ્યવસ્થાની જાળવણી પૂરતી જ નથી સમાજ સેવા અને માનવ કલ્યાણ માટે પણ પોલીસ મદદરૂપ થાય છે.ચોટીલા ધામમાં ચૈત્રીપુનમ ભરવા હજારો ભાવીકો પદયાત્રા કરી માતાજીના દર્શને આવતા હતા  ત્યારે ચોટીલા પોલીસ પરિવાર દ્વારા હજારો ભાવિકો માટે વિનામૂલ્યે છાત્રનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

ચોટીલા પોલીસ  દ્વારા 3000 લીટરથી વધુ છાશનું ભાવિકોને વિતરણ  કરવામાં આવ્યું હતુ.સવારથી સાંજ સુધી ચામુંડા રોડ પોલીસ ચોકી  નજીક પદયાત્રીઓમાયેના આ છાસ વિતરણ કેન્દ્રમાં હજારો ભાવીકોને સવારથી સાંજ સુધી ગરમીમાં ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

આ કેમ્પ માટે પીઆઈ સંગાડા, પીએસઆઈ બગડા,  પીએસઆઈ જાદવના માર્ગદર્શન હેઠળ વિજયસિંંહ, સરદારસિંહ, મહિપતસિંહ,  હંસાબેન નીતાબેન તથા ટ્રાફીક   પોલીસની ટીમ    સીપીઆઈ એન.એસ. પરમાર, વલ્લભભાઈ ખટાણા તથા કેહાભાઈ મકવાણા અને સરદારસિંંહ બારોટ, સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.