Abtak Media Google News

ચુડાના કરમડ ગામે હનુમાનજી મંદિરના પૂજારીની ઘડીયાળનો સેલ બદલવાના પ્રશ્ર્ને બોલાચાલી થતા સેવકે ઢીમ ઢાળી દીધું

દેવોના દેવ મહાદેવનના શિવરાત્રી પૂર્વ પૂર્વે કચ્છના મુન્દ્ર ખાતે રામેશ્ર્વર મહાદેવ મંદિરના મહંતની વિધર્મીએ છરીથી ગળુ કાપી હત્યા કરતા શ્રધ્ધાળુઓ રોષે ભરાયા છે. પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા વિધર્મીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી શા માટે હત્યા કરી તે અંગે પૂછપરછ હાથધરી છે. બીજી તરફ ચુડા  નજીક આવેલા કરમડ ગામના હનુમાન મંદિરના પૂજારીની ઘડીયાલમાં સેલ બદલવાના પ્રશ્ર્ને સેવકે બોથર્ડ પદાર્થ મારી ઢીમઢાળી દીધાનું પોલીસમાં નોંધાયું છે.

Advertisement

આ અંગેની પોલીસમાંતી પ્રાપ્ત વિગત મુજબ મુન્દ્ર ગામે આવેલા રામેશ્ર્વર મહાદેવ મંદિરના મહંત ભવાનપુરી ભીમપુરી ગૌસ્વામી નામના 54 વર્ષના બાવાજી પ્રૌઢની તેના જ ગામના ઇરફાન હકુ ખોખર નામના શખ્સે છરીનો ગળા પર ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાની મૃતક ભવાનપુરી ગૌસ્વામીના પુત્ર દિપકપુરી ગૌસ્વામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

હત્યાના ગુનામાં સંડોવાયેલા ઇરફાન ખોખર અને તેના પિતા હકુભાઇ ખોખર રામેશ્ર્વર મંદિરે ભજન હોય ત્યારે આવતા તેમજ બંનેના પરિવાર વચ્ચે સારા સંબંધો હતા. હકુભાઇ ખોખર અને મૃતક ભવાનપુરી ગૌસ્વામી સારા મિત્ર હોવા છતાં ઇરફાન ખોખરે મંદિરના મહંત ભવાનપુરી ગૌસ્વામીની શિવરાત્રી પૂર્વ પૂર્વે કેમ હત્યા કરી તે અંગે બંનેના પરિવાર પણ છે. ત્યારે પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે.

ભવાનપુરી ગૌસ્વામી પોતાના પુત્ર દિપકપુરી ગૌસ્વામીની ચા-નાસ્તાની હોટલે પોતાના મિત્ર નાસીર ખોજા અને મૌલિક આહિર સાથે કેરમ રમતા હતા ત્યારે છરી સાથે ઘસી આવેલા ઇરપાન ખોખરે મહંત ભવાનપુરીના ઘળા પર મારતા તેઓ ત્યાં જ ઢળી પડયા હતા. પોલીસે ઇરફાન ખોખર સામે હત્યાનો ગુનો નોંધી શા માટે હત્યા કરી તે અંગે પૂછપરછ હાથધરી છે.

જયારે ચુડા તાલુકાના કરમડ ગામે આવેલા હનુમાનજી મંદિરના પૂજારી ભગવાનદાસ મંગળદાસ રામાવત પર બોથર્ડ પદાર્થથી હુમલો કરી મંદિરના સેવક મહેન્દ્રસિંહ માદુભા રાણાએ હત્યા કર્યાની મેહુલભાઇ રામાવતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મંદિરે ઘડીયાર બંધ હોવાથી સેલ બદલવા જેવી સામાન્ય બાબતે મંદિરના પૂજારી ભગવાનદાસ રામાવત અન્ે સેવક મહેન્દ્રસિંહ રાણા વચ્ચે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા જોબાળાના મહેન્દ્રસિંહ રાણાએ બોથર્ડ પદાર્થથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા ભગવાનદાસ રામાવતને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હત.ા જ્યાં તેમનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કરતા પોલીસે જોબાળાના મહેન્દ્રસિંહ રાણા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.