Abtak Media Google News

જુના જમીન વિવાદમાં ખેલાયો ખુની ખેલ, સામાંપક્ષેથી શખ્સે અંધાધુંધ ગોળીબાર કરી એક જ પરિવારના 3 મહિલા, 3 પુરુષના ઢીમ ઢાળી દીધા, અન્ય 3ને ઇજા પહોંચાડી

મધ્યપ્રદેશમાં જમીનનો જૂનો વિવાદ એક પરિવાર માટે જાણે અભિશાપ બન્યો હોય, પરિવારના 6 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સામાં પક્ષે ધડાધડ ગોળીબાર કરી પરિવારના 6 લોકોના ઢીમ ઢાળી દીધા છે. જેને લઈને સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઇ છે.

​​​​​​મધ્યપ્રદેશના મુરેનાના લેપા ભીસોડા ગામમાં આજે સવારે એક જ પરિવારના છ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ગામના બે પરિવારો વચ્ચે છેલ્લા 10 વર્ષથી જમીન મામલે વિવાદ ચાલી રહ્યો હતો. જેના કારણે આજે એક પરિવારે બીજા પરિવાર પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં એક જ પરિવારના 3 પુરૂષો અને 3 મહિલાના મોત થયા છે. 3 લોકો ઘાયલ થયા હતા. રવિન્દ્ર સિંહ આ ગામના કોંગ્રેસના ધારાસભ્ય છે.

મોરેનામાં થયેલા હત્યાકાંડનો વીડિયો સામે આવ્યો છે. જેમાં હુમલાખોરો લોકોને લાકડીઓ વડે માર મારી રહ્યા છે. કેટલાક લોકો બંદૂક અને લાકડીઓ લઈને રસ્તા પર ઉભા છે. આ દરમિયાન એક યુવક આવે છે અને એક પછી એક પાંચ લોકોને ગોળી મારી દે છે.

ગોળી વાગતાં ત્રણ પુરૂષ અને બે મહિલાઓ જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાસ્થળે બાળકો પણ હતા, જેમને એક મહિલાએ બુમ પાડીને ઘરની અંદર બોલાવી લીધા હતા. વીડિયોમાં આ મહિલાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, આ ઘટના જિલ્લાના સિહોનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના લેપા ભીડોસા ગામમાં બની હતી. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેટલાક લોકો અન્ય લોકોને લાકડીઓ વડે માર મારી રહ્યા છે. આ વિવાદમાં મહિલાઓ પણ દેખાઈ રહી છે. એક યુવક બંદૂક લઈને આવે છે અને નિશાન ધડાધડ ફાયરિંગ કરે છે.ઘટનામાં 6 લોકોના મોત થયા છે તો 3 લોકોને ગંભીર ઇજા પહોંચી છે.

લેપા ગામના રણજીત તોમર અને રાધે તોમર વચ્ચે જમીન અંગેનો વિવાદ ચાલી રહ્યો હતો. 2014માં રણજીત તોમરના પક્ષે રાધે તોમરના પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી હતી. આ પછી રણજીતનો પરિવાર ગામ છોડીને ચાલ્યો ગયો હતો. થોડા દિવસ પહેલા તે ગામમાં પાછા આવ્યા ત્યારે તેણે બદલો લેવાના ઈરાદે હુમલો કર્યો હતો.

ભીડોસા ગામ લેપા ગામ પાસે છે. ડાકુ પાન સિંહ તોમર ભિડોસા ગામનો જ હતો, જેના પર ફિલ્મ પણ બની છે. પાન સિંહ તોમરનો પણ ગામના લોકો સાથે જમીન મામલે વિવાદ થયો હતો અને તે ડાકુ બની ગયો હતો. ખાસ વાત એ છે કે બંને ગામ લેપા-ભીડોસાના નામથી ઓળખાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.