Abtak Media Google News

વિશ્વ વિખ્યાત ખલીલ જીબ્રાન અને નેતાજી બોઝના આત્માને વિશ્વ ની માનવજાતના કુમકુમ ભીના સલામ!

આવતા પાંચ વર્ષમાં ભારત વિશ્વગુરુ બનશે એવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દર્શાવેલી તમન્ના આમ તો મેરૂ ગિરિ ચઢવા જેવી કોઈપણને લાગે ? તો પણ સાવ કોઈ પાંગળા માણસની કલ્પના કે તમન્ના જેવું વડાપ્રધાનની તમન્ના જેવો ઘાટ એમની તમન્નામાં નહોતો !

લેબનોનના કદાવર માનવ ખલીલ જીબ્રાનની કલ્પનામાં અને નેતાજી સુભાષચંદ્ર બોઝની તમન્ના પણ મેરૂ ગિરિને આંબી લેવા જેવી જ હતી

આપણા દેશના અવકાશ વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન દ્વારા ચંદ્રમાની ભૂમિ ઉપર પગલાં માંડવા આકાશભણી ઉડાન સફળતાપુર્વક વહેતુ મૂકયું એમાં આવી જ ઐતિહાસિક મહત્વકાંક્ષાની ભૂમિકા હોવાનું આપણે સૌ જાણીએ છીએ.

આપણા દેશની અવકાશ સંસ્થા ‘ઈસરો’ અને તેના વૈજ્ઞાનિકો આ સફળ ઉડાન માટે સલામ અને શાબાશીના અધિકારી છે.

આ ઉડાન આપણા દેશ માટે શુભશુકન અને મંગળ એંધાણ સમુ છે, એની સાથે જ આપણો દેશ સારી પેઠે બેહાલીનો ભોગ બની ચૂકયો છે.

સમગ્ર વિશ્વનાઅનોખા મનુષ્યોમાંનો અને અનોખામાં પણ અનોખો મનુષ્ય ખલીલ જીબ્રાન હતો એ વાત મોટાભાગની શિક્ષીત માનવજાત જાણે છે. અસંખ્ય ઓછુ ભણેલાઓ તથા અભણ લોકો પણ એને ઓળખતા હોવાનું મનાય છે. લેબનોન એની માતૃભૂમિ ૧૮૮૭ની છઠ્ઠી જાન્યુઆરીએ એ જન્મ્યો ૧૯૩૧ની એપ્રીલની દશમી તારીખે તેની જીવનલીલા સંકેલાઈ તે ગામડામાં જન્મ્યો હતો પણ એનો જન્મ આખાવિશ્ર્વની માનવજાત માટે હતો એની પ્રતીતિ આખા વિશ્વને થઈ હતી. સ્મૃતિમાં આજેય તે અમત્ય છે. અને તે અમર્ત્ય જ રહેશે ૪૮ વર્ષના અલ્પ આયુષ્યમાં તેણે ભાઈ, બહેન અને મા એમ ત્રણ નીકટના સ્વજનોના મૃત્યુનો અનુભવ કરાવ્યો હતો. આવો અનુભવ જીવનવિમુખ માણસને જીવનની સમીપ મૂકી દે છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતના ૬ અક્ષરનું નામ ધરાવતા અનોખા કવિ રમેશ પારેખની જેમ ખલીલ જીબ્રાન પણ છ અક્ષરનું ઐશ્ર્ચર્યભીનું નામ ધરાવતા હતા. એમણે જીવનના મર્મીની જેમ જીવનને જીવનની બધી જ બાજુથી અને મૃત્યુનીબધી જ બાજુથી જોયુહ તુ જાણ્યું હતુ માણ્યું હતુ અને નિરૂપ્યું હતુ જ્ઞાન એજ આયુષ્ય એ સુત્રનું દર્શન એમની જીવનશૈલીમાં પ્રતિબિંબિત થયા વિના રહ્યું નથી.

માતૃભૂમિ લેબનોને જીબ્રાનના લોહીમાં વણાઈ ગઈ હતી. લેબનોનથી એ દૂર ગયા. પણ લેબનોન કદાપિ એમનાથી દૂર ગયું નહોતું.

પ્રિયતમા કવયિત્રી બાર્બરી યંગે જીબ્રાનના જીવનનુંપુસ્તક લખ્યું તેનું નામ ‘ધીસ મેન ફોમ લેબનોન’ રાખ્યું હતુ એમાં જીબ્રાનની લેબનોન ભકિત ઉપસી આવી હતી. લેબનોન પ્રત્યેની જીબ્રાનની માતૃભકિત અને માતૃભૂમિની ભકિત આજે આપણા સંસ્કારભીના ભારતને ખપે છે.

સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રભકિતની બાબતમાં બેશક દાખલા‚પ હતા. મહાત્મા ગાંધીની ઓળખ પણ જીબ્રાનને યાદ કરાવે તેવી અજોડ અને અનોખી હતી. આઝાદીની લડતના તેઓ અગ્રદૂત હતા સુભાષ બોઝે તો દેશવાસીઓને એટલે સુધી કહ્યું હતુ કે, તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ…

આજના નેતાઓ દેશની કે આઝાદીની પરવા કર્યા વિના ‘રાજગાદી’ માટે મત માગે છે!…

મનુસ્મૃતિ, મહાભારત, રામાયણ, શ્રીમદ્ ભાગવત ઉપનિષદ ગીતા અને બધામાંથી ભરત ખંડની, આર્યવર્તની, હિન્દુસ્તાનની સંસ્કૃતિ સર્જાઈ.

આપણા ઈતિહાસ ભૂગોળ અર્થાત કૈલાસ માનસરોવર, હિમલય, કામતગિરિ, ગોવર્ધન, ગિરનાર, ગંગા , યમુના, કાવેરી, સરસ્વતી, નર્મદા, સરયુ, બ્રહ્મપુત્રા, ક્ષિપ્રા, સતલજ અને ગોદાવરી ગંગોત્રી યમનોત્રી એ બધુ આ સંસ્કૃતિમાં અંગભૂત છે. બ્રહ્મા, વિષ્ણુ મહેશ્વર પણ એમાં અંગભૂત, ગોતમ બુધ્ધ અને મહાવીર પણ એમાં અંગભૂત, રામચંદ્રજી, શ્રી કૃષ્ણ પણ આ સંસ્કૃતિનાં અંગભૂત મરજીવા…

આ દેશનાં સ્વાતંત્ર્ય સંગ્રામ મૂઠ્ઠીભર ધનપતિઓ અને કરોડપતિઓ અબજો પતિઓ જ લડયા નહોતા. શહીદો શ્રીમંતો નહોતા.

પોતાના લોહીથી હિન્દુસ્તાનના બાગને સિંચનાર વીર પુરૂષો લક્ષ્મીપતિઓ નહોતા. એમાં ગરીબો જ મુખ્યત્વે હતા.

એમને ગરીબો નહિ રહેવા દેવાની લાલચો અપાઈ હતી વચનો અપાયા હતા. સંકલ્પનાઓ બક્ષવામાં આવી હતી.

રાજનેતા કે રાજ પુરૂષ કેવો હોવો જોઈએ એ સવાલ પણ ગૂઢ છે અને એનો જવાબ પણ ગૂઢ છે !

દાખલા તરીકે ખલીલ જીબ્રાનનું મનુષ્યત્વ ! એમાં કોઈ એબ નહોતી અધમતાનો છાંટો નહોતો. સ્વાર્થીપણુ નહોતુ એકવાર માએ જીબ્રાનને કહ્યું જો તું સન્યાસી થયો હોત અને મઠમાં હોત તો તારે અને લોકોને બંનેને માટે સા‚ હતુ.

 જીબ્રાને જવાબ આપ્યો, હા, એ સાચુ છે, પણ હું આ વિશ્વમાં આવ્યો એ પહેલા જ મેં તને મા તરીકે સ્વીકારી હતી અને લેબનોનને માતૃભૂમિ તરીકે માથે ચડાવી હતી.

માએ જવાબ આપ્યો તુ ન આવ્યો હોત તો તું દેવદૂત હોત…

જીબ્રાને ખુબારી સાથે કહ્યું: હજી પણ હું દેવદૂત છું, તારા ખોળામાં અને માતૃભૂમિ જન્મભૂમિના ખોળામાં મારે દેવદૂતની રીતે જ રહેવાનું છે.. નિષ્પાપ અને નિર્મળ રીતે, એની શોભા વધે એ રીતે, અને માનવજાતને એક સરખું સુખ સાંપડે એવું વિચારતા વિચારતા તથા એવું જીવતા જીવતા…

માએ કહ્યું: પણ દેવદૂતસમી પાંખ તને કયાં છે?

જીબ્રાને માના હાથ ફેલાવીને પોતાના ખંભે જાણે કે લગાડી જ દીધશ, અને કહ્યુંં આ રહી મરી પાંખો.

માએ નિ:સાસો નાખીને કહ્યું કે, એ પાંખો શું તુટેલી નથી?

જીબ્રાને એનો જવાબ ‘બ્રોકન વિગ્સ’ પુસ્તક લખીને આપ્યો, જેણે લેબનોનનાં લોકોને જ નહિ પણ આખી માનવજાતને હચમચાવી હતી.

