Abtak Media Google News

ફર્નાન્ડો વિલાવિસેન્સિયોની હત્યા બાદ ઇકવાડોરમાં બે માસ માટે કટોકટી લદાઈ

ઇક્વાડોરના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ફર્નાન્ડો વિલાવિસેન્સિયોની ગઈકાલે સાંજે ક્વિટોમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના રાજકીય રેલી દરમિયાન બની હતી. લગભગ બે અઠવાડિયા પછી ઈક્વાડોરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. 20 ઓગસ્ટે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેઓ અગ્રણી ઉમેદવારોમાંના એક હતા. તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીના 8 ઉમેદવારોમાંથી એક હતા. ઘટના બન્યા બાદ તાતકાલિક અસરથી ઇકવાડોરમાં કટોકટી લાદી દેવામાં આવી છે. જે બે માસ સુધી અમલી બની રહેશે.

મળતી માહિતી મુજબ ચૂંટણી રેલીમાં ભાગ લીધા બાદ ફર્નાન્ડો વિલાવિસેન્સિયો કારમાં બેસવાના હતા ત્યારે જ તેમને માથા પર ગોળી વાગી હતી. 59 વર્ષીય ફર્નાન્ડો રેલીમાં ભાગ લેવા માટે ક્વિટોની એક હાઈસ્કૂલમાં પહોંચ્યા હતા. ગોળી વાગ્યા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ગોળીબારની ઘટનામાં જનરલ મેન્યુઅલ ઈંગ્યુઝ પણ ઘાયલ થયા હતા. ઘટના અંગે માહિતી આપતા જનરલ મેન્યુઅલ ઈનિગ્વેઝે કહ્યું કે હુમલાવરોએ ગ્રેનેડથી પણ હુમલો કર્યો હતો. ઈક્વાડોરના રાષ્ટ્રપતિ ગુલેર્મો લાસોએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ફર્નાન્ડોની હત્યાથી આઘાત લાગ્યો છે. મારી સહાનુભૂતિ તેમની પત્ની અને પુત્રીઓ સાથે છે. હું ખાતરી આપવા માંગુ છું કે હત્યારાઓને બક્ષવામાં આવશે નહીં. સુરક્ષા કેબિનેટની બેઠક થોડીવારમાં થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.