Abtak Media Google News

4 કારખાનામાંથી ઝેરી પાણીનો  જાહેરમાં નિકાલ થતો હોવાથી સેમ્પલ લેવાયા

 

Advertisement

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ દ્વારા આજે જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યુંં હતુું.કુલ 11 સ્થળોએ ચેકીંગ કરવામાં આવ્યું હતું તેમા થી ચાર સ્થળે ગંદા ઝેરી પાણી નો જાહેર માં નિકાલ થતો હોવા નું જોવા મળતાં ત્યાં થી પાણી ન સેમ્પલ લેવાયા હતા.

દરેડ જીઆઈડીસી વિસ્તારમાં અસંખ્ય કારખાના ઓ ધમધમી રહ્યા છે. તેમાંથી અમુક ઇલેટ્રોપ્લેટર્સર કાખાનામાંથી ઝેરી કેમિકલ્સ યુકત પાણીનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે. તેવી માહિતી ના આધારે આજે જામનગરની પ્રદુષણ નિયંત્રણ કચેરીના સ્ટાફ દ્વારા દરેડ જીઆઈડીસી ફેસ-ર અને 3 માં આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી અને ચાર સ્થળેથી પ્રદુષિત પાણીના નમુનાઓ પણ લીધા હતાં અને તેની નોંધ પણ કરી હતી. ખાસ કરીને ઈલેકટ્રોપ્લેટર્સ ના કારખાનામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, કારણ કે તેમાંથી જ ઝેરી પાણી છોડવામાં આવતું હોય છે. આ ચેકીંગ કામગીરીની જાણ થતાં જ અમુક ફેકટરી સંચાલકો તાળા મારીને ચાલ્યા ગયા હતાં.

 

આ બાબતે કારખાના ધારકોમાંથી એવો સુર ઉઠ્યો હતો કે, જે-તે સમયે જીઆઈડીસી દ્વારા ઝેરી પાણીના નિકાલની કોઈ  સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી ન હતી હવે કારખાનેદારોને તેમની ભૂલ ની સજા ભોગવવી પડી રહી છે. જ્યારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરીએ પણ વર્ષો પછી આળસ ખંખેરી હોય તેમ જાણવા મળી રહ્યં છે અને લાંબા સમયગાળા બાદ તેની ટીમ ઓફિસ છોડીને બહાર નીકળી છે. આજે કરવામાં આવેલ ચેકિંગની સત્તાવાર વિગતો મુજબ કુલ 11 કારખાના માં.તપાસણી કરવા માં આવી હતી.તેમાં થી ચાર કારખાના માં થી ઝેરી પાણી નો જાહેર માં નિકાલ થતો હોવ નું જોવા.મળતા ત્યાં થી સેમ્પલ લેવા માં આવ્યા છે.અને વડી કચેરી ને મોકલવામાં આવ્યા છે.ત્યાં થી સૂચના મુજબ પગલાં લેવા માં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.