આપણા દેશમાં અત્યારે માગો તે ન મળે, એ સિવાય બધુ જ છે. એમ કહેતી વખતે જીબ્રાન સાંભરે છે.

આપણા રાજ પુરૂષોમાં કોઈ એકેય જીબ્રાન જેવો માતૃપ્રેમી અને માતૃભૂમિપ્રેમી નહિ? જેણે બ્રહ્મહત્યા જેવુંને ગૌ હત્યા જેવું ઘોર પાપ ન જ કર્યું હોય એવો દેવદૂત સમો શું કોઈ નહિ?

રાષ્ટ્રને જીવાડવા જે મોતને ભેટ એને માગો તે મળે જ એવું નિ:સ્વાર્થ નિર્મળ શાસન ચલાવી આપે એવો કોઈ માઈનો પૂત નહિ?

અત્યારે આ દેશમાં સંક્રાંતિકાળ પ્રવર્તે છે.

સંકુચિતતા અને સ્વાર્થના અંધાપાથી બહાર આવવાનો અને ઉંચે ઉઠવાનો આ સમય છે.

ઉંચે ઉઠવા માટે શુક રવું તે શાંત ચિત્તે સમજવું પડે છે. ને ઝઝૂમવું પડે છે. પછી ભલે એ ધનિ હોય કે ગરીબ હોય.

ઝઝૂમવામાં પ્રથમ પ્રયત્ને સફળ ન પણ થવાય, બીજો સફળ થઈ જાય અને તમે ન થાવ એવુંય બને પરંતુ નિષ્ફળતાકે અસફળતાથી હારો નહિ, હતાશ ન થાઓ, હામને ભાંગવા ન દો, આજે તો જીતી જ જઈશ કે સફળ જ થઈ જઈશ એવા આત્મબળ સાથે ઝઝૂમો.

ગાંધી ઝઝૂમ્યા…

સોક્રેટિસ ઝઝૂમ્યો.

મીરાં ઝઝૂમી…

અર્જુન ઝઝૂમ્યો…

ઝઝૂમવું કયારેક અધ‚ બને છે.

પણ ઝઝુમીને સફળતા પામવી એ અશકય નથી. ગરીબાઈની સામે પૂરેપૂરી શકિત વડે અને તેજસ્વી ચારીત્ર્ય વડે લડે અને જીતે સશકિત ગરીબ યુવકો યુવતીઓના સંગઠનો રચાય અને તે પૂરેપૂરા પ્રવૃત રહે એ હવે અનિવાર્ય બન્યું છે.

આ દેશના પ્રાણતત્વનુંમૂળ હિન્દુત્વ છે.

હિન્દુત્વશૂન્ય નરનારીઓ પાસે તમે ગરીબી મિટાવવાની અપેક્ષા ન રાખી શકો.

હિન્દુત્સ શુન્યતાએ આપણા સમાજમાં ભીરૂતા સર્જી છે. અને આપણા દેશની એકતાને ક્ષીણ કરી છે. રાજકીય દ્રષ્ટિએ નહિતો પ્રજાસમૂહની દ્રષ્ટિએ પણ આ દેશને અને આપણા સમાજને એક કરવા જ પડશે. અન્ય ધર્મોમાં આવું જ થયું છે. યહૂદીઓ એક થયા છે. મુસલમાનો એક થયા છે. ઈસાઈઓ એક થયા છે.

આપણા દેશના રાજકીય રંગરાગ તરફ દ્રષ્ટિ કરતા એક હકિકત સ્પષ્ટ પણે નજરે ચઢે છે કે, આપણા દેશ ઉપર ચીની સામ્રાજયવાદ, ઈસ્લામિક સામ્રાજયવાદ અને ખ્રિસ્તી સામ્રાજયવાદ ડોળા ફાડીને બેઠા છે. ત્રણેયની હિલચાલ ખોફનાક છે. ત્રણેય પૂરેપૂરા પ્રપંચી છે. ત્રણેય કોઈને કોઈ મ્હોરા નીચે આ દેશમાં તેમનો પગપેસારો વિસ્તારવાના ખેલ ખેલી રહ્યા છે.

આપણા દેશનું વર્તમાન રાજકારણ કલ્પનામાં ન આવે એટલુ હીન કોટીએ પહોચ્યું છે.

એક કહેવત છે કે જો સત્તાધીશ સાવધાન થઈને જો અપરાધીને દેવા યોગ્ય દંડ કે નહિ તો બળવાન માણસો તવંગર લોકો ગરીબોનો નાશ કરવામાં કશુ જ બાકી રાખે નહિ.

