હાય રે કળીયુગ: 13 વર્ષની છોકરીએ બોયફ્રેન્ડ સાથે મળી 9 વર્ષની બહેનની હત્યા કરી!!

Police line do not cross

બોયફ્રેન્ડ સાથે અંગત પળો માણતા જોઈ જતાં બહેનની ક્રૂરતાપૂર્વક હત્યા : એસિડ નાખી મૃતદેહ સળગાવી દેવાયો

બિહારના વૈશાલી જિલ્લામાં એક ચકચારી મામલો સામે આવ્યો છે. 13 વર્ષની છોકરીએ તેના બોયફ્રેન્ડ અને કાકીની મદદથી તેની જ નાની બહેનની હત્યા કરી નાખ્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચવા પામ્યો છે. ફૂલ જેવી કોમળ નવ વર્ષની બાળકીએ તેની મોટી બહેનને તેના પ્રેમી સાથે અંગત પળો માણતા ઘનિષ્ઠ  જોઈ લીધી હતી જેના લીધે બહેને જ બહેનની હત્યા કરી દીધી હતી.

ટેકનિકલ અને સાયન્ટિફિક તપાસના આધારે પોલીસે મોટી બહેનને ઝડપી લીધા બાદ મંગળવારે તેના ઘરની પાછળના એક ખેતરમાંથી ચોથા ધોરણમાં ભણતી નવ વર્ષની નાની બાળકીનો મૃતદેહ મળવા પાછળનું રહસ્ય ખુલ્યું હતું. વૈશાલી જિલ્લાના એસપી રવિ રંજન કુમારે બુધવારે જણાવ્યું હતું કે 18 વર્ષીય બોયફ્રેન્ડ અને બંનેની ઊલટતપાસ દરમિયાન આ રહસ્ય પરથી પડદો ઊંચકાયો હતો.

પૂછપરછ દરમિયાન મોટી બહેન અને તેના બોયફ્રેન્ડે પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે તેઓએ નવ વર્ષની બાળકીની હત્યા કરી હતી કારણ કે તેઓને ડર હતો કે બાળકી તેમના માતા-પિતાને તેમના પ્રેમ સંબંધો જાહેર કરી શકે છે.

હત્યા કર્યા બાદ બંનેએ બાળકીની લાશને ઘરની અંદરના એક બોક્સમાં છુપાવી દીધી હતી પરંતુ ત્રણ દિવસ પછી જ્યારે મૃતદેહમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે તેઓએ તેને નજીકના ખેતરમાં ફેંકી દીધી હતી અને મૃતકના ચહેરાને એસિડથી સળગાવી દીધા હતા જેથી લાશની ઓળખ ન થઈ શકે.

પોલીસે જણાવ્યું હતું કે નાની બહેનની હત્યા 15 મેના રોજ કરવામાં આવી હતી, જ્યારે તેણીએ તેની મોટી બહેનને તેના બોયફ્રેન્ડ સાથે જોઈ હતી.

તે દિવસે છોકરીઓના માતા-પિતા લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે સંબંધીના ગામમાં ગયા હતા. હત્યા બાદ બંનેએ લાશને ઘરની અંદર એક બોક્સમાં છુપાવી દીધી હતી.

માતા પિતા પરત ફરતા બાળકી મળી ન આવી હતી. જે બાદ માતા પિતાએ જન્દહા પોલીસનો સંપર્ક કર્યો હતો.  પોલીસે ગુમ થવાનો રિપોર્ટ નોંધ્યો જે પાછળથી 19 મેના રોજ છોકરીના ઘરની પાછળના ખેતરમાંથી નવ વર્ષના બાળકની લાશની પુનઃપ્રાપ્તિ પછી હત્યાના કેસમાં ફેરવાઈ ગયો હતો.

પોલીસને 19 જુલાઈના રોજ લાશ વિશે માહિતી મળી હતી જે બાદ ખેતરમાંથી મૃતદેહ પણ મળી આવ્યો હતો.  મૃતદેહ મળ્યા બાદ પોલીસે મહુઆના ડેપ્યુટી એસપીની આગેવાની હેઠળ વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરી હતી.

ચાર દિવસની તકનીકી દેખરેખ અને વૈજ્ઞાનિક તપાસ પછી પોલીસે છોકરીની મોટી બહેન અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી હતી. ગુનામાં બંનેને મદદ કરવાના આરોપમાં છોકરીની કાકીની પણ ધરપકડ કરવામાં આવી હતી.