Abtak Media Google News

પેરીનેટલ અથવા પોસ્ટપાર્ટમ મૂડ એન્ડ એન્ઝાઈટી ડિસઓર્ડર આ અંગે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થી વસોયા પૃથ્વીએ અધ્યાપક ડૉ. ધારા આર.દોશીના માર્ગદર્શનમાં એક અહેવાલ તૈયાર કર્યો

બાળકો હોવું એ વ્યક્તિના જીવનની સૌથી મોટી અને સુખી ઘટનામાંની એક  હોઈ શકે છે પરંતુ ઘણી વખત સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમ્યાન અને બાળક થયા પછી ઘણા શારીરિક અને ભાવનાત્મક ફેરફાર થઈ શકે છે જે સગર્ભા સ્ત્રી અને નવા માતા-પિતાને ઉદાસ, બેચેન અને મૂંઝવણમાં મૂકી શકે છે. જેમાં સ્ત્રીઓ વધુ થાક અને ચિંતા નો અનુભવ કરે છે. આને પેરીનેટલ અથવા પોસ્ટપાર્ટમ મૂડ એન્ડ એન્ઝાઈટી ડિસઓર્ડર કહે છે. આ અંગે *મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થી વસોયા પૃથ્વીએ અધ્યાપક ડૉ. ધારા આર.દોશી* ના માર્ગદર્શનમાં એક અહેવાલ તૈયાર કર્યો.

પેરીનેટલ માનસિક બીમારી એ ગર્ભાવસ્થા અને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન સમયગાળાની નોંધપાત્ર માનસિક સમસ્યાઓછે.  આ વિકૃતિઓમાં હતાશા, ચિંતાની વિકૃતિઓ અને પોસ્ટપાર્ટમ સાયકોસિસનો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે બાયપોલર ડિસઓર્ડર તરીકે પ્રગટ થાય છે.  પેરીનેટલ સાયકિયાટ્રિક ડિસઓર્ડર સ્ત્રીના કાર્યને નબળું પાડે છે અને તે તેના સંતાનના વિકાસ સાથે સંકળાયેલા છે.

જોખમી પરિબળોમાં હતાશા, અસ્વસ્થતા અથવા બાયપોલર ડિસઓર્ડરનો ભૂતકાળનો ઇતિહાસ તેમજ મનોસામાજિક પરિબળોનો સમાવેશ થાય છે, જેમ કે જીવનસાથી સાથે સંઘર્ષ, નબળી સામાજિક સહાય અને  તણાવપૂર્ણ જીવનની ઘટનાઓ.  ડિપ્રેશન, ચિંતાના પ્રારંભિક લક્ષણો ગર્ભાવસ્થા અને પોસ્ટપાર્ટમ સમયગાળામાં સ્ક્રીનીંગ દ્વારા શોધી શકાય છે.  પેરીનેટલ સાયકિયાટ્રિક ડિસઓર્ડરની વહેલી શોધ અને અસરકારક વ્યવસ્થાપન મહિલાઓ અને તેમના સંતાનોના કલ્યાણ માટે મહત્વપૂર્ણ છે.

PMAD ના કારણો

ભૌતિક, શારીરિક,માનસિક અને પર્યાવરણીય ફેરફારોની જટિલ બાબતો PMAD નું કારણ બની શકે છે .સગર્ભાવસ્થા દરમિયાન અને તે પછી સેક્સ અને સ્ટ્રેસ હોર્મોન્સમાં ઝડપી ફેરફાર સ્ત્રી ના માનસિક સ્વાસ્થ્ય ને અસર કરી શકે છે .વધુમાં ઊંઘ ,સંબંધો, કામ અને નાણાકીય સ્થિતિમાં ફેરફાર તણાવમાં વધારો કરી શકે છે .જે PMAD વિકસાવવામાં પરિણમી શકે છે. આલ્કોહોલ અથવા ડ્રગ્સના દૂર ઉપયોગ PMAD તરફ દોરી જાય છે. આ ઉપરાંત બાળક આવ્યા પછી સ્ત્રીઓના શરીરમાં થતા ફેરફાર તેને આ ડિસઓર્ડર તરફ દોરી જાય છે.

PMADના કારણે થતી અન્ય માનસિક સમસ્યાઓ

  • ચિંતા વિકૃતિ
  • અનિવાર્ય ક્રિયા દબાણ
  • અનિવાર્ય મનોદબાણ
  • મંદમનોવિકૃતિ
  • હતાશા
  • ખિન્નતા
  • તણાવ

PMAD ના લક્ષણો

  • ગુસ્સો અને ક્રોધની લાગણી
  • અનિદ્રા
  • બાળકો અથવા પોતાની જાતને નુકસાન પહોંચાડવાના વિચારો
  • બાળકોમાં રસ નો અભાવ
  • મા બનવાના નિર્ણયનો અફસોસ
  • અપરાધની લાગણી
  • આત્મહત્યાના વિચાર
  • જાતિય સબંધમાં અરુચિ
  • સતત રડવું આવવું
  • ઉબકા
  • ચક્કર આવવા
  • માથાનો દુખાવો
  • છાતીમાં દુખાવો
  • હાફ ચડવો

PMAD ની સારવાર

PMAD ની સારવાર માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે કારણ કે PMAD બંનેના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. યોગ્ય સારવાર મળતા મોટા ભાગની સ્ત્રીઓના લક્ષણોમાં સુધારો થાય છે. PMAD ની સારવારમાં ઘણીવાર ઉપચાર, દવાઓ અથવા બંનેના મિશ્રણનો સમાવેશ થાય છે. આ દ્વારા લક્ષણો ન ઘટે તો મગજની ઉતેજના ઉપચાર જરૂરી છે. ટોક થેરાપી પણ મદદ કરી શકે છે.CBT & IPT દ્વારા પણ ઉપચાર થાય છે. પરિવાર ના સભ્યોને સલાહ ,વ્યક્તિગત ઉપચાર ,માનસિક મૂલ્યાંકન , દવાવ્યવસ્થાપન,સહાય અને ઉપચારનો સમાવેશ થઈ શકે છે .મનોવિજ્ઞાનિક અથવા કાઉન્સેલર સાથે ઉપચાર વિશે વાત કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.