હમણા સુધી આપણા દેશમાં અને આપણા સમાજમાં આ વાત સાચી પડી છે. બળવાન માણસોને ગરીબોની ઘોર પેક્ષા કરવા માટે ઉચિત દંડ આપણો સમાજ આપી શકયો નથી. ગરીબોને કોઈ અધિકાર જ નહોય એમ સહું કોઈ વર્ત્યાં છે.

આપણા રાજકીય પક્ષોએ તથા રાજનેતાઓએ કયારેય કોઈ બાબતમાં સાથે મળીને રાષ્ટ્રહિતના નિર્ણય લીધા નથી તેમણે રાજગાદીલક્ષી અને મતલક્ષી રાજકારણ ખેલવા સિવાય રાષ્ટ્રનિર્માણની બાબતોને દેશદાઝ પૂર્વક કે સહૃદયપૂર્વક તથા નિ:સ્વાર્થ પણે ચર્ચી નથી.

આજના ભારતની સૌથી મોટી સમસ્યા એ છે કે આપણા રાજકારણીઓ ધનને જ પરમેશ્વર માનવા લાગ્યા છે. ઉદ્યોગપતિઓ વિધ્વાનો અને કથાકારો પણ ધનને પરમેશ્વર ગણે છે. કેળવણી સંસ્થાઓ દૈવત વગરની બની છે. અને ધનિકોની દાસી બની છે. ધન ભેગુ કરવાનો જ હેતુ શિક્ષણ સંસ્થાઓ અને નકલખોરોએ અપનાવ્યો છે બધે જ આ હાલત છે. છેક મંદિરો અને આશ્રમો સુધી છે.

કહેનારે સાચુ કહ્યું છે કે ઉપદેશ આપવાનો અને સાચ-જૂઠ અંગે શાસન ચલાવતા રાજનેતાને નહિ, પણ રાજકીય કાવાદાવા વગરની યુનિ.ઓ અને ભજન સંસ્કૃતિમાં નિષ્પાપ પ્રબુધ્ધોને હોવો જોઈએ.

સ્વચ્છંદી ઉપદેશ આપનારાઓનાં તો આજે એંઠવાશિયા ફાટી નીકળ્યા છે. અને ગમે ત્યારે ગમે તે બાબતમાં પોતાનો અભદ્ર ધોકો પછાડીને ન્યાય તોળ્યા કરવાની આજે લોકોને ટેવ પડવા લાગી છે.

રાજકારણીઓ અને નેતાઓ ધાર્મિક ઉપદેશ આપવા લાગ્યા છે. કથાકારો એમની વ્યાસપીઠ સાથે સંકળાયેલી મર્યાદાઓ લોપવા માંડયા છે. કથાકારનો ધર્મ ચૂકવા લાગ્યા છે. ધનની કમાણી, ભૌતિક સંપત્તિનો સંચય અને પોતાની સંસ્થા પ્રત્યેની ફરજો પ્રતિ આંખ આડા કાન કરવા લાગ્યા છે.

રાજસત્તામાં બેઠેલો બગાડ રાષ્ટ્રને માટે અને માતૃભૂમિને માટે હાનિકર્તા છે. અને સાંસ્કૃતિક મૂલ્યોને નુકશાન પહોચાડે તેમ છે. એના પ્રતિ ચૂપ રહેવું એમાં શુ અધાર્મિકતા નથી?

આપણા દેશમાં ભાષણખોરી દગાખોરી, રાષ્ટ્રદ્રોહી સ્વાર્થની અંધતા અને અધમતા સહિત સઘળુ છે. જે માગીએ અને જે હોવું જ જોઈએ એ નથી મળતું..!

આવી અધાર્મિકતાને ખલીલ જીબ્રાન વિરોધી હતા.

ગાંધીજી પણ વિરોધી હતા.

આપણા રાજ પુરૂષોએ સઘળું ભૂલીને એકસંપે એક જ મંચ પરથી આ બધુ વિચારવું પડશે. સંકલ્પો કરવા પડશે, અને તેને પૂરા કરવાની દિશામાં આગેકૂચ કરવી પડશે એના વિના જે ભાગીએ તે નહિ મળે. એ સિવાય બધુ જ આ દેશમાં હોવા છતા!…

આ બધું જોતા આપણા દેશના વૈજ્ઞાનિકોની જેમ શાસનકર્તાઓ તથા રાજકર્તાઓએ તેમના વર્તમાન વહીવટમાં જબરૂ પરિવર્તન આણીને આગે પ્રયાણ કરવું પડશે. જો અમે નહિ થાય તો તે એક અબજ વીસ કરોડ જનતાના ગુનેગાર ગણાશે એમ કહ્યા વિના છૂટકો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.