Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક  મોટર મૂકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેકટ  પંપિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ અર્થે સ્થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. ગઈકાલે 1287 ઘરોની ચકાસણી કરવામાં આવી હતી.

જેમાં ડાયરેક્ટ પમ્પીંગ કરતા કુલ 17 કિસ્સાઓ મળેલ હતા. 3 આસામીઓને નોટીસ અને 8 આસામીઓની મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્ટ પમ્પીંગ અને ફળિયા ધોવા બાબતે રૂ. 23,500/-ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.

સેન્ટ્રલ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમ્યાન 5 આસામીઓ ડાયરેકટ પમ્પિંગ કરતા મળેલ હતા. કુલ 1 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી અને 1 આસામીને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ. 11,250/-ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.

ઈસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમ્યાન 12 આસામીઓ ડાયરેકટ પમ્પિંગ કરતા મળેલ હતા. કુલ 2 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી અને 5 આસામીઓને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ. 12,250/-ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.

વેસ્ટ ઝોનના વિવિધ વોર્ડમાં પાણી વિતરણ બંધ હોવાથી ડાયરેક્ટ પમ્પીંગ કે અન્ય કોઇ કિસ્સા જોવા મળેલ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.