Abtak Media Google News

મહંત ઈન્દ્રભારીજી બાપુ, આઈ.કે.જાડેજા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, પ્રદ્યુમનસિંહજી અને વિરેન્દ્રસિંહ સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે: નવનિયુક્ત પ્રમુખ જયપાલસિંહ જાડેજા (નાના વડીયા)ની ટીમ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યરત

કોટડા સાંગાણી તાલુકા શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજનો ૧૦મો સરસ્વતિ સન્માન સમારંભ કાર્યક્રમ આગામી તા.૨૮ને રવિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે વડીયા ખાતે સાધુ-સંતો અને સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણી અને શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજાશે. આ કાર્યક્રમના દાતા નવનિયુક્ત પ્રમુખ જયપાલસિંહ જાડેજા (નાના વડીયા) દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે.

વધુમાં કોટડા સાંગાણી તાલુકા શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજનો ૧૦મા સરસ્વતિ સન્માન સમારંભ કાર્યક્રમના ગિર-સોમનાના ઘાટવડ ખાતેના આશ્રમના મહંત શ્રી ઈન્દ્રભારતીજી બાપુ આશિર્વચન પાઠવશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા કાર્યક્રમ અમલીકરણ સમિતિના ચેરમેન આઈ.કે.જાડેજા, મુખ્ય મહેમાન તરીકે રાજ્ય સરકારના મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગીતાબા જાડેજા, પ્રધ્યુમનસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને ગુજ. હાઉસીંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા વિશેષ ઉપસ્થિત ભાડવા દરબાર સાહેબ રાઘવેન્દ્રસિંહ જાડેજા અને પ્રવિણસિંહ જાડેજા (સોળીયા), અનિરુધ્ધસિંહ (રીબડા), નરેન્દ્રસિંહ જાડેજા (જીવન બેંકના એમ.ડી.), ગાયત્રીબા વાઘેલા, પી.ટી.જાડેજા, એન.ડી.જાડેજા, ઘોઘુભા જાડેજા, યોગરાજસિંહ જાડેજા, હરીશચંદ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાયજાદા (નાયબ કલેકટર-ગોંડલ), હરપાલસિંહ જાડેજા (ડીવાયએસપી ગોંડલ), હરદેવસિંહ જાડેજા (હડમતાળા), પ્રતિપાલસિંહ જાડેજા (સોળવદર), યુવરાજસિંહ જાડેજા ચાંપાબેડા, શક્તિસિંહ જાડેજા (કોટડા નાયાણી), ભરતસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજા સહિતના રાજકીય અને સામાજીક તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્યાતી ભવ્ય કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં શિક્ષણ, રમત ગમ્મત, સરકારી નોકરીમાં નિમણૂંક, વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપવા બદલ સમાજના શ્રેષ્ઠીઓના હસ્તે સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સહ પરિવાર સો ઉપસ્થિત રહેવા બદલ કોટડા સાગાણી શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજના નવ નિયુક્ત પ્રમુખ જયપાલસિંહ જાડેજા (નાના વડીયા), મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાયજાદા(સાંઢવાયા), ઉપપ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા (પાંચ તલાવડા), છત્રપાલસિંહ જાડેજા (ખરેડા), કારોબારી ચેરમેન રાઘવેન્દ્રસિંહ સોળીયા,  ખજાનચી હરદેવસિંહ જાડેજા (પાંચ તલાવડા), મંત્રી ધર્મરાજસિંહ જાડેજા (માણેકવાડા), નરેન્દ્રસિંહ જાડેજા, યુવા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા (હડમતાળા) અને યુવા ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજા (માણેકવાડા) સહિત સભ્યો કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.