Abtak Media Google News

છત્તીસગઢ પરનું લો-પ્રેસર મધ્ય એમપી તરફ સરક્યુ: બંગાળની ખાડીમાં નવુ સાયકલોનિક સરક્યુલેશન બની રહ્યું છે જેની અસર ૨ કે ૩ ઓગષ્ટથી દેખાશે

આજે અને કાલે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હળવાી મધ્યમ વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. શુક્રવારથી ફરી મેઘરાજા મન મુકી વરસી પડે તેવી આગાહી હવામાન વિભાગે આપી છે. છત્તીસગઢ પરનું લો-પ્રેસર હાલ મધ્ય એમપી તરફ સરર્ક્યું છે. જેની અસર તળે આજે બનાસકાંઠા, પાટણ, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, ગીર-સોમના, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. અમુક એકાદ-બે સ્ળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી સંભાવના વ્યકત કરાઈ છે. આવતીકાલે બનાસકાંઠા, પાણટ, વલસાડ, નવસારી ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર-સોમના અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની સંભાવના છે. બીજી તરફ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીમાં એક મજબૂત સાયકલોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેનો લાભ સૌરાષ્ટ્ર અને ગુજરાતને મળશે. બીજી કે ત્રીજી ઓગષ્ટે રાજ્યમાં ફરી મેઘરાજા મન મુકી વરસી પડશે. મંગળવારે સૌરાષ્ટ્ર-કચ્છ શ્રીકાર ૧ થી લઈ ૭ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે દક્ષિણ-પશ્ચિમ રાજસન અને તેની સાથે જોડાયેલા દરિયાઈ સપાટીથી ૬ કિ.મી. ઉંચાઈ પર એક સાયકલોનિક સર્ક્યુલેશન છે. આ ઉપરાંત સાઉ ગુજરાત અને તેની સાથે જોડાયેલા ઉત્તર મહારાષ્ટ્રથી ઓરિસ્સા સુધી સાયકલોનિક સર્ક્યુલેશન અને પૂર્વ મધ્યપ્રદેશમાં લો-પ્રેસર સર્કિય છે. સાથો સાથ દક્ષિણી છેડે મોન્સુન ટ્રફ સક્રિય હોવાના કારણે આગામી બે દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજે બનાસકાંઠા, પાટણ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે. આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત દાદરાનગર હવેલીમાં મધ્યમી ભારેઅને સૌરાષ્ટ્રમાં ગીર સોમના અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની શકયતા છે. અમુક વિસ્તારોમાં ભારે કે અતિભારે વરસાદ વરસી શકે છે.

એકંદરે સોમવાર અને મંગળવારની સરખામણીએ આજે અને આવતીકાલે વરસાદનું જોર થોડુ ઓછુ રહેશે. જો કે, ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેની અસર સૌરાષ્ટ્ર અને ગુજરાત પર વધુ દેખાશે.

આગામી બે કે ત્રણ ઓગષ્ટથી ફરી રાજ્યમાં મેઘરાજા મનમુકી વરસી પડે તેવી હૈયે ટાઢક આપતી આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે. આજે સવારી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સવારી ૭૧ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાના અહેવાલો મળી રહ્યાં છે.

ન્યારી-૨ ડેમ ૭૦ ટકા ભરાયો હેઠવાસના પાંચ ગામોને સાવચેત કરાયા

પડધરીના રંગપર નજીક આવેલો અને રાજકોટની જળ જરૂરીયાત સંતોષવામાં આંશિકરૂપે મદદરૂપ તો  ન્યારી-૨ ડેમ આજે સવારે ૭૦ ટકા જેટલો ભરાઈ ગયો છે. ધીમીધારે પાણીની આવક સતત ચાલુ હોય ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડે તેવી પરિસ્થિતિ જણાય રહી છે. આવામાં પડધરી તાલુકાના પાંચ ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા માટે સિંચાઈ વિભાગ દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે. સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ૨૦.૭૦ ફૂટની ઉંડાઈ ધરાવતા ન્યારી-૧ ડેમમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩.૨૮ ફૂટ પાણીની આવક થવા પામી છે. બે દિવસમાં ન્યારી-૨ ડેમમાં ૧૨ ફૂટ જેવું પાણી આવ્યું છે. હાલ ડેમની સપાટી ૧૭.૪૦ ફૂટે પહોંચી જવા પામી છે. અને ડેમમાં ૩૦૯ એમસીએફટી જીવંત જથો સંગ્રહીત છે. પાણીની આવક ધીમીધારે હોવાના કારણે ડેમના ૧૪ પૈકી ૨ થી ૩ દરવાજા ગમે ત્યારે ખોલવા પડે તેવી સંભાવના હાલ જણાય રહી છે. આવામાં પડધરી તાલુકાના પાંચ ગામ જેમાં ગોવિંદપરા, ખામટા, તરઘડી, રંગપરા અને વણપરીના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા માટે સાવચેતી કરવામાં આવ્યા છે. કારણ કે, ડેમના દરવાજા ખોલાયા બાદ ડેમનું ધસમસતુ પાણી નદીમાં છોડવામાં આવશે. આવામાં જો કોઈ નદીમાં હોય તો જાનમાલની હાની સર્જાવાની ભીતિ હોય આજે ચેતવણી સંદેશ મોકલી દેવામાં આવ્યો છે. સોમવારે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ હેઠળ આવતા રાજકોટ જિલ્લાના આજી-૨ અને ડોંડી ડેમ ઓવરફલો થઈ ગયા હતા. કાલે આજી-૨ના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા જો કે સાંજે પાણીની આવક બંધ થતા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. આજી-૨ ડેમ હાલ ૨૬.૯૦ ફૂટ અને ડોંડી ૫.૯૦ ફૂટ સુધી ભરેલો છે. ન્યારી-૨ ડેમ ૭૦ ટકા જેટલો ભરાઈ ગયો હોય આ ડેમના દરવાજા પણ ગમે ત્યારે ખોલવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.